અબજોપતિ બિજનેસમેનનાં પ્રેમમાં પાગલ બની ચુકી છે જેક્લીન, લિવ ઇનમાં રહેવા માટે પણ થઈ ગઈ છે તૈયાર

Posted by

શ્રીલંકાઈ મુળની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મોડલની સાથે જ ૨૦૦૬ મિસ યુનિવર્સ શ્રીલંકા પેજેંતની વિજેતા પણ છે. મિસ યુનિવર્સ શ્રીલંકાનાં રૂપમાં તે ૨૦૦૬નાં વિશ્વ મિસ યુનિવર્સ પેજેંતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતી હતી. જણાવી દઈએ કે હાલમાં તેણે પોતાનો ૩૬મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જેકલીનનો જન્મ ૧૧ ઑગસ્ટ, ૧૯૮૫માં બહેરીનમાં થયો હતો. જેકલીન આજે બોલીવુડની સારી એક્ટ્રેસ માંથી એક છે.

મહત્વપુર્ણ છે કે જેકલીન ફર્નાન્ડીઝ બોલીવુડની સૌથી સુંદર હસીનાઓ માંથી એક છે. જેના સ્ટાઇલનાં કરોડ દિવાના છે. એવું કહી શકે કે તેમની દરેક અદા પર તેમના દિવાના ફિદા રહે છે, તે જરા પણ અતિશયોક્તિ નથી. જેકલીનનાં પિતા શ્રીલંકામાં મ્યુઝિશિયન છે. જે મુળ ત્યાંના રહેવાસી છે, જ્યારે માતા મલેશિયાઈ મુળની છે.

જણાવી દઇએ કે જેકલીન માતા એક એરહોસ્ટેસ હતી. ચાર ભાઇ-બહેનોમાં જેકલીન સૌથી નાની છે અને તેમની એક બહેન અને બે મોટાભાઈ છે. મહત્વપુર્ણ છે કે જેકલીન બોલીવુડની એવી ચુલબુલી અભિનેત્રી છે, જેણે થોડા ઓછા સમયમાં ફિલ્મોમાં પોતાની એક સારી ઇમેજ બનાવી છે. ફિલ્મોમાં એક્ટિવ રહેવા સિવાય જેકલીન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેમની ફેન ફોલોઈંગ ઘણી જબરજસ્ત છે. તો ચાલો આજે અમે જેકલીનનાં બર્થ-ડે પર તેમની સાથે જોડાયેલી થોડી રોચક વાતો જણાવીએ.

ઘણા ઓછા લોકો જાણે છે કે જેકલીન એક ટીવી રિપોર્ટર પણ રહી ચુકી છે. ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે રિપોર્ટર તરીકે પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે એક્ટિંગ અને મોડેલિંગ સિવાય જેકલીનને ખાવાનું બનાવવાનું પણ ઘણું પસંદ છે. આ વાતનો ખુલાસો જેકલીને પોતે એક વખત કર્યો હતો. તેમની નજરમાં કુકિંગ એક સારી થેરાપી છે. તે અંગ્રેજી, ફ્રેન્ચ અને અરબી બોલવાનું જાણે છે.

જ્યારે વાત કરીએ જેકલીનની પર્સનલ લાઈફની તો તેમની લવ લાઈફ ઘણી જ કોન્ટ્રોવર્શિયલ રહી છે. અફવા પ્રમાણે તો જેકલીનનું નામ ડાયરેક્ટર સાજીદ ખાન સાથે જોડાઈ ચુક્યું છે. કહેવાય છે કે જેકલીને સાજીદને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું. તેમની મુલાકાત ફિલ્મ હાઉસફુલ નાં સેટ પર થઈ હતી. પરંતુ આ રિલેશન વધારે દિવસો સુધી ટકી શક્યો નહિ.

એટલું જ નહીં સાજીદ પહેલા જેકલીનનું નામ બહેરીનનાં રોયલ ફેમિલી સાથે સંબંધ રાખવાવાળા પ્રિન્સ હસન બિન રાશીદ અલી ખલીફા સાથે પણ જોડાઇ ચુક્યુ છે. રાશીદ  સાથે તેમની મુલાકાત એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં થઇ હતી. પરંતુ થોડા દિવસ પછી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ. અમુક રિપોર્ટ પ્રમાણે તો રાશીદ સાથે તેનું રિલેશન તુટવાનું કારણ ડાયરેક્ટર સાજીદ ખાન જ હતા.

આ બધાથી એક અલગ અફવાની માનીએ તો જેકલીન હાલનાં દિવસોમાં સાઉથ માં રહેવા વાળા કોઈ બિઝનેસમૅન ને ડેટ કરી રહી છે. હાલનાં દિવસોમાં અભિનેત્રી પોતાની આ સિક્રેટ લવને લઈને પણ ખુબ જ ચર્ચામાં છવાયેલી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવી ખબર હતી કે જેકલીન પોતાના મિસ્ટ્રી બોયફ્રેન્ડ સાથે એટલી ગંભીર છે કે તેમની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની તૈયારી પણ કરી રહી છે.

રિપોર્ટ પ્રમાણે જેકલીનએ પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે જૂહુ અને બાંદ્રા વચ્ચે એક “સી ફેસ” ઘર પણ લઈ લીધું છે. તમને જણાવી દઈએ કે જેકલીનનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ જોડાઇ ચુક્યુ છે. ફિલ્મ ‘A Gentleman’ નાં શુટિંગ દરમિયાન બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા.

બોલીવુડમાં જેકલીનની એન્ટ્રીની વાત કરીએ તો તે વર્ષ ૨૦૦૯માં મોડેલીંગ માટે ભારત આવી હતી. ત્યારે સુજોય ઘોષે તેમને પોતાની ફિલ્મ “અલાદિન” ઓફર કરી. જેકલીને આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પગલાં રાખ્યા. આ ફિલ્મમાં તે રિતેશ દેશમુખની અપોઝિટ નજર આવી હતી. જેકલીનનાં વર્કફ્રન્ટ ની વાત કરીએ તો તેમની અપકમિંગ ફિલ્મ ભુત પોલીસ, રામ સેતુ, બચ્ચન પાંડે અને અટેક છે.

જ્યારે છેલ્લે તમને જણાવી દઈએ કે જેક્લીન હવે ફિલ્મોથી વધારે પોતાના ફોટોને લઈને ખબરોમાં છવાઈ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલીનની ઘણી બધી ગ્લેમરસ તસ્વીરો છે, જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે. એટલું જ નહિ ફેન્સને જેકલીનની આ અદા પસંદ આવે છે. ત્યારે જ તો તેમના દ્વારા શેર કરવામાં આવેલી ફોટો ઘણી ઝડપથી વાયરલ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *