અભિષેક સાથે લગ્ન કરતાં પહેલા ઐશ્વર્યાનાં થઈ ચુક્યા હતા લગ્ન, હકીકત જાણીને હક્કા-બક્કા રહી જશો

Posted by

એશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાની ખુબ જ સુંદર અભિનેત્રી હોવાની સાથે સાથે ખુબ જ સફળ એક્ટ્રેસ પણ છે. બોલિવુડ ફિલ્મોમાં હવે એશ્વર્યા ખુબ જ ઓછી નજર આવે છે. જો કે તેનો જલવો હજુ પણ જળવાયેલો છે. ૯૦નાં દશકના અંતમાં ઐશ્વર્યાએ હિન્દી સિનેમામાં પગલાં રાખ્યા હતા અને ખુબ જ જલ્દી તેણે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતાથી દરેક લોકોનું દિલ જીતી લીધું હતું. એશ્વર્યા રાય ની એક્ટિંગ અને સુંદરતાની ચર્ચાઓ દુનિયાભરમાં ખુબ જ થાય છે. એશ્વર્યા પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહી છે. સલમાન ખાન સાથે તેનું અફેર ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. સલમાન ખાન સાથે બ્રેકઅપ થયાં બાદ તેનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. જોકે વિવેક અને તેમના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી.

વિવેક બાદ એશ્વર્યાનું દિલ અમિતાભ બચ્ચનનાં દિકરા અભિનેતા અભિષેક બચ્ચન પર આવ્યું હતું. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ દરમિયાન બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા. થોડા સમય બાદ બંનેએ એપ્રિલ ૨૦૦૭માં લગ્ન કરી લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે અભિષેક સાથે લગ્ન કરતા પહેલા એશ્વર્યાએ વધુ એક લગ્ન કરેલા હતા. તો ચાલો જાણીએ કે આખરે અભિષેક સાથે લગ્ન કરતા પહેલા એશ્વર્યા એ કોની સાથે લગ્ન કર્યા હતા.

જણાવી દઈએ કે એશ્વર્યા ને લગ્ન પહેલા માંગલિક જણાવવામાં આવી રહી હતી. ઘણા પંડિતો અને વિદ્વાનો એ બંનેના વિવાહને લઈને ઘણું બધું કહ્યું હતું. તેની વચ્ચે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે એશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કરતા પહેલા પીપળાનાં વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા. જણાવવામાં આવે છે કે આવું તેમણે માંગલિક દોષ માંથી નિવારણ મેળવવા માટે કર્યું હતું.

ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્ન પહેલા અમિતાભ બચ્ચન પરિવાર પોતાની ભાવિ વહુ એશ્વર્યાને લઇને કાશી પહોંચ્યા હતા. અહીંયા બધાએ કાશીના વિશ્વપ્રસિદ્ધ વિશ્વનાથ જ્યોતિર્લિંગ અને સંકટ મોચનનાં દર્શન કર્યા હતા. તેની વચ્ચે એવું પણ કહેવામાં આવ્યું હતું કે એશ્વર્યા રાય પરિવાર સાથે મંગળ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કાશી પહોંચી હતી. મીડિયામાં સમાચાર આવ્યા હતા કે સંકટ મોચન મંદિરમાં જ એશ્વર્યાએ પીપળાના વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા.

બીજી તરફ આ સંકટ મોચન મંદિરનાં અર્ચક શ્રીકાંત મિશ્રા એ એક મોટું નિવેદન આપ્યું હતું, જેનાથી બધું સ્પષ્ટ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે બચ્ચન પરિવાર સંકટમોચન દર્શન કરવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો હતો એટલે કે એશ્વર્યાએ પીપળાના વૃક્ષ સાથે લગ્ન કર્યા નથી. આ પ્રકારની વાતો ફક્ત અંદાજ લગાવવામાં આવી રહી છે.

એપ્રિલ ૨૦૦૭માં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના ખુબ જ ધામધુમથી લગ્ન સંપન્ન થયા હતા. લગ્નમાં બોલિવુડની મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્નના ૪ વર્ષ બાદ બંન્નેને ત્યાં દીકરી આરાધ્યાનું સ્વાગત થયું હતું આરાધ્યાનો જન્મ નવેમ્બર ૨૦૧૧માં થયો હતો. વળી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હાલમાં એશ્વર્યા બીજી વખત પ્રેગ્નેટ છે. હાલમાં જ તેની ઘણી તસ્વીરોમાં તેનો બેબી બંપ સ્પષ્ટ નજર આવી રહ્યો છે.

જણાવી દઈએ કે બોલિવુડ ડેબ્યુ પહેલા વર્ષ ૧૯૯૪માં એશ્વર્યાએ મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો હતો. તેની સાથે જોડાયેલા એક ખાસ વાત એવી છે કે તે ભારતની પહેલી એવી અભિનેત્રી છે, જેનું વેક્સ સ્ટેચ્યુ લંડનનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવેલું છે. વળી તેના શ્રેષ્ઠ કામ માટે ભારત સરકારે વર્ષ ૨૦૦૯માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એશ્વર્યા હાલના દિવસોમાં મણિરત્નમની ફિલ્મ “પોન્નીયિન સેલ્વન” ને લઈને ચર્ચામાં છે. તેનું શૂટિંગ હાલમાં શરૂ થયું છે. છેલ્લી વખત ફેન્સ એ ઐશ્વર્યાને ફિલ્મ “ફન્ને ખાન” માં એક્ટર અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથે જોઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *