પોતાની દમદાર બોડી ની સાથે જબરજસ્ત એક્શન સીન અને શાનદાર રીતે ડાન્સ કરવા માટે ટાઇગર શ્રોફ બોલિવૂડમાં પોતાની એક વિશેષ ઓળખ બનાવી ચુકેલ છે. ખૂબ જ ઓછા સમયમાં ટાઈગર શ્રોફે ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે. તેમની લોકપ્રિયતા તો હાલના સમયમાં ચરમ પર છે, પરંતુ સાથોસાથ બોક્સ ઓફિસ ઉપર પણ તેમની બોલબાલા રહી છે અને તેઓએ પોતાને સાબિત કરીને દેખાડી દીધા છે. આવી રીતે ટાઇગર શ્રોફ હવે સફળતાની સીડી ચડતા દેખાઈ રહ્યા છે.
ટાઇગર શ્રોફ પોતાના જમાનાના મશહૂર એક્ટર જેકી શ્રોફના દીકરા છે. ટાઈગર હાલના દિવસોમાં પોતાની ફિલ્મો થી વધારે પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં તેમનું નામ દિશા પટણી ની સાથે ખૂબ જ જોડવામાં આવી રહ્યું છે.
ટાઇગરની જેમ દિશા પણ એક બોલિવૂડ એક્ટ્રેસ છે અને તેમને પણ ડાન્સનો ખુબજ શોખ છે. બંને સોશિયલ ઇવેન્ટ પર સાથે ઘણી વખત જોવા મળ્યા છે.
ખૂબ જ ઓછા સમયમાં ટાઈગરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. મુંબઈના કાર્ટર રોડ પર તેઓ પોતાના સમગ્ર પરિવારને સાથે રહે છે. ટાઈગરનું આ ઘર ખૂબ જ આલીશાન છે.
પાછલા બે વર્ષથી તેઓ પોતાના પરિવારની સાથે આ ઘરમાં રહે છે. ટાઈગરના સી-ફેસિંગ ઘરથી અરબ સાગર નો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. આ ઘરની કિંમત ૫૬ કરોડ રૂપિયા છે. બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન પણ આ બિલ્ડિંગમાં જ રહે છે બિલ્ડિંગના ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર ટાઈગર નું ઘર છે.
એક્ટર એ પોતાના ઘરને ખૂબ જ સુંદરતાથી સજાવી રાખ્યું છે. અહીંયા તેમની લાઈફસ્ટાઈલ ના હિસાબે બધી જ સુવિધાઓ રહેલી છે. ટાઈગર અને તેમની બહેન કૃષ્ણા શ્રોફ ફિટનેસ માટે ખૂબ જ સજાગ છે. એટલા માટે તેમના ઘરમાં એક જીમ પણ રહેલું છે.
ઘરની દીવાલો સફેદ રંગની છે જે જોવામાં ખૂબ જ ભવ્ય લાગે છે. ઘરની ટાઇલ્સ ખૂબ જ સુંદર અને કીમતી ગાલીચા થી સમજાવવામાં આવેલ છે. હોલની સામે સમગ્ર દિવાલ કાચની છે. એની અંદર ની સાઇડ ટેબલ પર ટાઈગર ની એક તસવીર પણ જોવા મળશે.
હાલમાં જ ટાઈગરે BMW 5 સિરીઝ ની એક નવી કાર ખરીદી છે. તેમની આ લક્ઝરી કાર સફેદ રંગની છે. ટાઇગર શ્રોફને ગાડીઓનો ખુબજ શોખ છે. પોતાની જાતની કમાણીથી ટાઈગરે આ કાર ખરીદી છે.
ટાઈગરની આ કારની કિંમત ૪૯ લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આકારમાં બધી જ આધુનિક સુવિધાઓ રહેલી છે. થોડા દિવસો પહેલા ટાઈગર પોતાની આ ગાડીની સાથે મુંબઇની સડકો પર જોવા મળ્યો હતો.
ટાઈગર ની આવનારી ફિલ્મોને જો વાત કરવામાં આવે તો તે ફિલ્મ રેમ્બો ની સાથે હીરોપંતી-૨ ની તૈયારી માં જોડાયેલ છે. ખબરો અનુસાર બંને ફિલ્મોનું શૂટિંગ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યું છે અને તેના માટે ટાઈગરે કમર પણ કસી લીધી છે.
છેલ્લે તેઓ શ્રદ્ધા કપૂરની સાથે બાગી-૩ માં જોવા મળ્યા હતા. લોકડાઉનનાં થોડા સમય પહેલાં જ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી પણ કરી હતી.