દુનિયાનો સૌથી જુનો અને મોટો ધર્મ સનાતન ધર્મ માનવામાં આવે છે. આ ધર્મમાં ઘણા પ્રકારની માન્યતાઓ અને ઘણા પ્રકારના ગ્રંથ તથા પુરાણ છે. તેમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ ને લઈને લોકોની માનસિકતા છે કે તેમાં નિધન બાદ જ સ્થિતિઓ વિશે વર્ણન કરવામાં આવેલ છે, પરંતુ તે સંપુર્ણ સત્ય નથી. આ બધી વાતો સિવાય પણ આ મહાપુરાણમાં એવી ઘણી વાતો જણાવવામાં આવેલ છે, જે સર્વસાધારણ ને ધર્મના રસ્તા પર ચાલવા માટે પ્રેરણા આપે છે. ગરુડ પુરાણને ૧૮ મહાપુરાણ માંથી એક માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં અમુક એવી વાતો લખવામાં આવી છે, જે વ્યક્તિને તમામ પાપમાંથી મુક્તિ અપાવી શકે છે.
ગરુડ પુરાણમાં લખવામાં આવેલી વાતોના રસ્તા પર ચાલીને વ્યક્તિ મૃત્યુ બાદ પણ સદ્ગતિ પ્રાપ્ત કરી શકે છે. ગરુડ પુરાણનો વાસ્તવિક ઉદ્દેશ્ય લોકોને યોગ્ય રસ્તો બતાવવાનો હોય છે. ગરુડ પુરાણ અનુસાર અમુક લોકોને ત્યાં ક્યારેય પણ ભોજન કરવું જોઇએ નહીં. તેનાથી ભોજન કરનાર વ્યક્તિ પાપનું ભાગીદાર બની જાય છે.
વ્યાજખોર વ્યક્તિ
જે લોકો સમાજના નીચલા વર્ગની મજબુરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી ધન કમાય છે. મતલબ કે જરૂરીયાતમંદને ધન આપીને તેની પાસેથી વ્યાજ વસુલ કરે છે. આવા લોકો પોતાનું ઘર અન્ય લોકોની મજબુરીથી ભરતા હોય છે. આવા લોકોના ઘરનું પાણી પીવું પણ પાપ માનવામાં આવે છે. આવા લોકોનું કમાયેલું ધન તેમનું ભલું કરી શકતું નથી અને અન્ય લોકોનું ભલું કરી શકતું નથી. એટલા માટે વ્યાજખોર વ્યક્તિના ઘરે ભોજન કરવું જોઇએ નહીં.
નશા નો વેપાર કરનાર લોકો
ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ નશાનો વેપાર કરે છે, તેણે ઘણા લોકોની જિંદગી બરબાદ કરેલી હોય છે. સાથોસાથ તે પોતાના પરિવારને પણ મુશ્કેલીમાં મુકે છે. તેમના પરિવારમાં હંમેશાં ક્લેશ રહે છે. આવા લોકોના ઘરે ક્યારેય પણ પગ મુકવા જોઈએ નહીં. તેમના ઘરે જવું પણ પાપ માનવામાં આવે છે. તેના ઘરનું ભોજન કરીને તમે પાપના ભાગીદાર બનો છો. આવા લોકોથી હંમેશા અંતર જાળવી રાખવું જોઈએ.
ક્રોધી વ્યક્તિ
ભોજનને લઈને એક જુની કહેવત છે કે જેવું અન્ન તેવું મન. તેવામાં જો તમે કોઈ ક્રોધી વ્યક્તિનાં ઘરે ભોજન કરો છો તો તમારી અંદર પણ ક્રોધ આવવા લાગશે. એટલા માટે ક્યારેય પણ ક્રોધી વ્યક્તિના ઘરનું ભોજન કરવું જોઇએ નહીં.
બીમાર અથવા પીડિત વ્યક્તિ
કોઇપણ વ્યક્તિ જે લાંબા સમયથી કોઈ બીમારીનો સામનો કરી રહેલ હોય તેના ઘરમાં બેક્ટેરિયા હોઈ શકે છે. તેની સાથે જ તેને ઘરની સ્થિતિ પણ યોગ્ય હોતી નથી. એટલા માટે આવા ઘરમાં ક્યારેય પણ ભોજન કરવું જોઇએ નહીં. તેનાથી તમારા ઘરમાં પણ બીમારીઓ આવવાની સંભાવના રહે છે.
કોઈપણ અપરાધમાં સંડોવાયેલ વ્યક્તિ
કોઇપણ વ્યક્તિ જે અપરાધી પ્રવૃત્તિ કરી રહેલ હોય, જેનો અપરાધ સાબિત થઇ ચુક્યો હોય, તેના ઘરનું પાણી પણ પીવું જોઈએ નહીં. આવા લોકો ભરોસાને લાયક હોતા નથી. તેમની ઘરે ભોજન ગ્રહણ કરીને તમે પાપના ભાગીદાર બની જાઓ છો.