આવી રીતે દ્રૌપદી પોતાના પાંચેય પતિ સાથે વિતાવતી હતી સમય, જાણો શું હતી તેમાં શરત

Posted by

મહાભારત ગ્રંથ અનુસાર દ્રૌપદીને પાંચ પતિ હતા અને આ એ પહેલી મહિલા હતી જેણે પાંચ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. દ્રૌપદીની વિવાહ કથા અનુસાર દ્રૌપદીને અર્જુને સ્વયંવરમાં પ્રતિયોગીતામાં જીતેલ હતી. પરંતુ કંઈક એવું થયું કે દ્રૌપદીએ અર્જુન સિવાયના ચારેય ભાઈઓ સાથે પણ લગ્ન કરવા પડ્યા.

દ્રૌપદીની કથા

સ્વયંવરમાં દ્રોપદીને જીત્યા પછી જ્યારે અર્જુન પોતાના ચારે ભાઈઓ સાથે દ્રોપદીને લઈને પોતાની માતા પાસે આવ્યા, ત્યારે તેમની માતાએ દ્રૌપદીને પાંચેય ભાઈઓમાં વહેંચવાનો આદેશ આપ્યો. વાસ્તવમાં પાંડવોની માતા કુંતીએ વિચાર્યું કે તેમના પુત્રો દક્ષિણા લઈને આવ્યા છે અને કુંતીએ દક્ષિણાને પાંચેય ભાઈઓ વચ્ચે વહેંચવાનો આદેશ આપી દીધો. જેના લીધે દ્રૌપદીએ પાંચે પાંડવો સાથે લગ્ન કરવા પડ્યા.

દ્રૌપદી પાંચ પાંડવો સાથે લગ્ન કરવા માટે પક્ષમાં ન હતી, ત્યારે દ્રૌપદીને કૃષ્ણજીએ તેમની તપસ્યા વિશે જણાવ્યું. કૃષ્ણે કહ્યું કે પાછળના જન્મમાં તો સર્વ ગુણ સમ્પન્ન હતી અને આ કારણને લીધે તને યોગ્ય વર ન મળી શક્યો. જેના લીધે તે ભગવાન શંકરની તપસ્યા કરી અને શંકર ભગવાન પાસે તે ભૂલથી પાંચ વરદાન માંગી લીધા. જેના લીધે તને આ જન્મમાં પાંચ પતિ મળ્યા છે. શ્રી કૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલી આ વાત જાણ્યા પછી દ્રૌપદી પાંચ પાંડવો સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા.

પાંચ પતિ સાથે દ્રૌપદી કઈ રીતે રહે તેનું સમાધાન પણ શ્રીકૃષ્ણે કહ્યું દ્રૌપદીને કહ્યું કે તે એક પાંડવ સાથે એક વર્ષનો પસાર કરશે. તે સમય દરમિયાન તેમના રૂમમાં કોઈ બીજો પાંડવ ના આવી શકે અને જો કોઈ પાંડવ તે રૂમમાં પ્રવેશ કરે છે તો તેને એક વર્ષનાં વનવાસમાં મોકલી દેવામાં આવશે.

દરેક પાંડવો સાથે રહેતી હતી એક વર્ષ

શ્રી કૃષ્ણની સલાહ માનીને દ્રૌપદી દરેક પાંડવો સાથે એક વર્ષ રહેતી હતી. વળી, શંકર ભગવાને દ્રૌપદીને વરદાન પણ આપ્યું હતું તે પ્રતિદિન કન્યા ભાવ એટલે કે કૌમાર્ય પ્રાપ્ત કરી લેશે. જેના લીધે પાંચ પતિ સાથે પત્ની ધર્મ નિભાવતા કોઈ સમસ્યા ના થઇ.

અર્જુનને જવું પડ્યું વનવાસ પર

અર્જુને દ્રોપદી સાથે એક વર્ષનો સમય પસાર કર્યો હતો. તે સમય પૂર્ણ થયા પછી દ્રોપદીએ યુધિષ્ઠિર સાથે સમય પસાર કરવાનું ચાલુ કર્યું. પરંતુ અર્જુન ભૂલથી દ્રોપદીના રૂમમાં પોતાનું તીર ધનુષ્ય ભૂલી ગયા હતા. તે દરમિયાન એક બ્રાહ્મણ પોતાના પશુઓની રક્ષા માટે અર્જુન પાસે મદદ માગવા માટે આવ્યા અને અર્જુન તીર ધનુષ્ય લેવા માટે દ્રૌપદીના રૂમમાં જતા રહ્યા. તે દરમિયાન દ્રૌપદી યુધિષ્ઠિર સાથે હતા, તેથી નિયમ તોડ્યો હોવાથી અર્જુનને એક વર્ષ માટે રાજ્ય છોડીને વનવાસમાં જવું પડ્યું હતું.

પાંચ પુત્રોને આપ્યો જન્મ

દ્રૌપદીના કુલ પાંચ પુત્રો હતા અને તેમને દ્રોપદીએ એક-એક વર્ષના અંતર માં જન્મ આપ્યો હતો. દરેક પાંડવ થી દ્રોપદીને એક પુત્ર થયો હતો. મહાભારત યુદ્ધ દરમિયાન દ્રૌપદીના પાંચેય પુત્રો મૃત્યુ પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *