આવતા ૧૦ દિવસ સુધી આ ૩ રાશિઓ પર મહેરબાન રહેશે ભગવાન શ્રીગણેશ, ગુડ લક અને પૈસા બંને મળશે

Posted by

દર વર્ષે દેશમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પ્રત્યેક વર્ષે ભાદરવા માસમાં શુક્લ પક્ષની ચતુર્થી નાં રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકેલ છે. હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પુજ્ય દેવ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર ગણેશજીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે, તેના જીવનમાં કોઈ પણ દુઃખ થતાં નથી. એ જ કારણ છે કે દરેક લોકો ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન શ્રી ગણેશને ખુશ કરવામાં જોડાયેલા રહે છે.

જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૧૨ રાશિઓનો ઉલ્લેખ જોવા મળે છે. આ ૧૨ રાશિઓ માંથી અમુક રાશિઓ એવી છે, જેની ઉપર ગણેશજીની ખાસ કૃપા રહે છે. ખાસ કરીને આ વર્ષે આ રાશિઓ ઉપર ગણેશજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેવાની છે. તેવામાં આવતા ૧૦ દિવસો સુધી આ ત્રણ રાશિના લોકોનું નસીબ ચમકી જવાનું છે. તો ચાલો જાણીએ કે તે ત્રણ રાશિઓ કઈ છે.

મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્રનું માનવામાં આવે તો મેષ રાશિ ઉપર ભગવાન ગણેશની ખાસ કૃપા રહેવાની છે. મેષ રાશિના જાતકો બુદ્ધિમાન હોય છે. તે દરેક પ્રકારનું કાર્ય કરવામાં હોંશિયાર હોય છે. ઉપરથી તેમની પાસે ગણેશજીના આશીર્વાદ હોય છે, એટલા માટે તેઓ જે કાર્ય શરૂ કરે છે તેમાં તેમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. ગણપતિ બાપાનાં આશીર્વાદથી આ રાશિના જાતકોને ધન અને અન્નની કોઈ કમી રહેશે નહીં. આ લોકો આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. આ રાશિના લોકોએ નિત્ય રૂપથી ભગવાન ગણેશની વિધિ-વિધાન પુર્વક પુજા કરવી જોઈએ. તેનાથી તેમને ભવિષ્યમાં ઘણા લાભ મળી શકે છે.

મિથુન રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિ ઉપર પણ ગણેશ ભગવાન હંમેશા મહેરબાન રહે છે. આ લોકોનું દિમાગ કોમ્પ્યુટરની જેમ તેજ દોડે છે. આ લોકો અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધારે રૂચિ ધરાવતા હોય છે. તેવામાં શિક્ષા અને નોકરીના ક્ષેત્રમાં તેઓ સફળતા પ્રાપ્ત કરે છે. જોકે આ લોકો ઉપર ગણેશજીની કૃપા દ્રષ્ટિ રહે છે, એટલા માટે તેનું ભાગ્ય પણ ખુબ જ તેજ હોય છે. પોતાની આવડત અને ભાગ્ય ની મદદથી તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમને હરાવવા ખુબ જ મુશ્કેલ હોય છે. તેઓ પોતાની જીત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેઓ ભાવુક અને દયાળુ પણ હોય છે. મિથુન રાશિના જાતકોએ ગણેશજી નાં પુજા-પાઠ દરરોજ કરવા જોઈએ. તેનાથી તેમનું ભાગ્ય હંમેશા પ્રબળ રહેશે.

મકર રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકો અને પણ ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે. આ લોકો મહેનતનું સ્વભાવના હોય છે. તેઓ ઈમાનદાર પણ હોય છે, એટલા માટે તેમની ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. તેમનું દિમાગ ખુબ જ તેજ હોય છે. તેઓ અભ્યાસમાં નંબર વન આવે છે. ગણેશજીના આશીર્વાદથી આ લોકોની બુદ્ધિ ખુબ જ તેજ હોય છે. જો તેઓ દરરોજ ગણેશજીની આરાધના કરે છે તો તેમનું દિમાગ હંમેશા યોગ્ય દિશામાં વિચારશે અને કાર્ય કરશે. આ ચીજથી તેમને જીવનમાં ખુબ જ મોટો લાભ મળશે. ગણેશજીની કૃપાથી તેઓ જીવનમાં નવા-નવા સ્થાન પ્રાપ્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *