આવી મુર્તિઓ પુજાઘરમાં ભુલથી પણ રાખવી જોઈએ નહીં, સહન કરવું પડશે સૌથી મોટું નુકસાન

હિન્દુ ધર્મમાં માનવા લોકો પોતાના ઘરમાં ઈષ્ટ દેવની આરાધના કરવા માટે એક નાનું પુજાઘર અવશ્ય બનાવે છે. ઘરના આ સ્થાનમાં સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તો પુજા પાઠ કરવા સારા માનવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ પુજા પાઠ નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે દરરોજ ધુપ દીવા પ્રજ્વલિત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવે છે કે દરરોજ પુજા પાઠ કરવા છતાં પણ ઘરનું વાતાવરણ નકારાત્મક રહેવા લાગે છે.

શું તમે જાણો છો કે ઘણી વખત મંદિરમાં ભગવાનની મુર્તિઓ રાખતા સમયે જો અમુક વાતો ઉપર ધ્યાન ન આપવામાં આવે તો તેના કારણે ઘરમાં સમસ્યાઓ અને કલેશ નો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પુજા ઘરને લઈને અમુક નિયમ જણાવે છે. આ નિયમોને ધ્યાનમાં રાખવા ખુબ જ આવશ્યક છે. તો ચાલો જાણીએ કે પુજા ઘરમાં ભગવાનની મુર્તિઓ રાખતા સમયે કઇ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે.

મંદિરમાં આ પ્રકારની ન રાખો ભગવાનની મુર્તિ

ઘરમાં કોઈપણ સ્થાન પર અથવા પુજા ઘરમાં ભગવાનની એવી મુર્તિ ક્યારેય પણ ન રાખવી જોઈએ, જેમાં તેમની પીઠના દર્શન થઈ રહ્યા હોય. માન્યતા છે કે પીઠ તરફથી ભગવાનના દર્શન કરવા શુભ માનવામાં આવતું નથી, તેનાથી દુર્ભાગ્ય આવે છે. ખાસ કરીને ભગવાન ગણેશની પ્રતિમાને તો આવી રીતે બિલકુલ પણ ન રાખવી જોઈએ, જેમાં મુર્તિ નો પાછલો ભાગ દેખાય રહ્યો હોય. માનવામાં આવે છે કે ભગવાન ગણેશની તરફ દરિદ્રતાનો વાસ હોય છે, તેનાથી ઘરમાં ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ભુલથી પણ ન રાખો ખંડિત મુર્તિ

વાસ્તુ શાસ્ત્ર કહે છે કે મંદિરમાં ભુલથી પણ ખંડિત મુર્તિ અથવા તસ્વીર રાખવી જોઇએ નહિં. ખંડિત મુર્તિ અથવા તસ્વીર હોવાથી પુજા કરતા સમયે આપણું ધ્યાન વારંવાર તે તરફ જાય છે અને આપણે પુજામાં ધ્યાન લગાવી શકતા નથી, જેના લીધે આપણને પુજાનો પુર્ણ ફળ મળી શકતું નથી.

આ મુદ્રામાં ન રાખવી ભગવાનની મુર્તિ

વાસ્તુ શાસ્ત્ર કહે છે કે ક્યારે પણ ઘરના મંદિરમાં દેવી દેવતાઓની એવી તસ્વીર અથવા મુર્તિ રાખવી જોઇએ નહિં જેમાં તેઓ ક્રોધિત મુદ્રામાં હોય. ઘરમાં હંમેશા ભગવાનની સૌમ્ય અને આશીર્વાદ વાળી મુદ્રાની મુર્તિઓ રાખવી જોઈએ. આ પ્રકારની મુર્તિઓ રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે.