અભિનેત્રી નીલમ પોતાના જમાના માં લખો લોકોનાં દિલમાં રાજ કરતી હતી, પરંતુ હવે દેખાય છે આવી

Posted by

જેમ જેમ સમય બદલાતો રહે છે તેમ તેમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એકથી એક અભિનેત્રીઓ પોતાની કારકિર્દી બનાવી રહી છે. વર્તમાન સમયમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ખૂબ જ ઓછા સમયમાં લાખો દર્શકોના દિલ જીત્યા છે. પરંતુ આપણે ૮૦-૯૦ નાં દશકની વાત કરીએ તો તે સમય દરમિયાન ખૂબસૂરત અભિનેત્રીઓની કમી ન હતી. ૮૦-૯૦નાં દશકમાં અનેક મશહૂર અભિનેત્રીઓ હતી, જેમણે પોતાનો અલગ જ અદાકારી અને ખુબસુરતીથી લોકોનું દિલ દીધું હતું.

જો જૂના જમાનાની અભિનેત્રીઓની વાત થઈ રહી હોય તો તેમાં અભિનેત્રી નીલમ કોઠારીનું નામ પણ આવે છે. પોતાના સમયમાં નીલમ મશહૂર અભિનેત્રીઓ માંથી એક માનવામાં આવતી હતી. તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાનો અભિનય કરિયરની શરૂઆત ફિલ્મ “જવાની” થી કરી હતી. ત્યારબાદ બોક્સ ઓફિસ પર તેમણે અનેક સારી ફિલ્મો આપી. તેમણે મોટા મોટા અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે.

જ્યારે તેમણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની પહેલી ફિલ્મ આપી ત્યારે તે બધા લોકો વચ્ચે ખૂબ જ મશહૂર થઈ ગઈ હતી. પહેલી ફિલ્મથી તેમને સારું નામ મેળવ્યું હતું. ત્યારબાદ તેમની ફિલ્મોના પ્રસ્તાવ મળવા લાગ્યા. તેમણે ગોવિંદાની સાથે ફિલ્મ ઈલ્ઝામ માં ખૂબ જ સારી ભૂમિકા નિભાવી છે. ત્યારબાદ તેમની લોકપ્રિયતા વધારે વધી ગઈ. ગોવિંદાની સાથે તેમની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી. તેની સાથે પણ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદાની સાથે તેમની ફિલ્મ વધારે સફળ સાબિત રહી છે.

અભિનેત્રી નિલમે પોતાના જમાનામાં મોટા મોટા સ્ટારની સાથે કામ કર્યું છે. તેમણે મિથુન ચક્રવર્તી, ચંકી પાંડે, જેકી શ્રોફ, સલમાન ખાન, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ગોવિંદા જેવા સુપરસ્ટારની સાથે કામ કરી ચૂકી છે. તેવામાં અભિનેત્રી નિલમ પોતાની ફિલ્મોને લીધે ખૂબ જ વાહ વાહી મેળવી હતી પરંતુ ફિલ્મી કરિયર સિવાય પણ નીલમ પોતાની જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહી.

તેવામાં જણાવવામાં આવે છે કે અભિનેત્રી નિલમનું અફેર બોબી દેઓલ ની સાથે ચાલી રહ્યું હતું. પરંતુ તેમનો પ્રેમ વધારે સમય ના રહ્યો અને આગળ જઈને તેમનો સંબંધ તૂટી ગયો. પહેલા નીલમનું નામ અભિનેતા ગોવિંદાની સાથે પણ જોડાઇ ગયેલું છે અને આ બંને વિશે એવા સમાચાર મળી રહ્યા હતા કે બંને ખૂબ જ જલ્દી લગ્ન બંધનમાં બંધાઈ જશે, પરંતુ એવું કંઈ જ ના થયું.

અભિનેત્રી નિલમે પોતાની ફિલ્મ કરિયરમાં ખૂબ જ નામ મેળવ્યું છે. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝની ખૂબસૂરત અને ખૂબ જ સારી અભિનેત્રીઓંમાં શામિલ થઇ છે. નીલમે વર્ષ ૨૦૦૦ માં યુકે બેસ્ડ બિઝનેસમેન ઋષિ શેઠિયા સાથે લગ્ન કરી લીધાં. પરંતુ તેમનો વિવાહનો સંબંધ વધારે સમય સુધી ના ચાલ્યો અને થોડાક જ વર્ષોમાં તેમનો લગ્ન સંબંધ તૂટી ગયો. અભિનેત્રી નિલમ અને શેઠિયાનાં ડિવોર્સ થઈ ગયા.

જ્યારે અભિનેત્રી નિલમે પોતાના પહેલા પતિ સાથે ડિવોર્સ લઈ લીધા. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં તેમણે અભિનેતા સમીર સોની સાથે લગ્ન કરી લીધા. એવું બતાવવામાં આવે છે કે નીલમ અને સમીર સોની ના લગ્ન કરાવવામાં એકતા કપૂરનો ખુબજ મોટો હાથ છે. તમને જણાવી દઈએ તો અભિનેત્રી નિલમ અને એકતા કપૂર એક સારી મિત્ર છે.

અભિનેત્રી નિલમ અત્યારે ફિલ્મોથી ખૂબ જ દૂર ચાલી ગઈ છે અને તે પોતાના પારિવારિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. તે પોતાનો જ્વેલરી બ્રાન્ડ ચલાવી રહી છે. નીલમ અને સમીરે પોતાના વિવાહના બે વર્ષ બાદ એક છોકરી આહાનાને દત્તક લીધી હતી.

નીલમ હવે પોતાના પરિવારની દેખરેખમાં સંપૂર્ણ ધ્યાન આપે છે. નીલમ પોતાની ચુલબુલી અદાઓ અને ખૂબસૂરતીના લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમની ખુબસુરતીથી લાખો દર્શકો દિવાના થઈ ગયા હતા. પરંતુ જો વર્તમાન સમયની વાત કરીએ તો પહેલા અને અત્યારના સમયમાં નીલમના લુકમાં ખૂબ જ અંતર જોવા મળી રહ્યું છે. ઉંમરની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ એવું નથી કે અભિનેત્રીની ખૂબસૂરતીમાં કોઈ કમી આવી ગઈ હોય, તે અત્યારે પણ ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *