એક્ટ્રેસનાં પગને હાથમાં લઈને કરી કિસ કરતાં નજર આવ્યા રામ ગોપાલ વર્મા, જાણો કોણ છે તે અભિનેત્રી

દિગ્ગજ ફિલ્મ મેકર રામગોપાલ વર્મા ઉર્ફે રામુ હંમેશાથી વિવાદોમાં રહે છે તે પોતાની ફિલ્મોથી વધારે પોતાના વિવાદો માટે ઓળખવામાં આવે છે. તેમના વિવાદોનું જો લિસ્ટ કાઢવામાં આવે તો તેની ઉપર પણ એક ફિલ્મ બની શકે છે. હાલમાં જ રામગોપાલ વર્માએ એક નવા વિવાદને જન્મ આપ્યો છે. રામ ગોપાલ વર્માએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર પર ખુબ જ બબાલ થઈ રહી છે. પોતાની શેર કરવામાં આવેલી તસ્વીરમાં રામગોપાલ વર્મા એક યુવતીનાં પગને પોતાના હાથમાં લઈને કિસ કરી રહ્યા છે.

હવે આ ફોટોને શેર કર્યા બાદ તે ટ્રોલર્સનાં નિશાના પર આવી ગયા છે. ફિલ્મ મેકર રામગોપાલ વર્મા ની નવી ફિલ્મ “ડેન્જરસ” ખુબ જ જલ્દી આવવાની છે. આ ફિલ્મમાં બે યુવતીઓને પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે. બે યુવતીઓના સંબંધો પર બનેલી આ ફિલ્મમાં નયના ગાંગુલી અને અપ્સરા રાની મુખ્ય કિરદાર નજર આવશે. રામગોપાલ વર્માએ એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ તસ્વીરમાં તે એક યુવતીનાં પગ ને કિસ કરી રહ્યા છે. રામ ગોપાલ વર્માએ કેપ્શન માં લખ્યું છે કે, “આ મારી અને સોનિયા નરેશનાં પગની ફોટો છે, જેને નયના ગાંગુલીએ લીધેલ છે. નયના તું એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે-સાથે શાનદાર ફોટોગ્રાફર પણ છે.” ત્યારબાદ તેમણે આ પોસ્ટમાં નૈના અને સોનિયા નરેશ ને પણ ટેગ કરેલ છે. મહત્વપૂર્ણ છે કે સોનિયા પણ એક એક્ટ્રેસ છે.

રામગોપાલ વર્માની આ પોસ્ટ ઉપર ઘણા રિએક્શન આવી રહ્યા છે. ઘણા લોકો તેને ફની કોમેન્ટ કરી રહ્યા છે તો અમુક લોકો તેની ઉપર મીમ્સ બનાવી રહ્યા છે. તેની સાથે અમુક લોકો તેને ખુબ જ આલોચના પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે વિસ્તૃત કરવાની બિલકુલ પણ આવશ્યકતા નથી. અમે જાણીએ છીએ કે તમે પોતાની અભિનેત્રીઓ સાથે હકીકતમાં શું કરો છો. આ ફિલ્મ ઉદ્યોગને એક જુની પરંપરા છે. વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે શું તે તમારી પૌત્રી છે?

તમને જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માને એકવાર ફરીથી અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ લઈને આવવાના છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગોવા માં બનનાર આ ફિલ્મની કહાની રામગોપાલ વર્મા દ્વારા લખવામાં આવેલી છે. અમિતાભ બચ્ચને પણ તેની સ્ક્રીપ્ટ વાંચી લીધી છે. સાથોસાથ તેમણે પ્રોજેક્ટ માટે હાં પણ કહી દીધું છે. આ પહેલાં આ બંને સરકાર, ડરના જરૂરી હૈ, નિશબ્દ, રણ અને આગ માં નજર આવી ચુક્યા છે. તે સિવાય છેલ્લી વખત બંનેએ સરકાર રાજ-3 કામ કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે રામ ગોપાલ વર્માએ હાલમાં જ પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરેલ છે. સ્પાર્ક ઓટીટી નામથી બનાવેલા પ્લેટફોર્મ ૧૫ થી લાઈવ થવાનું હતું. આ પ્લેટફોર્મ પર સૌથી પહેલા રામગોપાલ વર્માએ પોતાની ફિલ્મ “ડી કંપની” પ્રસારિત કરી હતી.