આવતા જન્મમાં શું બનશો? સ્ત્રી કે પુરુષ? ગરુડપુરાણ અનુસાર ભગવાન આવી રીતે કરે છે નક્કી

આ પ્રકૃતિનો એક નિયમ છે, જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નક્કી છે. ઘણા ધર્મોનું માનવું છે કે મનુષ્ય મૃત્યુ બાદ ફરીથી જન્મ લે છે. તેવામાં ઘણા લોકોના મનમાં એવી જીજ્ઞાશા પણ રહે છે કે મૃત્યુ બાદ આવતા જન્મમાં શું બનીશું? મતલબ કે તેઓ એક પુરુષ હશે, મહિલા હશે અથવા કોઈ જાનવરનાં રૂપમાં જન્મ લેશે? હિન્દુ ધર્મની ભાષામાં કહેવામાં આવે તો કઈ યોનિમાં જન્મ મળશે.

આ જિજ્ઞાસાને શાંત કરવા માટે ઘણા ધર્મ પુરાણોમાં અલગ-અલગ વાતો કહેવામાં આવી છે. મહાપુરાણ ગરુડ પુરાણ પણ તેમાંથી એક છે. તેના અનુસાર દરેક વ્યક્તિના દરેક કર્મનો હિસાબ રાખવામાં આવે છે તે કેવું કામ કરે છે. મનુષ્ય કેટલા પાપ-પુણ્ય કરે છે, તેના આધાર પર તેના મૃત્યુ બાદ સજા અને આવતા જન્મની યોનિ નક્કી થાય છે.

તમે આવતા જન્મમાં મહિલા બનશો કે પુરુષ?

ગરુડ પુરાણમાં તે વાતનો ઉલ્લેખ મળે છે કે તમે મૃત્યુ બાદ આવતા જન્મમાં કઈ યોનિમાં જન્મ લેશો. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો મનુષ્ય બનશો, પશુ કે કોઈ જીવજંતુ બનશો. જો મનુષ્ય બનશો તો પછી મહિલા બનશો કે પુરુષ, તેનો ઉલ્લેખ પણ ગરુડ પુરાણમાં કરવામાં આવેલ છે.

આવા લોકો બને છે મહિલા

જો કોઈ પુરુષ છે અને કોઇ મહિલાની જેમ વ્યવહાર કરે છે, તો તેની આત્મા આવતા જન્મમાં મહિલાના શરીરમાં જન્મ લે છે. મતલબ જે પુરુષ મહિલાઓને જેમ આચરણ કરે છે, તેની જેવા શોખ રાખે છે અથવા જેના મનમાં ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે તે મહિલા હોત તો સારું હોત, આવા લોકો આવતા જન્મમાં મહિલાના રૂપમાં જન્મે છે.

આવા લોકો બને છે પુરુષ

આવી જ રીતે જે મહિલાઓ પુરુષોની જેમ વ્યવહાર કરે છે, જેમનામાં પુરુષો વાળુ વ્યક્તિત્વ હોય છે અથવા જેમને પુરુષ બનવામાં વધારે દિલચસ્પી હોય છે, તેઓ પણ આવતા જન્મમાં પુરુષના રૂપમાં જન્મ લે છે.

ભગવાનનાં ચરણોમાં સ્થાન માટે કરો આ કામ

મૃત્યુ પહેલા જો કોઈ પુરુષ વારંવાર કોઈ મહિલાનું નામ લે છે, તો તે આવતા જન્મમાં મહિલા બની જાય છે. આવી જ રીતે મહિલા મૃત્યુ પહેલા પુરુષનું નામ લે છે તો તે આવતા જન્મમાં પુરુષ બને છે. એટલા માટે કહેવામાં આવે છે કે મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવું જોઈએ, જેથી તમે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવીને સીધા ભગવાનનાં ચરણોમાં સ્થાન પામો.

પાપ-પુણ્ય પણ નિભાવે છે મહત્વની ભુમિકા

તમે આવતા જન્મમાં મનુષ્ય બનશો કે નહીં તેનો નિર્ણય તમારા વર્તમાન જન્મના પાપ પુણ્ય નક્કી કરે છે, એટલું જ નહીં સ્વર્ગ અથવા નર્કમાં પણ સ્થાન અપાવે છે.

આવા લોકો બને છે જાનવર

જો કોઈ વ્યક્તિ જાનવરની જેમ વ્યવહાર કરે છે તો તે આવતા જન્મમાં પશુ યોનિમાં જન્મ લે છે. અહીંયા જાનવરની જેમ વ્યવહાર કરવાથી મતલબ છે તે ચીજો ખાવાથી છે, જે પશુ ખાય છે અથવા એવું આચરણ અને વ્યવહાર રાખે છે, જે જાનવર જેવો હોય છે.