આવી રીતે દ્રૌપદી પોતાના પાંચ પતિઓ સાથે પસાર કરતી હતી સમય, જાણો પાંડવો સાથે કેવા હતા સંબંધ

Posted by

મહાભારતના ગ્રંથ અનુસાર દ્રૌપદીના પાંચ પતિ હતા અને તે એવી પહેલી મહિલા હતી જેણે પાંચ વ્યક્તિ સાથે વિવાહ કર્યા હતા દ્રૌપદીના વિવાહની કથા અનુસાર દ્રૌપદી ને અર્જુને સ્વયંવર પ્રતિયોગિતામાં જીતેલી હતી. પરંતુ કંઈક એવું બન્યું કે દ્રૌપદીએ અર્જુન સિવાય ચાર ભાઈઓ સાથે પણ લગ્ન કરવા પડ્યા હતા.

દ્રોપદી ની કથા

સ્વયંવરમાં દ્રૌપદીને જીતી લીધા બાદ અર્જુન પોતાના ચાર ભાઈઓની સાથે દ્રૌપદીને લઈને પોતાની માં પાસે આવ્યા, તો તેમની માં એ દ્રૌપદીને પાંચ ભાઈઓમાં વહેંચવાનો આદેશ આપ્યો. હકીકતમાં પાંડવોની માતા કુંતીએ વિચાર્યું કે તેમના દીકરા દક્ષિણા લઈને આવ્યા છે અને દક્ષિણા પાંચ ભાઈઓમાં પરસ્પર વહેંચવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે દ્રૌપદી એ પાંચ પાંડવો સાથે વિવાહ કરવા પડ્યા હતા.

દ્રૌપદી પાંચ વ્યક્તિ સાથે વિવાહ કરવાના પક્ષમાં હતી નહીં. ત્યારે દ્રૌપદીને શ્રીકૃષ્ણજી એ તેની તપસ્યા વિશે જણાવ્યું હતું. કૃષ્ણજીએ જણાવ્યું હતું કે પાછલા જન્મમાં તમે સર્વગુણ સમ્પન્ન હતાં અને તેના લીધે તમને યોગ્ય વર મળી રહ્યો ન હતો. જેના કારણે તમે ભગવાન શંકરની તપસ્યા કરી અને શંકર ભગવાન પાસે તમે ભુલથી પાંચ વખત વર માંગી લીધા હતા, જેના કારણે તમને આ જન્મમાં પાંચ પતિ મળ્યા છે. શ્રીકૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલી આ વાતને જાણી લીધા બાદ દ્રૌપદી પાંડવો સાથે વિવાહ કરવા માટે રાજી થઇ ગઇ હતી.

વળી પાંચ પતિઓની સાથે દ્રોપદી કઈ રીતે રહે તેનો ઉકેલ શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપ્યો અને દ્રૌપદી ને કહ્યું કે તેઓ એક પાંડવ સાથે એક વર્ષનો સમય પસાર કરે. આ દરમિયાન તેમના કક્ષમાં અન્ય કોઈ પાંડવ પ્રવેશ કરે નહીં અને જો કોઈ પાંડવ તેમના કક્ષમાં પ્રવેશ કરે છે, તો તેને તુરંત એક વર્ષ માટે વનવાસમાં મોકલી દેવામાં આવે.

દરેક પાંડવો સાથે રહેતી હતી એક વર્ષ

શ્રી કૃષ્ણજી ની સલાહ માનીને દ્રૌપદી દરેક પાંડવોની સાથે એક વર્ષ રહેતી હતી. વળી ભગવાન શંકરે દ્રૌપદીને એવું વરદાન પણ આપ્યું હતું કે તેઓ દરરોજ કન્યા ભાવ એટલે કે કૌમાર્ય ને પ્રાપ્ત કરી લેશે, જેના કારણે પાંચ પતિઓ સાથે પત્ની ધર્મ નિભાવવામાં કોઈ પરેશાની થઈ નહીં.

અર્જુને જવું પડ્યું હતું વનવાસમાં

અર્જુનને દ્રૌપદીની સાથે એક વર્ષનો સમય પસાર કર્યો હતો અને ૧ વર્ષની સમય મર્યાદા ખતમ થયા બાદ દ્રૌપદી યુધિષ્ઠિરની સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ અર્જુન ભુલથી દ્રૌપદીનાં કક્ષમાં પોતાના તીર અને ધનુષ ભુલી ગયા હતા. આ દરમ્યાન એક બ્રાહ્મણે પોતાના પશુઓની રક્ષા માટે અર્જુન પાસે મદદ માંગવા માટે આવ્યા અને અર્જુન તીર-ધનુષ્ય લેવા માટે દ્રૌપદીના કક્ષમાં ચાલ્યા ગયા. આ દરમિયાન દ્રૌપદી યુધિષ્ઠિર સાથે હતી અને નિયમ તોડવાને લીધે અર્જુનને એક વર્ષ માટે રાજ્ય માંથી કાઢી મુકવામાં આવેલ.

પાંચ પુત્રોને આપ્યો જન્મ

દ્રૌપદીનાં કુલ પાંચ પુત્ર હતા અને તેમને દ્રૌપદીએ એક-એક વર્ષનાં અંતરાળમાં જન્મ આપ્યો હતો. દરેક પાંડવો પાસેથી દ્રૌપદીને એક પુત્ર થયો હતો. જો કે મહાભારતનાં યુદ્ધ દરમિયાન દ્રોપદીનાં પાંચ પુત્રોનું નિધન થઇ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *