એક્શન ફિલ્મોમાં સ્ટંટ સીન જાતે કરે છે આ બોલીવુડ સિતારાઓ, બોલીવુડની અમુક એક્ટ્રેસ પણ નથી જરા પણ પાછળ

Posted by

બોલીવુડમાં એક્શન ફિલ્મોનો ક્રેઝ ખુબ જ જોવા મળે છે. બોલીવુડમાં ફક્ત રોમેન્ટિક ફિલ્મો જ નહીં, પરંતુ એક્શન ફિલ્મોને પણ મોટી માત્રામાં બનાવવામાં આવે છે. જેમાં એટલા ધમાકેદાર સ્ટંટ હોય છે કે તેને જોઈ ફેન્સ આશ્ચર્યમાં રહી જાય છે. આ સ્ટંટને લઈને પણ ફેન્સમાં ઘણો ક્રેઝ જોવા મળે છે. બોલીવુડમાં અમુક હીરો તો પોતાના સ્ટંટ અને એક્શન મુવી માટે પણ જાણીતા છે. મહત્વપુર્ણ છે કે આ સ્ટંટને પુરી પ્રેક્ટિસ કર્યા પછી જ શુટ કરવામાં આવે છે. જેનાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાથી બચાવી શકાય. હંમેશા એક્શન ફિલ્મોમાં ફિલ્માવામાં આવતા સ્ટંટ સ્ટંટમેન કે બોડી ડબલ દ્વારા કરવામાં આવે છે, પરંતુ બોલીવુડમાં અમુક કલાકાર એવા પણ છે, જે આ સ્ટંટ જાતે કરે છે. આ સ્ટંટને કારણે અમુક બોલીવુડ કલાકાર ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત પણ થઇ ચુક્યા છે. તો ચાલો જોઈએ કે તે કયા કલાકાર છે જે એક્શન મુવીમાં જાતે સ્ટંટ કરે છે.

અક્ષય કુમાર

જ્યારે પણ એક્શન ફિલ્મની વાત આવે છે, તો સૌથી પહેલા નામ બોલિવુડનાં ખીલાડી એટલે કે અક્ષય કુમારનું આવે છે. અક્ષય કુમારે ઘણી એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ધમાકેદાર એક્શન સીન્સ થી દર્શકોને ઘણા આકર્ષિત કર્યા છે. જણાવી દઇએ કે અક્ષય કુમાર પોતાની એક્શન ફિલ્મમાં સ્ટંટ જાતે કરે છે. તે પોતાની ફિટનેસ પર પુરું ધ્યાન રાખે છે. આ સાથે જ તે માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે.

શાહરુખ ખાન

બોલીવુડનાં રોમાન્સ કિંગ તરીકે જાણીતા શાહરુખ ખાન જેટલા પોતાની રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતા છે, એટલા તેઓ એક્શન સીન્સ કરવામાં પણ ઘણા હોશિયાર છે. શાહરૂખ ખાને દિલવાલે અને હેપ્પી ન્યુ યર માં સ્ટંટ સીન કોઈ બોડી ડબલ યુઝ કર્યા વગર જાતે કર્યા છે. એટલું જ નહીં શાહરૂખ ખાનની ફિલ્મ રઈસ માં એક સીન એવો હતો જેમાં તેમને હાર્નેસ યુઝ કર્યા વગર તે સીન ને કર્યો હતો.

સોનાક્ષી સિંહા

બોલીવુડની દબંગ ગર્લ કહેવાતી સોનાક્ષી સિંહા રિયલ લાઈફમાં પણ ઘણી દબંગ છે. તે આ વાતથી ખબર પડે છે કે તેમણે પોતાની એક્શન અકિરા અને ફોર્સ-2 માં અમુક સ્ટંટ કર્યા છે. સોનાક્ષી સિંહા પોતાના દરેક રોલને રિયલ બનાવવા માટે ઘણી મહેનત કરે છે. એજ કારણ છે કે તે પોતાના સ્ટંટ જાતે કરે છે

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ બોલીવુડ ટાઉનનાં યંગ એક્ટરમાં સામેલ છે અને જે પોતાની એક્શન મુવી માટે જાણીતા છે. તેને પણ સૌથી ફિટ એક્ટરમાં ગણવામાં આવે છે અને અક્ષય કુમારની જેમ તે પણ માર્શલ આર્ટ એક્સપર્ટ છે. ટાઈગર પોતાની મોટાભાગની એક્શન ફિલ્મોનાં સ્ટંટ જાતે જ કરે છે. જણાવી દઈએ કે હીરોપંતી, ફ્લાઈંગ જટ, બાગી જેવી ફિલ્મોનાં બધા એક્શન સીન ટાઇગર શ્રોફ દ્વારા જાતે કરવામાં આવ્યા છે.

પ્રિયંકા ચોપડા

બોલીવુડથી હોલિવુડ સુધીની સફર કરવા વાળી એક્ટ્રેસ અને મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડા  પોતાની એક્ટિંગ સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ ઘણી જાણીતી છે. પ્રિયંકા ચોપડા કોઈ બોડી ડબલને યુઝ કર્યા વગર પોતાના સ્ટંટ કરવાનું પસંદ કરે છે. એજ કારણ છે કે મેરિકોમ અને કવોન્ટિકો નાં બધા સ્ટંટ પ્રિયંકા દ્વારા જાતે કરવામાં આવ્યા છે.

દીપિકા પાદુકોણ

વળી બોલીવુડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ દ્વારા પણ સ્ટંટ જાતે કરવામાં આવે છે. દીપિકા પાદુકોણે બાજીરાવ મસ્તાની, ચાંદની ચોક ટુ ચાઈના અને  હોલીવુડ મુવી નાં બધા સ્ટંટ જાતે કર્યા છે.

તાપસી પન્નુ

મનમરજીયા એક્ટ્રેસ તાપસી પન્નુ એ ખુબ જ ઓછા સમયમાં બોલીવુડમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે પોતાની વર્સેટાઈલ એક્ટિંગ સ્કિલ્સ માટે ઘણી જાણીતી છે. તાપસી દ્વારા એક્શન ફિલ્મોમાં પણ કામ કરવામાં આવ્યું છે. જ્યારે શબાના ફિલ્મમાં તાપસી એ ખાસ પ્રકારથી જુડો ની ટ્રેનિંગ લીધી હતી અને તેના બધા સ્ટંટ જાતે કર્યા હતા.

વિદ્યુત જામવાલ

એક્શન સ્ટાર ની વાત કરવામાં આવે અને તેમાં વિધુત જામવાલનું નામ ન હોય તે પોસિબલ જ નથી. વિધુત માર્શલ આર્ટ જાણે છે અને પોતાની ફિલ્મોના બધા સ્ટંટ જાતે જ કરવાનું પસંદ કરે છે. વિદ્યુત દ્વારા ફિલ્મ કમાન્ડો અને જંગલમાં ઘણા સારા સ્ટંટ કરવામાં આવ્યા છે. જેને તેના ફેન્સ દ્વારા ઘણા પસંદ કરવામાં આવ્યા છે.

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન પોતાના ગુડ લુક, એક્ટિંગ અને ડાન્સ સાથે જ એક્શન ફિલ્મો માટે પણ જાણીતા છે. એક્શન ફિલ્મો કરવામાં ઋત્વિકનો કોઈ તોડ નથી. એક્શન ફિલ્મોમાં તે બધા સ્ટંટ જાતે કરે છે. ઋત્વિક ક્યારે પણ બોડી ડબલનો યુઝ નથી કરતા અને એજ કારણ છે કે બેંગ બેંગ જેવી એક્શન ફિલ્મનાં બધા સ્ટંટ ઋત્વિક દ્વારા જાતે કરવામાં આવ્યા હતા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ ઘણી સુંદર તો છે જ આ સાથે જ તે ઘણી ફીટ એક્ટ્રેસમાં પણ ગણવામાં આવે છે. કેટરીના કૈફની ફિટનેસથી દરેક લોકો પ્રેરિત થાય છે. કેટરીના કૈફે પણ એક્શન ફિલ્મ ધુમ-૩ અને એક થા ટાઈગર માં બધા સ્ટંટ જાતે જ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *