આવી રીતે ક્યારેય પણ મંગલસૂત્ર પહેરવું જોઈએ નહીં, આખું ઘર બરબાદ થઈ જશે

હિન્દુ ધર્મમાં વિવાહ દરમિયાન ઘણા પ્રકારના રીતિરિવાજ નિભાવવામાં આવે છે. જેમાંથી એક છે વર નું વધુ ને મંગલસૂત્ર પહેરાવવું. હિન્દુ ધર્મમાં આ રિવાજ વગર લગ્ન અધુરા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળસૂત્રને મંગલકારક માનવામાં આવે છે. તેમાં લગાવવામાં આવેલું સોનુ બૃહસ્પતિ ગ્રહ ને મજબૂત કરે છે તથા બૃહસ્પતિ ખુશહાલ અને સુખી દાંપત્ય જીવનનાં કારક છે. પરણિત મહિલાઓ ભલે કોઈપણ ઘરેણાં ન પહેરે, પરંતુ મંગલસૂત્ર તેમણે હંમેશા પહેરવું જોઈએ. તેને સુહાગ ની નિશાની સમજવામાં આવે છે. જ્યાં સુધી સ્ત્રીનો પતિ તેની સાથે રહે છે અથવા તો જીવિત રહે છે ત્યાં સુધી તેને પોતાના ગળામાં મંગલસૂત્ર પહેરવું જોઈએ.

સિંદૂર અને મંગળસૂત્ર હિંદુ મહિલાઓ માટે સુહાગ ની નિશાની માનવામાં આવે છે. દરેક પરણિત મહિલા પોતાના સિંદૂર લગાવે છે અને ગળામાં મંગળસૂત્ર પહેરે છે. હિન્દુમાં એવો રિવાજ નક્કી કરવામાં આવેલ છે. શહેરોમાં ભલે મહિલાઓ તેનું સંપૂર્ણ રીતે પાલન ન કરતી હોય, પરંતુ આજે પણ ગામડા અને નાના વિસ્તારોમાં તમને પરિણીત મહિલાઓના સેથામાં લાંબુ સિંદૂર અને ગળામાં કાળા પીળા મોતીઓનું મંગળસૂત્ર જોવા મળશે.

પુરાણો તથા શાસ્ત્રોમાં સિંદૂર અને મંગળસૂત્ર સાથે જોડાયેલા ઘણા નિયમ તથા માન્યતાઓ છે. એક પ્રચલિત માન્યતા અનુસાર વિવાહિત મહિલા પોતાના સેંથામાં જેટલું લાંબુ સિંદૂર લગાવે છે તેના પતિની ઉંમર એટલી જ લાંબી થાય છે. સિંદૂર સિવાય મંગળસૂત્ર ની વાત કરવામાં આવે તો તે બંનેના વૈવાહિક જીવનને ખરાબ નજરથી બચાવીને રાખે છે. મંગળસૂત્રના કાળા મોતી બંનેની ખરાબ નજરથી રક્ષા કરે છે. તો ચાલો સિંદૂર અને મંગળસૂત્ર ના અમુક ખાસ નિયમો વિશે તમને જાણકારી આપીએ.

શાસ્ત્રોમાં સિંદૂર સાથે જોડાયેલા નિયમ

શાસ્ત્રો અનુસાર એક વિવાહિક મહિલાએ ક્યારેય પણ કોઈ બીજી વિવાહિક મહિલાનું સિંદુર સેથામાં લગાવવું જોઈએ નહીં અને પોતાનો સિંદુર અન્ય કોઈ મહિલાને ઉપયોગ માટે આપવું જોઈએ નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવાથી વૈવાહિક જીવનમાં તણાવ ઉત્પન્ન થાય છે.

જો સિંદૂર લગાવતા સમયે તે નાક ઉપર પડી જાય તો તેને ક્યારેય પણ લુંછવું જોઈએ નહીં. આવું કરવું અપશુકન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સિંદૂરને પતિની આયુષ્ય સાથે જોડવામાં આવે છે. તેની સાથે કરવામાં આવેલ કોઈ પણ નકારાત્મક કાર્ય પતિને નુકસાન પહોંચાડવા સમાન માનવામાં આવે છે.

મંગળસૂત્ર કોનું પ્રતીક છે

મંગળસૂત્રમાં સોનાનાં (પીળા) અને કાળા રંગના મોતી લાગેલા હોય છે. સોના ને માં પાર્વતી અને કાળા મોતીને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. જેના લીધે ક્યારેય પણ મંગળસૂત્રને ગળામાંથી ઉતારવું જોઈએ નહીં. જો કોઈ પરણિત સ્ત્રી મંગળસૂત્રને પહેરે છે તો તેનાથી તેનો દાંપત્ય જીવન સફળ થાય છે. કાળા મોતી શનિ, રાહુ અને કેતુની સાથો સાથ મંગળ ગ્રહના કુપ્રભાવને વિભાહિત દંપતિથી દૂર રાખે છે.

શાસ્ત્રોમાં મંગળસૂત્ર સાથે જોડાયેલા નિયમ

મંગળસૂત્રમાં હંમેશા કાળા અને પીળા બંને મોતી હોવા જોઈએ. આજકાલ ફેશનને લીધે મહિલાઓ અલગ અલગ ડિઝાઇનનું મંગલસૂત્ર બનાવે છે, પરંતુ ડિઝાઇન ગમે તેવી હોય આ મંગળસૂત્ર કાળા અને પીળા મોતી માંથી બનેલું જ હોવું જોઈએ. આ મોતી વૈવાહિક જીવનની રક્ષા નું પ્રતીક માનવામાં આવે છે.

એક પરિણીત મહિલાએ પોતાનું મંગળસૂત્ર ક્યારેય પણ ઉતારવું જોઈએ નહીં તથા અન્ય કોઈ મહિલાને પોતાનું મંગળસૂત્ર પહેરવા માટે આપવું જોઈએ નહીં અને બીજી કોઈ મહિલાનું મંગલસૂત્ર પોતે પહેરવું જોઈએ નહીં. આવું કોઈ પણ કાર્ય કરવું અપશુકન માનવામાં આવે છે. જ્યારે લગ્ન બાદ કોઈ સ્ત્રી મંગલસૂત્ર પહેરે છે તો તેને બાદમાં તેને ક્યારેય પણ ઉતારવું જોઈએ નહીં. પરંતુ જો કોઈ સ્થિતિ અથવા મજબૂરીને લીધે ઉતારવું પડે તો પોતાના ગળામાં કાળો દોરો જરૂરથી બાંધી લેવો જોઈએ.

ખંડિત મંગલસૂત્ર પહેરવું નહીં

જો મંગલસૂત્રના મોતી તૂટી રહેલ હોય, મંગળસૂત્રના લોકેટની ડિઝાઇન ખરાબ થઈ ગયેલ હોય તો તેને બદલાવી લેવી જોઈએ. ઘણી મહિલાઓ વર્ષો સુધી એક જ મંગલસૂત્ર પહેરી રાખે છે. જો તે કોઈ જગ્યાથી તૂટી રહ્યું હોય તો ધ્યાન આપતી નથી. પરંતુ આવું બિલકુલ પણ કરવું જોઈએ નહીં. સમય રહેતા નવું અને વ્યવસ્થિત મંગલસૂત્ર પહેરવું જોઈએ.

મંગલસૂત્ર નું પોલીશ જો કોઈ જગ્યાએથી ખરાબ થઈ રહ્યું હોય તો તેને ફરીથી કરાવી લેવું જોઈએ અથવા તો તમારે નવું મંગળસૂત્ર બનાવી લેવું જોઈએ. જૂનું મંગલસૂત્ર જો તમે ઉતારો તો તેને ધ્યાનથી કોઈ જગ્યા પર રાખી દેવું જોઈએ અથવા તો વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ. કચરાપેટીમાં ફેંકીને મંગળસૂત્રનો અનાદર કરવો જોઈએ નહીં.