અઢળક સંપતિનાં માલિક છે અજય દેવગન, ૬૦ કરોડનો બંગલો અને ૧૦૦ કરોડનું છે પ્રાઇવેટ જેટ, જુઓ લાઇફસ્ટાઇલ

Posted by

હિન્દી ફિલ્મમાં અજય દેવગન ખુબ જ જાણીતું નામ છે. હાલના સમયમાં ભારતનો દરેક વ્યક્તિ અભિનેતાને સારી રીતે ઓળખે છે. અજય દેવગને પોતાના ફિલ્મી કારકિર્દીમાં ઘણી બધી સારી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે પોતાના અભિનયનાં દમ પર તેમણે લોકોની ખુબ જ પ્રસંશા પણ મેળવેલી છે. “ફુલ ઓર કાટે” ફિલ્મ થી પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરવા વાળા અભિનેતા અજય દેવગન બોલિવુડ ઇન્ડસ્ટ્રીનાં સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે અને તે અઢળક સંપત્તિના માલિક છે.

અજય દેવગને છેલ્લા ઘણા વર્ષોથી બોલિવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને તેમની ફિલ્મ કરોડો અને અબજો રૂપિયાની કમાણી કરે છે. અજય દેવગન એક સારા અભિનેતા હોવાની સાથે-સાથે એક સફળ ફિલ્મ નિર્માતા પણ છે. તેમણે પોતાની પત્ની કાજોલને લઈને “હેલિકોપ્ટર ઈલા” નામની એક ફિલ્મ બનાવી હતી.

૫૨ વર્ષનાં અભિનેતા અજય દેવગન કરોડોની સંપત્તિના માલિક છે. એક વર્ષમાં અભિનેતા કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. એટલું જ નહીં પરંતુ અજય દેવગનને મોંઘી મોંઘી કારો પણ ઘણો શોખ છે. તેમની પાસે દુનિયાની સૌથી મોંઘી કાર છે અને તેમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.

ખબર અનુસાર એવું જણાવવામાં આવે છે કે બોલિવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અજય દેવગન કુલ ૨૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વર્ષ ૨૦૧૮માં તેમની એક વર્ષની કમાણી ૩૨ કરોડ રૂપિયા હતી. અજય દેવગને ૧-૨ વર્ષની અંદર ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે કમાવા વાળી ફિલ્મો બોલીવુડને આપી છે. અજય દેવગનની ફિલ્મ ગોલમાલ અગેન, ટોટલ ધમાલ જેવી ફિલ્મોએ બોક્સઓફિસ પર ઘણી સારી કમાણી કરી.

તમને જણાવી દઈએ કે અજય દેવગન એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ ૨૨ કરોડ રૂપિયાની મોટી રકમ ફીનાં રૂપમાં લે છે. જો અજય દેવગન કોઈ વિજ્ઞાપન કરે છે તો તેના માટે ૫ કરોડ રૂપિયાની ફી લે છે. મળેલી જાણકારી અનુસાર છેલ્લીવાર અજય દેવગને ૬ કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ ભર્યો હતો.

અભિનેતા અજય દેવગન મોંઘી ગાડીનાં પણ શોખ રાખે છે. અજય દેવગન પાસે માસેરાતી ક્વાટ્રોપોર્ટ છે. આ કારની કિંમત પોણા બે કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. તે સિવાય અજય દેવગન પાસે રેન્જ રોવર પણ છે. જેની કિંમત ૨ કરોડ રૂપિયાથી વધારે જણાવવામાં આવે છે.

જો આપણે અજય દેવગનના ઘરની વાત કરીએ તો માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ તેમની પાસે દુનિયાના સૌથી મોંઘા રેસિડેન્સીયલ શહેર લંડનમાં પણ ઘર છે. ખબર અનુસાર તેની કિંમત ૬૦ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. અજય દેવગનનાં બે ઘર મુંબઈમાં પણ છે. એક એપાર્ટમેન્ટ જૂહુમાં છે, જ્યારે બીજું ઘર માલગારી રોડ પર સ્થિત છે.આ બંને મકાનોની કિંમત લગભગ ૨૫ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.

અજય દેવગન પોતાના પ્રાઈવેટ જેટ થી પોતાના પરિવાર સાથે સફર કરે છે. અભિનેતા પોતાના પરિવાર સાથે પોતાના પ્રાઈવેટ જેટ થી વેકેશન પર જાય છે. આ પ્રાઇવેટ જેટનું નામ હોકર 800 છે, જેની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અભિનેતાનો અજય દેવગન ફિલ્મ નામક તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જેમાં હેલિકોપ્ટર ઈલા નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. આવનારા દિવસોમાં તે બીજી પણ ફિલ્મો બનાવવાના છે. તેમના પ્રોડક્શન હાઉસની કિંમત ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *