આવી સ્ત્રીઓથી હંમેશા બચીને રહેવામાં જ ભલાઈ છે, નહિતર સહન કરવું પડશે ઘોર અપમાન

Posted by

આચાર્ય ચાણક્ય એ પોતાના નીતિ શાસ્ત્રમાં જીવનના વિભિન્ન પાસાઓ વિશે મહત્વપુર્ણ જાણકારી આપી છે. ચાણક્યની આ નીતિઓ ઉપર ચાલીને તમે જીવનમાં આવનારી બધી સમસ્યાઓથી બચી શકો છો તથા એક સુખી તથા સન્માનજનક જીવન પસાર કરી શકો છો. ચાણક્ય એ નીતિ શાસ્ત્રમાં સ્ત્રીઓ વિશે ઘણી મહત્વપુર્ણ વાતો જણાવેલી છે. નીતિશાસ્ત્રમાં અમુક એવી મહિલાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી કોઈપણ વ્યક્તિએ હંમેશા દુર રહેવું જોઈએ, નહીંતર તમે પરેશાનીમાં ફસાઈ શકો છો અને તમારે અપમાનનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે તે સ્ત્રીઓ કઈ છે, જેનાથી હંમેશા અંતર જાળવીને રાખવું જોઈએ.

Advertisement

દુષ્ટ સ્વભાવની સ્ત્રીઓ

ચાણક્ય અનુસાર દુષ્ટ સ્વભાવ વાળી સ્ત્રીઓથી હંમેશા દુર રહેવું જોઈએ. આવી સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે સમય આવવા પર તમને અપમાનિત કરવાની સાથોસાથ તમારું નુકસાન કરવાથી પણ પાછળ હટતી નથી, આવી સ્ત્રીઓ તમારો સર્વનાશ કરી શકે છે. એટલા માટે ક્યારેય પણ આવી સ્ત્રીઓની સાથે રહેવું જોઈએ નહીં, નહીંતર તમારે શારીરિક હાનિ ની સાથો સાથ માન સન્માનની હાનિ પણ સહન કરવી પડી શકે છે.

કુસંસ્કારી સ્ત્રી

ચાણક્ય અનુસાર જે સ્ત્રી સંસ્કારી ન હોય તેનાથી હંમેશા દુર રહેવું જોઈએ. શરીરની સુંદરતા થોડો સમય માટે હોય છે, પરંતુ મનની સુંદરતા જીવન પર્યંત જળવાઈ રહે છે. એટલા માટે જો કોઈ સ્ત્રી શરીરથી સુંદર નથી, પરંતુ તે સુશીલ અને સંસ્કારી છે તો આવી સ્ત્રીઓની સાથે સંબંધ રાખવામાં વ્યક્તિને હંમેશા પોતાના જીવનમાં માન સન્માન પ્રાપ્ત થાય છે. પરંતુ ખુબ સંસ્કારી સ્ત્રીની સાથે કોઈપણ પ્રકારના સંબંધ રાખવાથી તમારે માનહાનિ નો સામનો કરવો પડી શકે છે.

ચરિત્રહિન સ્ત્રી

જે સ્ત્રી એકથી વધારે પુરુષો સાથે સંબંધ ધરાવે છે અથવા જેને સમાજમાં વૈશ્યા માનવામાં આવે છે. આવી સ્ત્રી થી હંમેશાં દુર રહેવામાં જ ભલાઈ છે. આવી સ્ત્રીના ઘરનું ભોજન કરવું પણ પાપની શ્રેણીમાં આવે છે. ધુમ્રપાન અને મદિરાપાન કરનાર તથા ખરાબ કર્મમાં લિપ્ત રહેવાવાળી સ્ત્રીથી હંમેશા દુર રહેવું જોઈએ. આવી સ્ત્રીને કારણે તમને સમાજમાં માનહાનિનો સામનો કરવો પડે છે. તે સિવાય તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો, એટલા માટે આવી સ્ત્રીઓને જોતાની સાથે જ ત્યાંથી દુર થઈ જવું જોઈએ, નહીંતર તમારે કોર્ટ કચેરીના ચક્કર પણ કાપવા પડી શકે છે.

સ્વાર્થી અને લાચુ સ્ત્રી

જે સ્ત્રી સ્વાર્થી હોય છે અથવા જેના મનમાં લાલચ ભરેલી હોય છે, તેમનાથી હંમેશા દુર રહેવામાં જ ભરાય છે. આવી સ્ત્રી પોતાની લાલચ અને સ્વાર્થ ને લીધે તમારી સાથે જોડાઈ રહે છે અને પોતાનો મતલબ પુરો થયા બાદ તમને છોડીને ચાલી જાય છે. જો વ્યક્તિ આવી મહિલાઓ સાથે સંબંધ રાખે છે, તો આવી સ્ત્રીઓ તે વ્યક્તિને પોતાના પતન તરફ લઈ જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.