અંતરીક્ષ માંથી આવી રહ્યું છે સૌર તોફાન, આવતા ૨૪ કલાકમાં ધરતી સાથે ટકારવવાની સંભાવના, ઇન્ટરનેટ થઈ શકે છે બંધ

સુરજની સપાટી પર ઉત્પન્ન થયેલ શક્તિશાળી સૌર તોફાન ખુબ જ ઝડપથી પૃથ્વી તરફ વધી રહેલ છે. આ સૌર તોફાન આવતા ૨૪ કલાકમાં કોઈપણ સમયે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સૌર તોફાનને કારણે સેટેલાઈટ સિગનલ માં અડચણ ઊભી થઈ શકે છે. વિમાનોનાં ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને વાતાવરણ ઉપર પણ તેનો પ્રભાવ જોવા મળી શકે છે.

૧,૨૬૦ કિલો મીટર પ્રતિ સેકન્ડ છે તોફાનની ઝડપ

સ્પેસ વેધર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સૌ તોફાનની ઝડપ ૧,૨૬૦ કિલો મીટર પ્રતિ સેકન્ડ છે. એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે સૌર તોફાન રવિવાર સુધીમાં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તોફાનનાં ધરતી પર પહોંચતા પહેલા અમેરિકાના અમુક કિસ્સાઓમાં અસ્થાયી રૂપથી રેડિયો સિગ્નલ બ્લેક આઉટ થઈ ગયા છે.

સૌર તોફાનને નાસાએ જણાવ્યું તાકતવર

આ સૌર તોફાન સૌથી શક્તિશાળી એક્સ ક્લાસ સોલર ફલેયરનાં રૂપમાં ઓળખવામાં આવે છે. નાસાનાં અધિકારીઓએ તેને મહત્વપુર્ણ સોલર ફ્લેયર જણાવેલ છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીનાં સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી નાં રીયલ ટાઇમ વીડિયોમાં કેપ્ચર કરવામાં આવેલ છે.

સૌથી શક્તિશાળી શ્રેણીનું છે આ સૌર તોફાન

સોલર ફ્લેયરનાં સૌથી શક્તિશાળી શ્રેણીને એક્સ ક્લાસ નાં નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ તાકાત ઘટના ક્રમમાં તેને એમ, સી, બી અને એ ક્લાસ નાં નામથી ઓળખવામાં આવે છે. આ સૌર તોફાનથી ૩૦ ઓક્ટોબરનાં રોજ અમેરિકામાં ઉજવવામાં આવેલ હેલોવીન તહેવાર પર અસર પડી શકે છે. સ્પેસ વેધર ફોરકાસ્ટર ધ નેશનલ એન્ડ એડમિનિસ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્ટ્રોંગ રેડીયો બ્રેકઆઉટ ઇવેન્ટ ઇંપલ્સિવ ફલેયરનાં કારણે થયું છે.

પૃથ્વી પર શુ થશે અસર?

સૌર તોફાનને કારણે ધરતીનું બહારનું વાયુમંડળ ગરમ બની શકે છે, જેની સીધી અસર સેટેલાઈટ પર થઈ શકે છે. તેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને ટીવીમાં અડચણ ઊભી થઈ શકે છે. પાવર લાઈન માં કરંટ તેજ આવી શકે છે, જેના કારણે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. જોકે સામાન્ય રીતે આવું ખુબ જ ઓછું થાય છે. કારણ કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ સુરક્ષા કવચનું કામ કરે છે.

૧૯૮૯માં પણ આવી ચુક્યું છે સૌર તોફાન

વર્ષ ૧૯૮૯માં આવેલ સૌર તોફાનને લીધે કેનેડાના ક્યુબેક શહેરમાં ૧૨ કલાક માટે વીજળી ગુલ થઇ ગઇ હતી અને લાખો લોકોએ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. આવી જ રીતે વર્ષ ૧૯૫૯માં આવેલ ચર્ચિત સૌથી શક્તિશાળી જીયોમેગ્નેટિક તોફાને યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્કને તબાહ કરી નાખ્યું હતું. આ દરમિયાન અમુક ઓપરેટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને ઈલેક્ટ્રીક ઝટકો લાગ્યો છે. જ્યારે અમુક લોકોએ જણાવ્યું હતું કે તેઓ બેટરી વગર પોતાના ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. નાર્દન લાઈટ એટલી તેજ હતી કે સમગ્ર પશ્ચિમ અમેરિકામાં રાતનાં સમયે લોકો અખબાર વાંચી શકતાં હતા.