આવો અનર્થ ક્યારેય કરતાં નહીં, તવા ઉપર આ ૧ ચીજ ક્યારેય બનતા નહીં, ભયંકર ગરીબી આવે છે

આપણા જીવનમાં સમસ્યા તો આવતી રહે છે પરંતુ ઘણી વખત આ સમસ્યાઓ એટલી વધી જાય છે કે વ્યક્તિને તણાવ થવા લાગે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ નું કારણ ઘરમાં કામ કરતા સમયે જાણતા અજાણતા કરવામાં આવેલી ભુલો હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તવો અને કડાઈ નો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે. જો રસોડામાં કામ કરતા સમયે તવો અને કડાઈનો ઉપયોગ સાવધાનીપુર્વક ન કરવામાં આવે તો ઘણા બધા પ્રકારની પરેશાની ઉત્પન્ન થઈ શકે છે. જો તવા અને કડાઈને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો ઘણી પરેશાનીઓમાંથી બચી શકાય છે.

તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા જીવનમાં રહેલા મોટાભાગના ટેન્શનનું કારણ તમારા રસોડામાં રહેલ તવો અને કડાઈ પણ હોઈ શકે છે. તેને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તેનો ઉપયોગ સાવધાનીપુર્વક કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તવો અને કડાઈ નો ઉપયોગ કરવાના અમુક નિયમ જણાવવામાં આવેલ છે. જો તેને ધ્યાનમાં રાખવામાં આવે તો જીવનમાંથી ઘણા બધા ટેન્શન દુર થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તવો અને કડાઇ ગ્રહોનું પ્રતિક હોય છે. એટલા માટે તેનો ઉપયોગ સાવધાનીપુર્વક કરવો જોઈએ. એટલા માટે ક્યારેય પણ રોટલી બનાવ્યા બાદ તવો અને શાક બનાવ્યા બાદ કડાઈને છોડી દેવી જોઈએ નહીં, નહીંતર તેના દુષ્પરિણામ સહન કરવા પડે છે. તેના કારણે ઘરના મુખ્ય વ્યક્તિ અથવા પતિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. એટલા માટે ધ્યાન રાખવું કે જ્યારે પણ તવા અથવા કડાઈનો ઉપયોગ કરો તો તેને યોગ્ય રીતે સાફ કર્યા બાદ સુકવીને રાખવું જોઈએ.

તવા ઉપર આપણે અનેક પ્રકારના પકવાન બનાવીએ છીએ, તેમાંથી મુખ્ય રૂપથી રોટલી છે. તવા ઉપર રોટલી વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે, પરંતુ એવા હોય છે જે જાણતા અજાણતામાં થવા ઉપર પાણીને ગરમ કરે છે અથવા તો તવા ઉપર પાણીનો છંટકાવ કરે છે. માનવામાં આવે છે આવું કરનાર મહિલા તથા તેના ઘરના સદસ્યો ઉપર ઘોર સંકટ આવે છે. તેવામાં આવી મહિલાનું વૈવાહિક જીવન બરબાદ થઈ જાય છે અને તેના લીધે તે મહિલાના પરિવાર ઉપર મોટું સંકટ ઉભું થાય છે. આવી મહિલા ના ઘર ઉપર શનિદેવ પણ પોતાની કુદ્રષ્ટિ નાખે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભુલથી પણ રસોડામાં રાત્રિના સમયે બેઝિનમાં તવો અને કડાઈ રાખવા જોઈએ નહીં, નહિતર રાહુનો પ્રકોપ સહન કરવો પડે છે. તેના લીધે ઘરના મુખ્ય વ્યક્તિ અથવા બાળકો નશાની લતમાં પડી શકે છે અથવા તો તેઓ કોઇ ખોટી આદતના શિકાર બની શકે છે. તેવામાં જરૂરી છે કે રાત્રે ક્યારેય પણ તવો અને કડાઈ બેઝિનમાં રાખવા નહીં, પરંતુ તેને ધોઈ અને સુકવીને રાખવા જોઈએ. તે સિવાય જ્યારે સવારે પહેલી વખત તવાને ગેસ ઉપર રાખો તો તેની ઉપર મીઠું નાખી દેવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરનો વાસ્તુદોષ દુર થાય છે. પરંતુ ધ્યાન રાખો કે મીઠું સાદું હોવું જોઈએ. તેમાં મરચું અથવા હળદર ઉમેરેલી હોવી જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તવા ઉપર સૌથી પહેલા જે રોટલી બનાવો તેને ગાય અથવા કુતરાને આપવી જોઈએ. ધ્યાન રાખવું કે પહેલી રોટલી ગાય અથવા તો કુતરા માટે હોવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘર પરિવારના સદસ્યોના જીવનમાં ક્યારેય પણ પરેશાની આવતી નથી. સાથોસાથ ઘરની નેગેટિવિટી પણ દુર રહે છે. તે સિવાય આવું નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ધ્યાન રાખો કે તવો અને કડાઈ એવી જગ્યા પર રાખો, જ્યાં બહારના કોઈ વ્યક્તિની નજર પડે નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તવો અને કડાઈને ક્યારેય પણ ઉલટા રાખવા જોઈએ નહીં. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથોસાથ ધન સંબંધિત પરેશાનીઓ પણ વધવા લાગે છે. તે સિવાય ધ્યાન રાખવું કે તવો અને કડાઈ જે જગ્યાએ ભોજન બનાવવામાં આવે છે, તેની જમણી તરફ રાખવું જોઈએ. તવો અને કડાઈ ને ક્યારેય પણ ગેસ ઉપર છોડવા જોઈએ નહીં. જ્યારે તેનું કામ ખતમ થઈ જાય તો તેને ઉતારીને રાખી દેવા જોઈએ. તવા અને કડાઈને ક્યારેય પણ ધારવાળી ચીજોથી ઘસવા જોઈએ નહીં.