શ્રીકૃષ્ણ કહે છે કે આવો વ્યક્તિ સૌથી મોટો જુઠ્ઠો અને પાપી હોય છે, તેની પાસે ક્યારેય માં લક્ષ્મી આવતા નથી

ધર્મશાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે અને જણાવે છે કે તે ચંચળ સ્વભાવના હોય છે. આવું એટલા માટે કારણ કે તે હંમેશાં કોઈની પાસે ટકતા નથી. જેની ઉપર માં  લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ થાય છે, તેના જીવનમાં ક્યારેય પણ કોઈ ચીજની કમી રહેતી નથી. માં લક્ષ્મીના આશીર્વાદ ભિખારીને પણ રાજા બનાવી દેતા હોય છે અને જેનાથી રિસાઈ જાય તેને ભિખારી બનાવી દેતા હોય છે.

જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જેને કરવાથી માં લક્ષ્મી હંમેશા માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ કે જાણતા-અજાણતા માં આપણે એવી ઘણી ભુલો કરી બેસીએ છીએ, જેનાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો ચાલો તે ભુલો વિષે જાણીએ અને ધ્યાન રાખીએ જેનાથી માં લક્ષ્મી આપણું ઘર છોડીને ન જાય.

ઘણા બધા લોકો ઘરમાં એઠા વાસણ ફેલાવીને રાખે છે. મોટાભાગના લોકો રાતના સમયે એઠા વાસણ રાખી દેતા હોય છે અને સવારે તેને ધોવે છે. જે શાસ્ત્રો અનુસાર બિલકુલ પણ યોગ્ય નથી. ઘરમાં એઠા વાસણ ક્યારેય પણ રાખવા જોઇએ નહીં. તેનાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે અને વધારે દિવસ સુધી ઘરમાં રહેતા નથી. એટલા માટે ઘરમાં હંમેશા સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ, જેનાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાનાં અધિષ્ઠિત દેવતા કુબેર અને ધનની દેવી માતા લક્ષ્મી છે, જે ધન અને સમૃદ્ધિના કારક છે. આ સ્થાનને માતૃ સ્થાન પણ કહેવામાં આવે છે. એટલા માટે આ સ્થાનમાં કચરો અથવા નકામો સામાન રાખવો જોઈએ નહીં. આ દિશાને હંમેશા ચોખ્ખી રાખવી જોઈએ, તેનાથી ધનલાભ થાય છે. ઘરનો આ હિસ્સો હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરેલો રહે છે. જો આ સ્થાન ઉપર નકામી ચીજો રાખશો તો માં લક્ષ્મી અને કુબેર દેવતા નારાજ થઈ જાય છે. આ સ્થાનને ખાલી રાખવું અથવા તો કાચી ભુમિ છોડવું ધન અને સમૃદ્ધિનું કારક છે.

રસોઈ ગેસ પર ખાલી અને એઠા વાસણ રાખવા જોઇએ નહીં. હંમેશા ચુલાને ચોખ્ખો રાખવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ સાથે સમૃદ્ધિ આવે છે અને સમાજમાં સન્માન મળે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ચુલા ઉપર ખાલી વાસણ રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. આવા લોકોના ઘરમાં ક્યારેય પણ બરકત રહેતી નથી. રસોડું મંદિર બાદ સૌથી પવિત્ર જગ્યા હોય છે અને તેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે.

જો તમે સુર્યાસ્ત બાદ ઘરમાં કચરા પોતું કરો છો તો તે દુર્ભાગ્યનું સુચક માનવામાં આવે છે. સાવરણી માં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને સુર્યાસ્તના સમયે ઘરમાં કચરા-પોતા કરવાથી માતાજી નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે. જો કોઈ કારણ ને લીધે કચરા પોતું કરવું પડે તો ઘરની ગંદકીને ઘરમાં જ રાખવી જોઇએ. તેને સવારની સાફ-સફાઈની સાથે ફેંકી દેવી જોઈએ.

એક હાથથી ચંદન ક્યારેય પણ ઘસવું જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનની તંગીનો સામનો કરવો પડે છે. તેની સાથે જ ચંદન ઘસી લીધા બાદ સીધુ ભગવાને લગાવવું જોઈએ નહીં. ચંદનને પહેલાં કોઈ વાસણમાં રાખવું અને ત્યારબાદ દેવી-દેવતાઓને લગાવવું જોઈએ.

શાસ્ત્રોમાં જણાવેલ છે કે ફક્ત માતા લક્ષ્મીની પુજા કરવી નહીં, પરંતુ સાથે ભગવાન વિષ્ણુની પુજા કરો એટલા માટે જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. એકલા માતા લક્ષ્મીની પુજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થતી નથી. એટલા માટે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુને પણ પુજા કરવી જોઈએ.

શાસ્ત્રો તથા પુરાણોમાં સુવા માટે સમય નિર્ધારિત કરવામાં આવે છે. સુર્યોદય પહેલા જાગવું અને રાત્રીના સમયે સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમુક લોકો આળસને કારણે સુર્યોદય અને સુર્યાસ્તના સમયે સુતા રહે છે, જે બિલકુલ પણ યોગ્ય નથી. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે.

ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓ અથવા તો બહારની મહિલાઓનો અનાદર કરવો જોઈએ નહીં. કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જે ઘરમાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા તો તેમની સાથે મારપીટ કરે છે, તેમના ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી. તેની સાથે જ ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવા પર માં લક્ષ્મી નારાજ થઈ જાય છે.