આવતા મહિને બાળકો પર કોવોવેક્સનું ટ્રાયલ શરૂ કરશે સીરમ ઇન્સ્ટિટ્યુટ, જાણો ક્યારે મળશે બાળકોને રસી

Posted by

કોરોના મહામારી થી બાળકોને બચાવવાને લઈને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા મોટું પગલું ઉઠાવવા જઈ રહેલ છે. ઇન્સ્ટિટ્યુટ આવતા મહિનાથી “કોવોવેક્સ” રસીનું ટ્રાયલ બાળકો પર કરવા જઈ રહેલ છે. તેમાં ૯૨૦ બાળકો (૧૨-૧૭ અને ૨-૧૧ વર્ષ) પર “કોવોવેક્સ” નાં સ્ટેજ-૨ અને સ્ટેજ-૩ નું ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી રહેલ છે. વળી બીજી તરફ સીરમ ખુબ જ જલ્દી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી મંજુરી માટે આવેદન કરી શકે છે.

અમેરિકા બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સ તરફથી પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા સાથે કોરોના રસી બનાવવાનો કરાર કરવામાં આવ્યો હતો. “નોવાવેક્સ” ની કોરોના રસી ભારતમાં “કોવોવેક્સ” નામથી બની રહી છે. સપ્ટેમ્બર સુધી સીરમ આ રસીને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ભારતમાં તેનો બ્રાઉઝિંગ ટ્રાયલ અંતિમ સ્ટેજમાં છે. જો કે બાળકો પર તેનું અલગથી ક્લિનિકલ ટ્રાયલ થશે અને તેમાં બધું બરોબર હશે, તો બાદમાં તે બાળકો માટે પણ ઉપલબ્ધ થશે.

આવતા મહિને ૧૦ જગ્યા પર થશે ટ્રાયલ

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ અદાર પુનાવાલાએ એક ન્યુઝ વેબસાઈટને જણાવ્યું હતું કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી પરવાનગી મળ્યા બાદ અમે આવતા મહિને ૧૦ જગ્યા પર ૯૨૦ બાળકોમાં પીડિયાટ્રીક ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

૬ મહિના સુધી ઓબ્ઝર્વેશન માં રહેશે

પુનાવાલા એ જણાવ્યું હતું કે પુણેમાં ભારતી હોસ્પિટલ અને કેઈએમ હોસ્પિટલની વાડું શાખા તે ૧૦ જગ્યાઓ માં શામેલ છે જ્યાં પીડીયાટ્રીક ટ્રાયલ કરવામાં આવશે. “કોવોવેક્સ” નાં બે ડોઝ લગાવવાની સાથે રસી લગાવ્યા બાદ ૨૧ દિવસ આ સિવાય ૬ મહિના સુધી તેમના પર નજર રાખવામાં આવશે.

આવી રીતે શરૂ થશે ટ્રાયલ

પુનાવાલા જણાવ્યું હતું કે ટ્રાયલ ડિઝાઇન અનુસાર ૧૨ થી ૧૭ વર્ષનાં બાળકો પર કરવામાં આવશે. ત્યારબાદ ૨ થી ૧૧ વર્ષનાં બાળકોને સામેલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અમે ઉંમરનાં વિપરીત ક્રમમાં ટ્રાયલ શરૂ કરીશું. ૧૨ થી ૧૭ વર્ષનાં બાળકોને પહેલો શોટ આપવામાં આવશે અને ત્યારબાદ ૨ થી ૧૧ વર્ષના બાળકોને આપવામાં આવશે. પુનાવાલા જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા લાયસન્સ માટે એડવાન્સ ક્લિનિકલ ટ્રાયલનાં ૩ મહિના બાદ સુરક્ષા અને ઇમ્યુનિટી પર અંતિમ ટ્રાયલ રજુ કરશે. કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની નવી ગાઈડલાઈન અનુસાર કંપની ગ્લોબલ ટેસ્ટ રીઝલ્ટનાં આધાર પર ટ્રાયલ પૂર્ણ થયા પહેલા રસીનાં લાયસન્સ માટે આવેદન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *