આવો પતિ દરેક સ્ત્રીને મળવો જોઈએ, પોતાની પત્નીનાં ઈલાજ માટે પોતાની MBBS ની ડિગ્રી ગીરવે મુકી દીધી અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પત્નીને મોતનાં મુખ માંથી બહાર લાવ્યો

પતિ-પત્નીનો સંબંધ સાત જન્મોનો સંબંધ હોય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે યુવક યુવતી વિવાહના બંધનમાં બંધાઈ જાય છે, તો ત્યારબાદ બંને એકબીજાની ખુશી નું ધ્યાન રાખે છે. લગ્ન બાદ પોતાના માટે જીવવામાં આવતું નથી, પરંતુ એકબીજા માટે જીવવાનું હોય છે. પરંતુ દાંપત્ય જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ જાય છે, જે ખુબ જ દુઃખદ હોય છે.

આજે અમે તમને અમારા આર્ટીકલનાં માધ્યમથી એક એવા મામલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે ખુબ જ ભાવુક બની જશો. હકીકતમાં આ મામલો રાજસ્થાન સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે ૧.૨૫ કરોડ રૂપિયા ખર્ચ કરીને પોતાની પત્નીને મોતના મોઢામાંથી બહાર કાઢી લાવેલ છે. ડોક્ટરે પોતાની પત્નીના ઇલાજમાં બધી જ મરણમુડી લગાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ તેણે ૭૦ લાખ રૂપિયાની લોન માટે પોતાની MBBSની ડિગ્રી પણ ગીરવી રાખી દીધી હતી.

કોરોના પોઝિટિવ થયા બાદ બગડતી ગઈ તબિયત

હકીકતમાં આજે અમે તમને જે ડોક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ ડોક્ટર સુરેશ ચૌધરી છે, જે રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં ગામ ખેરવા નાં પીએચસીમાં પોસ્ટેડ છે. ડોક્ટર સુરેશ ચૌધરી ના લગ્ન ૨૫ એપ્રિલ, ૨૦૧૨ ના રોજ અનીતા ચૌધરી સાથે થયા હતા. વર્ષ ૨૦૧૩માં જોધપુર થી તેમણે MBBS પુર્ણ કરેલ. લગ્ન બાદ ૪ જુલાઇ, ૨૦૧૬નાં રોજ બંને એક દીકરાના માતા-પિતા બન્યાં. જેનું નામ કુંજ ચૌધરી છે. ડૉક્ટરની પત્ની હાઉસ વાઈફ છે અને તેણે M.A. કરેલું છે.

ડોક્ટર સુરેશ ચૌધરી ની પત્ની અનીતા ચૌધરી ૧૩ મે, ૨૦૨૧નાં રોજ કોરોના પોઝિટીવ થઇ ગઇ હતી. કોરોનાને કારણે સતત તેના સ્વાસ્થ્યમાં નરમાઈ આવતી જતી હતી. દરરોજ તેની તબિયત બગડતી જઈ રહી હતી, જેને લઇને ડોક્ટર પતિ ખુબ જ વધારે ચિંતિત બની ગયા હતા.

જ્યારે ડોક્ટર સુરેશ ચૌધરી ની પત્ની અનીતા ચૌધરી સતત તબિયત બગડતી ગઈ તો તેને સૌથી પહેલા પોતાની પત્નીને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ તેને ત્યાં બેડ મળે નહીં ત્યારબાદ ૧૪ મે નાં રોજ જોધપુર એમ્સમાં તેમણે પોતાની પત્ની અનીતા ને દાખલ કરાવી હતી.

તબિયતમાં સુધારો નહીં થતા જોધપુર થી અમદાવાદ આવ્યા

જ્યારે અનિતાને જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવેલ તો ત્યાં તેનો ઈલાજ થયો, પરંતુ ઉપચાર કરવા છતાં પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો નહીં. તેને વેન્ટીલેટર ઉપર લેવી પડી. કારણ કે ફેફસા ૯૫ ટકા સુધી ખરાબ થઈ ચુક્યા હતા. આવી સ્થિતિમાં ડોક્ટર સુરેશ ચૌધરીએ પોતાની પત્ની અનીતા ને ૧ જુન, ૨૦૨૧નાં રોજ અમદાવાદના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ.

વજન ૫૦ કિલો માંથી 30 કિલો થઈ ગયું

જ્યારે તેણે પોતાની પત્ની અનીતા ને અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ તો ત્યાંના ડોક્ટરોએ અનિતાને ઇસીએમઓ મશીન પર લીધેલ. કારણ કે તેનું વજન ૫૦ કિલો માંથી કાઢીને 30 કિલો થઇ ગયું હતું અને શરીરમાં ફક્ત દોઢ યુનિટ લોહી હતું. ઇસીએમઓ મશીનનાં માધ્યમથી હાર્ટ અને ફેફસા બહારથી ઓપરેટ થાય છે. ત્યાંનો દરરોજનો ખર્ચ ૧ લાખ રૂપિયાથી વધારે આવતો હતો. સુરેશ ચૌધરી કરજનાં બોજ હેઠળ દબાઇ રહ્યા હતા. પરંતુ તેમનું એક જ લક્ષ્ય હતું, કોઈપણ રીતે પોતાની પત્નીનો જીવ બચાવવાનું.

આખરે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અનિતાને ૮૭ દિવસ સુધી ઇસીએમઓ મશીન પર રાખવામાં આવેલ, ત્યારબાદ તેના ફેફસામાં સુધાર જોવામાં આવેલ અને તે ફરીથી બોલવા લાગી. થોડા દિવસો બાદ તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો. ત્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. હવે તેની તબિયત સારી છે અને તેનું એવું કહેવું છે કે તેને બીજો જન્મ પતિ ને લીધે મળેલ છે.

પત્નીનાં ઈલાજ માટે આવી રીતે ૧.૨૫ કરોડ રૂપિયા એકઠા કર્યા

ડોક્ટર સુરેશ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે ૭૦ લાખ રૂપિયા MBBSની ડિગ્રી ગીરવે રાખીને બેંકમાંથી લોન લીધી. ૧૦ લાખ રૂપિયા તેમણે પોતાની બચતમાંથી ખર્ચ કર્યા. પૈસા ઓછા પડ્યા તો ૨૦ લાખ સાથીઓ તથા સ્ટાફ દ્વારા અભિયાન ચલાવીને તેને આપવામાં આવેલ. ૧૫ લાખ રૂપિયામાં ગામડામાં રહેલો પોતાનો પ્લોટ વેચી દીધો. બાકીની રકમ તેમણે સંબંધીઓ પાસેથી ઉછીની લીધી હતી.