તમે ક્યારે ગોરસ આંબલીનું નામ સાંભળ્યું છે? તે કોઈ મીઠાઈ નથી પરંતુ વૃક્ષ પર થતું જલેબી જેવુ ગોળ ફળ છે, જેનો આકાર જલેબી જેવો હોય છે. સામાન્ય રીતે આ વૃક્ષ જંગલોમાં જોવા મળે છે અને ઘણા લોકોએ આ વૃક્ષની જોયું પણ હશે. ગોરસ આંબલીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને અનેક વિસ્તારોમાં તો આ ફળને ખૂબ જ ખાવામાં આવે છે અને માર્કેટમાં વેચવામાં પણ આવે છે. ઘણી જગ્યાઓ એવી પણ છે જેમાં તેના ઔષધિય ગુણો વિશે ખબર ના હોવાથી અનેક લોકો આ ઔષધીય ગુણ વાળા ફળનો લાભ નથી ઉઠાવતા. આ ફળ એપ્રિલથી જૂનના ઋતુમાં આવે છે.
તમને જણાવી દઈએ તો ગોરસ આંબલીમાં અંદરનું ફળ સફેદ કલરનું હોય છે. તેનો આકાર આમલી જેવું હોય છે. પરંતુ તે ફળ પાકી ગયા પછી તે લાલ થઇ જાય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અલગ અલગ જગ્યાએ લોકો તેને જુદા જુદા નામથી જાણે છે. જેમકે વિલાયતી આંબલી, ગંગા જલેબી, મીઠી આંબલી વગેરે. આજે તમને જણાવીશું આ ગોરસ આમલીના સ્વાસ્થ્ય લાભ.
ડાયાબીટીસ રોગ માટે ખૂબ જ ફાયદાકારક
ગોરસ આંબલીને ડાયાબિટીસનાં રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં અનેક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને લાભ આપે છે. ટાઇપ-૨ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ગોરસ આમલીના ફળનું સેવન અને તેનો જ્યુસ ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા વૈદ્ય અને જૂના લોકો માને છે કે ડાયાબિટીસનાં રોગીને જો એક મહિનો સળંગ ગોરસ આમલીનું સેવન કરે તો તેમને તે રોગમાંથી છુટકારો મળી શકે છે.
કેન્સરથી બચાવે છે આ દેશી ફળ
બની શકે કે તમને આ વાતમાં વિશ્વાસ ના કરો પરંતુ Journal of Pharmacognosy And Phytochemistry માં છાપેલી એક રિપોર્ટ અનુસાર, ગોરસ આમલીનાં ફળમાં કેન્સર-રોધી સુધી ગુણ જોવા મળ્યા છે. તેથી જો આ ફળનું સેવન કરવામાં આવે તો કેન્સર કોશિકાઓની વધવાની ગતિ રોકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિને કેન્સર ના હોય તો તેને કેન્સર થવાની શક્યતા પણ ઘટી જાય છે. કારણ કે આ ફળોમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.
ઇમ્યુનિટી વધારે છે ગોરસ આમલી
ગોરસ આમલીના સેવનથી ઇમ્યુનિટી પણ વધે છે. કોરોના વાયરસ લીધે આજકાલ ઇમ્યૂનિટીની ઘણી ચર્ચા છે, તેવામાં જો તમે ગામડામાં રહો છો અને તમારી આજુબાજુ ગોરસ આમલીનું વૃક્ષ હોય તો તેનું સેવન રોજ કરવું અને બીજા લોકોને પણ કરાવવું. ગોરસ આમલીનાં ખાટા ફળોમાં વિટામિન સી ની માત્રા વધુ હોય છે. તેથી તે એક એન્ટી ઓકસીડન્ટ રીતે કામ કરે છે અને શરીરને રોગોથી લડવાની ક્ષમતા વધારે છે.
હાડકા અને માંસપેશીઓ સ્વસ્થ રહે છે
તમે ક્યારેય એવું નથી થતું કે ગામડાઓમાં લોકો આટલા મજબૂત કેવી રીતે હોય છે અને આટલું કામ, ભારે વજન ઉપાડવો, પગપાળા ચાલવું આ બધું કેવી રીતે કરે છે? કારણ કે ગામના લોકોની ખાણી-પીણીમાં ઘણી બધી ઔષધિય ચીજો અજાણી રીતે સામેલ હોય છે, જે તેમના શરીરને મજબૂત બનાવે છે. તેમાંથી ગોરસ આમલી એક એવું ફળ છે જેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની અધિકતા હોય છે. તેથી તેના સેવનથી હાડકા અને દાંત મજબૂત થાય છે સાથે માંસપેશીઓ પણ સ્વસ્થ રહે છે.
પેટને રાખે છે સ્વસ્થ
ગોરસ આમલીના ફળના સેવનથી તમારી પાચન શક્તિ વધે છે અને પેટ સ્વસ્થ રહે છે. આ ફળમાં અનેક ઔષધીય ગુણો છે. તે બધામાં એક લેખના માધ્યમથી જણાવવા મુશ્કેલ છે. એટલા માટે તમે અહિયાં ક્લિક કરીને તમે આ ફળના મેડિકલ રિસર્ચની રિપોર્ટ જાણી શકો છો, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ફળ શરીરની ૧૦૦ થી વધુ બીમારીઓને દૂર કરવામાં સક્ષમ હોય છે.