ગુજરાતી, હિન્દી તથા ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા કિરણકુમાર પણ કોરોના વાયરસનો શિકાર બની ગયા છે. તેમણે મીડિયાને પોતાના કોરોના પોઝિટિવ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. કિરણ કુમારે કહ્યું હતું કે, “મુંબઈની એક હોસ્પિટલમાં મારો નાનો ઉપચાર ચાલી રહ્યો હતો. જેના માટે ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેના અંતર્ગત મારો Covid-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને ૧૪મી મેના રોજ મને તે વાતની જાણ થઈ કે હું કોરોના પોઝિટિવ છું.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મારામાં કોરોના વાયરસનાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ જોવા મળી રહ્યા ન હતા. ના શરદી હતી, ના ખાંસી હતી અને ના મને તાવ આવી રહ્યો હતો કે ના તો મને કોઈ પણ પ્રકારનો દુઃખાવો મહેસુસ થઇ રહ્યો હતો. એસિમ્ટમૈટિક હોવાને કારણે મારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહીં અને હાલમાં હું સેલ્ફ આઇસોલેશન માં પોતાના બે માળના ઘરમાં આરામ કરી રહ્યો છું.”
કિરણકુમાર એ પોતાના અંદાજમાં કહ્યું કે, “મારું ઘણું મોટું છે. ઉપરના માળમાં હું બધા નિયમોનું પાલન કરીને એકલો રહું છું, તો વળી નીચેના માળમાં મારો પરિવાર રહે છે. તેવામાં મારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી, હું બિલકુલ સ્વસ્થ છું.” પોતાના જમાનાના મશહૂર ચરિત્ર અભિનેતા જીવનનાં પુત્ર કિરણકુમારે કહ્યું હતું કે કોરોના વાયરસ થી સંબંધિત તેમનો આગળનો Covid-19 ટેસ્ટ ૨૬ મે ના રોજ કરવામાં આવશે.
પોઝિટિવ એટીટ્યુડ રાખો
કિરણ કુમારે કહ્યું હતું કે કોરોના વાયરસથી ડરવાની જરૂરિયાત નથી. તેનાથી બચીને આગળ વધવાનું છે. તેમણે કહ્યું હતું કે તેઓ એકદમ ફિટ છે અને એક્સરસાઇઝ કરે છે તથા રનિંગ પણ છે. આપણે પોતાનો એટીટ્યુડ હંમેશા પોઝીટીવ રાખવાનો છે. આપણે ઘર પર રહેવાનું છે, જેથી અન્ય કોઈ લોકો કોરોનાથી સંક્રમિત ન થાય. આપણે સંપૂર્ણ ભારતને આ વાયરસથી બચાવવાનો છે.
કિરણકુમારે ૭૦ અને ૮૦ના દશકમાં ઘણી હિન્દી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું હતું, પરંતુ તેમને ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત થઈ નહીં. બાદમાં તેઓએ ઘણી ફિલ્મોમાં નેગેટિવ પાત્ર પણ ભજવ્યું હતું અને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. હિન્દી ફિલ્મોમાં ઓછી થતી લોકપ્રિયતાને જોઈને તેમણે ભોજપુરી અને ગુજરાતી ફિલ્મો તરફ પણ પ્રયાણ કર્યું હતું અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટા સ્ટાર તરીકે તેઓ ઉભરી આવ્યા હતા. તે સિવાય કિરણકુમારે ઘણી હિન્દી સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.