આવા નિશાન વાળી મહિલાઓ પતિ અને સાસરિયાં માટે હોય છે અતિ ભાગ્યશાળી, પરિવારમાં લાવે છે ધનનો ભંડાર

Posted by

ઘરની માં, દીકરી અને બહેન ને આપણે લક્ષ્મીનું રૂપ માનીએ છીએ. તેઓ સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. જો કે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો કોઇ યુવતીના શરીર પર અમુક ખાસ નિશાન હોય છે, તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી યુવતીઓ સાથે જે લગ્ન કરે છે, તેની કિસ્મતના દરવાજા પણ ખુલી જાય છે. આવી યુવતીઓ પોતાના સાસરિયા અને પોતાના પિયર નું નામ રોશન કરે છે. તો ચાલો જાણીએ કે કેવી નિશાની વાળી યુવતીઓ તમારા ઘર માટે નસીબદાર માનવામાં આવે છે.

નાક ઉપર તલ

જો કોઇ યુવતીનાં નાક ઉપર અથવા આસપાસ કોઈ તલ હોય છે, તો તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. નાક પર બનેલું આ તલ ધન સંપન્નતાને દર્શાવે છે. આવી યુવતીઓ જે સાસરિયામાં જાય છે, ત્યાં પૈસાની કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી.

પગના તળિયા પર ચક્ર અથવા શંખ

જો કોઇ યુવતીનાં પગનાં તળિયા પર કમળ ચક્ર અથવા શંખ નું નિશાન હોય છે, તો તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કે આ પ્રકારનું નિશાન ખુબ જ ઓછી યુવતીઓમાં જોવા મળે છે. આવા ચિન્હો વાળી યુવતીઓ પોતાના પરિવારનું નામ રોશન કરે છે.

નાભિ નીચે તલ

જો કોઇ મહિલાની નાભિ નીચે કોઈ તલ અથવા મસો હોય છે, તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારની મહિલાઓ ખુબ જ નસીબદાર માનવામાં આવે છે. તેમના કારણે ઘરમાં સુખ અને સંપન્નતા જળવાઈ રહે છે.

માથા પર તલ

અમુક મહિલાઓનાં માથા ની વચ્ચે એક તલ હોય છે. આ પ્રકારની મહિલાઓ હદથી વધારે સૌભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ સાથે લગ્ન કરનાર પુરુષનું પણ ભાગ્ય ખુલી જાય છે. જો તમને પણ માથા પર તલવાળી યુવતી મળી જાય તો વિચાર્યા વગર તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ.

પગનાં તળિયા પર ત્રિકોણ

જો કોઇ યુવતીનાં પગનાં તળિયા પર ત્રિકોણનું નિશાન જોવા મળે તો તે ઘરની ખુશી અને સમૃદ્ધિનું કારણ બને છે. આ પ્રકારની યુવતીઓ બુદ્ધિશાળી અને સુઝબુઝથી ચાલવા વાળી હોય છે. તેમના ઘરમાં હોવાથી તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. તેઓ તમારી દરેક મુશ્કેલીનો સમાધાન જાણતી હોય છે.

ડાબા ગાલ ઉપર તલ

પૈસાથી વધારે જરૂરી ખુશી હોય છે. ડાબા ગાલ પર તલ વાળી મહિલાઓ પરિવારમાં ખુશી વધારવાનું કામ કરે છે. તેમને ખાવા-પીવાનો ખુબ જ શોખ હોય છે. તેઓ એક સારી કુક પણ હોય છે. પોતાના હાથથી સ્વાદિષ્ટ ભોજન બનાવીને તે બધા લોકોનું દિલ જીતી લેતી હોય છે.

શરીરનાં ડાબા હિસ્સા પર તલ

જે યુવતીઓના શરીરનાં ડાબા હિસ્સા પર તલ અથવા મસો હોય છે, તે પોતાના પરિવાર માટે નસીબદાર માનવામાં આવે છે. તેમના કારણે હંમેશા તેમનો પરિવાર હસતો રમતો રહે છે.

નેણની વચ્ચે તલ

નેણ ની વચ્ચે મસો અથવા તલનું હોવું તે વાતનું સુચક છે કે મહિલાઓ સમજદાર અને ભાગ્યશાળી છે. તેમની અંદર પરિવારને એક સાથે લઈને ચાલવાના ગુણ રહેલા છે, તે હંમેશા પરિવારમાં ખુશીઓ વહેતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *