અડધી રાતે ફાર્મહાઉસની દીવાલો માંથી આવતો હતો અવાજ, હકીકત સામે આવ્યા બાદ કપલ ઘર છોડીને ભાગ્યું

Posted by

પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું હંમેશા લોકોની પહેલી પસંદ રહે છે, એટલું જ નહીં લોકો પોતાની બચત લગાવીને ઘર ખરીદે છે. પરંતુ વિચારો કે તમારા પરસેવાની કમાણી થી એકઠા કરવામાં આવેલ પૈસાથી કોઈ ઘર ખરીદો, પરંતુ તમે દગા નાં શિકાર થઈ જાવ તો તમને કેવું મહેસુસ થશે? દગો પણ જેવો તેવો નહીં. એકત્રિત અજીબો-ગરીબ ષડયંત્રના શિકાર થયા હોય તો કેવું લાગે? પછી તો તમારી રાતની ઊંઘ અને દિવસની શાંતિ ગાયબ થઈ જવી વ્યાજબી છે. આવું જ કંઈક પેન્સિલ્વેનિયા માં રહેનાર એક કપલની સાથે થયું હતું. જ્યાં તેમણે પોતાની બચત થી ૧૪૯ વર્ષ જુનું ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ કપલને ઘર ખરીદી કરવાની ખુશી હતી, પરંતુ આ ખુશી વધારે દિવસો સુધી ટકી શકી નહીં.

જણાવી દઈએ કે જ્યારે કપલ આ ઘરમાં શિફ્ટ થયું તો તે ખુબ જ ખુશ હતું. તેઓ લાંબા સમયથી તે લોકેશનમાં ઘર શોધી રહ્યા હતા અને આખરે આ ફાર્મ હાઉસ દ્વારા તેમનું સપનું પુરું થયું હતું, એટલે ૧૪૯ વર્ષ જુનું ફાર્મ હાઉસ ખરીદ્યું. પરંતુ ત્યારબાદ ધીરે-ધીરે તેમની ખુશીઓ ગાયબ થવા લાગી હતી. તેની પાછળનું કારણ એવું હતું કે કપલને રાત્રે પોતાના ઘરની દીવાલો માંથી અજીબો ગરીબ અવાજ સાંભળવા મળતો હતો. કપલ તેને લઈને ચિંતિત રહેવા લાગ્યું. તેમને સમજવામાં નહોતો આવી રહ્યું કે કેવા અવાજ છે.

તેઓમાં તેમણે આખરે એક તપાસ ટીમને બોલાવી અને અજીબોગરીબ અવાજની તપાસ કરાવી. ત્યારબાદ જે હકીકત સામે આવી તે ખુબ જ ચોંકાવનારી હતી. તપાસ ટીમને મળી આવ્યું કે ઘરની દીવાલમાં અંદાજે ૪ લાખ મધમાખી રહે છે. આ સાંભળીને કપલના હોશ ઉડી ગયા. તેને હટાવવા સુધી ઘરથી દુર રહેવું પડ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે ફાર્મ હાઉસનાં જુના માલીકે તેને ઉતાવળમાં વેચી દીધું હતું, ત્યારે તેમણે સમજી જવું જોઈએ હતું. પરંતુ બાદમાં પોતાના બજેટમાં મળી રહેલ ઘર સિવાય તેમના દિમાગમાં કંઈ આવ્યું નહીં. જો કે બાદમાં સમજમાં આવ્યું કે તેના જુના માલિકે ફાર્મ હાઉસને આટલા સસ્તા માં શા માટે વેચી દીધું હતું.

મધમાખીને હટાવવામાં ૮ લાખ ખર્ચ થયા

જણાવી દઈએ કે દીવાલની પાછળ ૪ લાખ મધમાખીઓને હટાવવા માટે કપલે Allan Lattanzi ને હાયર કર્યા જે પ્રોફેશનલ બીકીપર હાયર હતા તેમણે મધમાખીને તો હટાવી હતી પરંતુ તેમાં કપલને ૮ લાખ રૂપિયાનો ખર્ચ થયો. મધમાખી હટાવનાર એલને જણાવ્યું કે તે ૪ વર્ષ પહેલા પણ આ ફાર્મ હાઉસમાં આવ્યો હતો, ત્યારે તેના જુના માલિકે મધમાખી હટાવવાથી ઇનકાર કરી દીધો હતો. કારણકે તેની પાસે પૈસા ન હતા. તેના પરથી સ્પષ્ટ છે કે તેણે કપલને જાણી જોઇને આ ઘર વેચ્યું હતું.

૩૫ વર્ષથી રહેતી હતી મધમાખી

એલને જણાવ્યું હતું કે તેમની ટીમે દિવાલ પાછળથી અંદાજે સાડા ચાર લાખ મધમાખી હટાવી હતી. મધમાખી આ દીવાલ પાછળ ૩૫ વર્ષથી રહેતી હતી. તેને હટાવવામાં ખુબ જ ખર્ચ થયો હતો. સસ્તામાં ખરીદવામાં આવેલ ફાર્મ હાઉસ કપલને ખુબ જ મોંઘું પડી ગયું. તેવામાં આ કહાની થી શીખવા મળે છે કે જ્યારે પણ આપણે પોતાની બચત કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ તો તેના જોખમને પહેલા ધ્યાનમાં રાખવા, નહીંતર પરસેવાની કમાણી તો જાશે સાથોસાથ પરેશાની પણ વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *