આવી રીતે મજબુરીમાં થયો હતો “મેગી” નો જન્મ, આખા વર્ષમાં કમાય છે આટલા કરોડ રૂપિયા

૨ મિનિટમાં બનીને ઝટપટ તૈયાર થઈ જતી મેગી થી આજે લગભગ દરેક લોકો વાકેફ છે. નાના બાળકોથી લઇને વડીલો સુધી આજે દરેક વ્યક્તિ તેના દિવાના છે. જોકે તે વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે તેનો જન્મ ક્યારે થયો હતો? ફક્ત ૨ મિનિટમાં બનીને તૈયાર થઈ જતા નુડલ્સને “મેગી” નામ કોણે આપ્યું? તમામ વિવાદો બાદ પણ તેની ઉપર પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો નહીં? આખરે કેવી રીતે આજે પણ મેગી કરોડ લોકોની પસંદગી બનેલી છે? ચાલો જાણીએ મેગીની પાછળની સમગ્ર કહાની.

મજબૂરીમાં પડ્યું હતું Maggi નું નામ

સ્વિટ્ઝર્લેન્ડ માં રહેતા જુલિયસ મેગી એ વર્ષ ૧૮૭૨માં પોતાના નામ ઉપરથી કંપનીનું નામ મેગી રાખ્યું હતું. જાણકારો જણાવે છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં તે ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિનો સમય હતો. તે સમયે મહિલાઓને લાંબા સમય સુધી ફેક્ટરીઓમાં કામ કર્યા બાદ ઘરે જઈને ઓછા સમયમાં ભોજન બનાવવાનું હતું. આવા મુશ્કેલભર્યા સમયમાં પબ્લિક વેલફેરે સોસાયટી જુલિયસ મેગીની મદદ લીધી હતી અને આ રીતે મેગીનો જન્મ મજબૂરીમાં થયો હતો. આ દરમિયાન જુલિયસે પ્રોડક્ટનું નામ પોતાના સરનેમ ઉપર રાખી દીધું હતું. વળી તેમનું આખું નામ જુલિયસ માઇકલ જોહાનસ મેગી હતું. ૧૮૯૭માં સૌથી પહેલાં જર્મનીમાં મેગી નૂડલ્સ રજૂ કરવામાં આવી હતી.

નેસ્લે ઘર-ઘર પહોચાડી મેગી

શરૂઆતમાં જુલિયસ મેગીએ પ્રોટીનથી ભરપૂર ભોજન અને રેડીમેડ સૂપ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. આ કામમાં તેમના ફિઝિશિયન મિત્ર ફ્રીડોલીન શુલરે ખૂબ જ મદદ કરી હતી. પરંતુ બે મિનિટમાં બનવાવાળી મેગી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. વર્ષ ૧૯૮૨ સુધી અમેરિકા અને ફ્રાન્સ જેવા ઘણા દેશોમાં લોકોને ખૂબ જ પસંદ આવવા લાગી હતી, પરંતુ તે વર્ષે જુલિયસ મેગીનું નિધન થઈ ગયું. તેમના મોતની અસર મેગી ઉપર પણ પડી અને લાંબા સમય સુધી તેમનો કારોબાર ધીરે ધીરે ચાલતો રહ્યો. પછી વર્ષ ૧૯૪૭માં નેસ્લેએ મેગીને ખરીદી લીધી અને તેની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરીને મેગીને દરેક ઘરનાં રસોડા સુધી પહોંચાડી દીધી.

આવી રીતે ૩૭ વર્ષ પહેલાં ભારત આવી હતી મેગી

વર્ષ ૧૯૪૭માં મેગી સ્વિટ્ઝર્લેન્ડની કંપની નેસ્લે માં ભળી ગઇ હતી. ત્યારબાદ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ ૧૯૮૪માં ભારત લઈને આવ્યા હતા. તે સમયે કોઈએ પણ વિચાર્યું ન હતું કે મેગી કરોડો લોકોની પસંદ બની જશે, પરંતુ તે શક્ય બની ગયું. મિનિટોમાં બનતી પ્રોડક્ટ બધા લોકોને પસંદ આવી ગઈ.

એડવર્ટાઇઝમેન્ટ પર ખર્ચ થાય છે આટલા કરોડ

મહત્વપૂર્ણ છે કે નેસ્લે ઇન્ડિયા એડવર્ટાઇઝમેન્ટ પર અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે, જેમાંથી મેગીનો હિસ્સો સૌથી વધારે છે. ભારતનાં મોસ્ટ વેલ્યુએડેડ બ્રાન્ડ માંથી એક મેગી હકીકતમાં સ્વિટ્ઝરલેન્ડની મશહૂર કંપની નેસ્લેની સહયોગી બ્રાન્ડ છે પરંતુ મોટાભાગનાં લોકો નેસ્લે ને ઓછી અને મેગીને મૂળ બ્રાન્ડ સમજે છે.

આવી રીતે મેગીએ ભારતીય માર્કેટ પર જમાવ્યો કબજો

૮૦નાં દશકમાં પહેલી વખત નેસ્લેએ મેગીના બ્રાન્ડ અંતર્ગત નૂડલ્સ લોન્ચ કર્યા હતા, જે શહેરી લોકો માટે નાસ્તાનો સૌથી સારો વિકલ્પ બની ચૂક્યા હતા. ભારતમાં કંપનીએ નુડલ્સની સાથે બજારમાં પગલાં રાખ્યા હતા. જોકે અહીંયા અન્ય દેશોની જેવો ચમત્કાર જોવા મળ્યો નહીં, પરંતુ સમયની સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવવા લાગ્યો અને ૧૯૯૯ બાદ ૨ મિનિટમાં તૈયાર થવા વાળી મેગી દરેક કિચનની જરૂરિયાત બનવા લાગી.

૧૦૦૦ કરોડનાં વાર્ષિક વેચાણનું બજાર

મેગી બ્રાન્ડ અંતર્ગત નેસ્લે અન્ય બીજા પ્રોડક્ટ પણ લોન્ચ કર્યા, જેમાં સૂપ, મસાલા, મેગી કપ્પા મેનિયા ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવી પ્રોડક્ટ છે. ભારતમાં મેગીનાં ૯૦% પ્રોડક્ટ ખાસ કરીને ભારતની વિવિધતાઓ ભરેલી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અને તે બાકીની દુનિયામાં મળતા નથી. ભારતમાં નેસ્લે સમૂહને કુલ નફામાં મેગી બ્રાન્ડની અંદાજે ૨૫ ટકા ભાગીદારી થઇ ચૂકી છે અને વાર્ષિક આંકડા ૧,૦૦૦ કરોડ રૂપિયા થી વધારે પહોંચી ચૂક્યા છે. હવે આ બજારમાં અડધો ડઝન નવા બ્રાન્ડ આવી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગનાં રિટેલ ચેનનાં પોતાના બ્રાન્ડ છે.