બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન હાલનાં દિવસોમાં પોતાના ડિજિટલ ડેબ્યૂ અમેજોન પ્રાઇમનાં બ્રિદ : ઇન ધ શેડો ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અભિષેક બચ્ચન ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તેવામાં વેબ સીરીઝ દ્વારા તેઓ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરવા માટે દર્શકોની સામે આવી રહ્યા છે. હાલમાં જ અભિષેક બચ્ચને વેબ સિરીઝનું પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વેબસાઇટથી ડેબ્યુ કરી રહ્યા છે. વળી અભિષેકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
આ કારણને લીધે હાથમાંથી નીકળી હતી ફિલ્મો
એક ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું કે આરાધ્યાનાં પિતા બન્યા બાદ લાઈફ માં કઈ બદલાયું છે કે નહીં? તેના પર અભિષેકે જણાવ્યું હતું કે એક ચીજ ઘણી બદલાઈ ગઈ છે. વળી અમુક એવી ફિલ્મો અને સીન છે જેને કરવાથી હું ખૂબ જ અસહજ છું. હું એવું કંઈ પણ કરવા માંગતો ન હતો, જેનાથી મારી દીકરી અસહજ મહેસૂસ કરે અથવા જેના વિશે તે મને એવું કહીને સવાલ કરે કે આ શું ચાલી રહ્યું છે.
અભિષેકે આગળ જણાવ્યું હતું કે હું ઇંટીમેટ સીન કરવામાં ખૂબ જ અસહજ મહેસુસ કરું છું. તેવામાં કોઈ પણ ફિલ્મ સાઈન કરતા પહેલા હું ડાયરેક્ટરને પહેલાથી જ બોલી દઉં છું કે કોઈ ઇંટિમેટ સીન્સ હોય તો આ ફિલ્મ નહીં કરી શકું. જો તેઓ કહે કે કોઈપણ ઇંટીમેટ સીન વગર ફિલ્મ પૂરી થઈ શકશે નહીં તો હું સ્પષ્ટ કરી દઉં છું કે હું આ ફિલ્મનો હિસ્સો બની શકીશ નહીં. આ એક કારણ છે કે મારા હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ.
નેપોટીજ્મ પર વ્યક્ત કર્યું દુઃખ
જણાવી દઈએ કે અભિષેક બચ્ચને જેપી દત્તા ની ફિલ્મ “રેફયુજી” થી બોલિવૂડમાં પગલા માંડ્યા હતા. આ ફિલ્મમાં કરિના તેમની ઓપોઝિટ હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ અભિષેકને વધારે સફળતા મળી નહીં. અભિષેક બચ્ચને બંટી-બબલી, ધૂમ સિરીઝ, ગુરુ, દોસ્તાના, કભી અલવિદા ના કહેના અને પા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. તેમાંથી બંટી બબલી એક એવી ફિલ્મ છે જેમાં અભિષેકને એકલા હીરોના રૂપમાં સફળતા મળી હતી.
હાલમાં નેપોટીજ્મનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેની વચ્ચે અભિષેક બચ્ચને પોતાનું પણ દર્દ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એક સ્ટાર કિડ્સ હોવા છતાં પણ ઇન્ડસ્ટ્રીમાં તેમને ઘણા લોકોએ રીજેક્ટ કર્યો છે. થોડા સમય પહેલા અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક પોસ્ટ શેયર કરી હતી. તેઓ ઇન્સ્ટાગ્રામ પર એક એવી સીરિઝ ચલાવી રહ્યા હતા, જેમાં તેઓ દર વર્ષે આવેલી પોતાની ફિલ્મો અને તેની સાથે જોડાયેલી કહાની વિશે ખુલાસા કરતા હતા.
તેમાં અભિષેક બચ્ચને ૨૦૦૯ ને લઈને કરવામાં આવેલ પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે કામ માટે ઘણા બધા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર ના ચક્કર લગાવવા પડ્યા હતા. પરંતુ ખૂબ જ કોશિશો બાદ પણ કામ મળ્યું નહીં. તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૮માં રાકેશ ઓમ પ્રકાશ મેહરા સાથે કામ કરવાના હતા. અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેઓ મને લઈને “સમજોતા એક્સપ્રેસ” બનાવવા માગતા હતા. પરંતુ ઘણી બધી કોશિશો બાદ પણ અમને લોન્ચ કરવા માટે કોઈ મળ્યું નહીં. તમામ પ્રયાસો બાદ પણ સમજોતા એક્સપ્રેસ ક્યારેય બની શકી નહીં.
નરક ની જેમ પસાર થયા હતા ૪ વર્ષ
અભિષેકે એવું પણ કહ્યું કે મારા જીવનમાં એક સમય એવો પણ આવ્યું હતું જ્યારે ૪ વર્ષમાં મારી એક પણ ફિલ્મ ચાલી ન હતી. તે સમય કોઈ નરકથી ઓછો હતો નહીં. દરેક વ્યક્તિની પોતાની એક જર્ની હોય છે. આપણે કોઈપણની જર્ની ને જજ કરવી જોઈએ નહીં. જો કે હું બધી જ ફિલ્મોનો હિસ્સો બનીને ખુશ હતો કારણ કે તે પણ કરોડો લોકો માટે એક સપનું હોય છે. મને ઓછામાં ઓછું ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો, ઘણા લોકોને તો એક ફિલ્મ કરવામાં તેની સમગ્ર જિંદગી ઘસાઈ જતી હોય છે.
મહત્વપૂર્ણ છે કે મોટા પડદાના ઘણા સ્ટાર હવે ફિલ્મોથી હટીને વેબ સીરીઝ માં આવી ગયા છે. અભિષેક બચ્ચન પણ ઘણાં લાંબા સમયથી મોટા પડદા થી દુર છે અને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા માટે જઈ રહ્યા છે. તે સિવાય આ વર્ષે ઓક્ટોબરમાં તેમની ફિલ્મ “બિગ બુલ” પણ રિલીઝ થવાની છે. જોવાનું રહેશે કે બોલિવૂડ બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર અભિષેક બચ્ચનને દર્શકોનો રિસ્પોન્સ મળે છે.