મૃત્યુ બાદ શું થશે તેને લઈને શાસ્ત્રોમાં ઘણી અવધારણાઓ દર્શાવવામાં આવેલ છે. પુરાણોમાં જણાવવામાં આવેલું છે કે વ્યક્તિને તેના કર્મો અનુસાર મૃત્યુ બાદ ઇનામ અને દંડ આપવામાં આવે છે. મૃત્યુ બાદ ભલે જીવ પોતાનું શરીર આ ધરતી પર છોડીને ચાલ્યું જાય છે, પરંતુ તેને એક સુક્ષ્મ શરીર મળે છે, જે દેખાવમાં એજ પ્રકારનું હોય છે, જેવું વ્યક્તિની પોતાની જીવિત અવસ્થા દરમિયાન હોય છે. આ સુક્ષ્મ શરીર ભક્તિના કર્મો અનુસાર ફળ ભોગવે છે.
કર્મ ફળ ભોગવા માટે જીવને તેના કર્મો અનુસાર સ્વર્ગ અથવા નરકમાં મોકલવામાં આવે છે. સ્વર્ગ જ્યાં સુખ સાધનોથી ભરપુર છે. વળી નર્ક કષ્ટ અને યાતનાઓથી ભરેલું છે. મનુષ્ય ઘણી વખત જાણતા અજાણતામાં એવું કામ કરતો હોય છે જેનાથી તે નર્કનો ભાગીદાર બની જાય છે. તો ચાલો જાણી લઈએ કે ક્યાંક તમે તો આ કાર્ય નથી કરી રહ્યા ને.
ગરુડ પુરાણ, અગ્નિપુરાણ, કઠોબનિષદ સહિત નારણ પુરાણમાં પણ જણાવવામાં આવેલ છે કે નર્કના ૩૬ પ્રકાર છે. જેમાં પાપ કર્મો અનુસાર જીવને મોકલવામાં આવે છે. મનુષ્ય ઘણી વખત જ જાણતા અજાણતામાં એવા કર્મ કરી બેસે છે, જેનાથી તે નરકનો ભાગીદાર બની જાય છે. તો ચાલો આવા કર્મો વિશે જાણીએ.
પુરાણોમાં જણાવવામાં આવેલ છે કે ધરતી પર જેણે પણ જન્મ લીધો છે તેને ઈશ્વર દ્વારા આપવામાં આવેલા જીવનકાળને સુખ અને દુઃખ ભોગવીને જીવવું જોઈએ. જે લોકો જીવનથી હારીને આત્મહત્યા કરી લેતા હોય છે તેમનો કષ્ટ મૃત્યુ બાદ પણ ખતમ થતું નથી. આવા લોકો ઘણા નર્કમાં જઈને કષ્ટ મેળવે છે અને બીજો જન્મ મળ્યા બાદ પણ તેમણે ફરીથી પોતાના પુર્વ જન્મના કર્મોનું બચેલું ફળ ભોગવવું પડે છે. એટલા માટે આત્મહત્યાને પાપ કહેવામાં આવે છે, જે નરક તરફ લઈ જાય છે.
જે વ્યક્તિનું પોતાની જીભ ઉપર નિયંત્રણ નથી રહેતું અને જીવનસાથી બાળકો મહેમાન અને ભુખ્યા વ્યક્તિને ખવડાવ્યા વગર ભોજન કરી લેતો હોય છે. આવા લોભી અને સ્વાર્થી વ્યક્તિએ પણ નર્કમાં જઈને કષ્ટ ભોગવવું પડે છે.
અદાલતમાં લાલચ તથા દ્વેષ ને કારણે ખોટી ગવાહી આપવા વાળા વ્યક્તિ માટે પણ યમરાજે નર્કમાં મોકલવાની વ્યવસ્થા કરેલી છે. તેમને યમરાજની અદાલતમાં ખુબ જ મોટો કઠોર દંડ આપવામાં આવે છે.
વૃદ્ધ તથા રોગી વ્યક્તિની સાથે જે લોકો દયાભાવ નથી રાખતા અને તેમને અપશબ્દ કહે છે આવા લોકોને યમરાજ નર્કમાં મોકલીને દંડ આપે છે. વડીલો તથા કમજોર લોકોની સહાયતા કરવા વાળા વ્યક્તિ ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને તેમના ઘણા અપરાધ પણ ક્ષમા કરી દેતા હોય છે.
પુરાણોમાં જણાવવામાં આવેલું છે કે વેદ ભગવાનના મુખમાંથી કહેવામાં આવેલા છે. વેદોનું અપમાન ઈશ્વરનું અપમાન માનવામાં આવે છે. જે વ્યક્તિ વેદો વિશે ખરાબ શબ્દો કહે છે તેમણે નર્કમાં ખુબ જ કઠોર દંડ ભોગવો પડે છે. વળી કુવો, તળાવ અથવા રસ્તો કાપીને તથા ખોદીને લોકોને કષ્ટ પહોચાડનાર વ્યક્તિએ પણ નર્કમાં જવું પડે છે.