આદિત્ય પંચોલીની દિકરીની તસ્વીરો જોઈ લેશો તો નજર હટાવી શકશો નહીં, તસ્વીરો જોઈને લોકો બની રહ્યા છે પાગલ

Posted by

બોલીવુડમાં ઘણા એવા સ્ટાર કિડ છે, જે હંમેશાં ચર્ચાઓમાં છવાયેલા રહે છે. સોશિયલ મીડિયાનાં આ સમયમાં તો હંમેશા કોઇને કોઇ સ્ટાર કિડ્ઝ ચર્ચામાં જળવાઈ રહે છે. ખાસ કરીને ગર્લ સ્ટારકિડ પોતાની તસ્વીરોથી ચર્ચામાં છવાયેલા રહે છે.. શાહરુખ ખાન થી લઈને અજય દેવગનની દીકરીઓ હંમેશા ચર્ચાનો હિસ્સો બની રહે છે. પરંતુ આજે અમે તમને જાણીતા અભિનેતા આદિત્ય પંચોલીની દીકરી વિશે બતાવવા જઈ રહ્યા છે.

આદિત્ય પંચોલીએ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આદિત્ય પંચોલીનાં લુક્સ અને ઇમેજ એ તેમને ફિલ્મી પરદા પર વિલનનાં રૂપમાં ઓળખાણ આપવી. તેમણે ૮૦  અને ૯૦નાં દશકમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને તે પોતાની ઓળખાણ બનાવવામાં સફળ  રહ્યા. ફિલ્મ સાથે જ તે ઘણા વિવાદનાં કારણે પણ સમાચારોમાં રહ્યાં.

૫૬ વર્ષનાં આદિત્ય પંચોલીનો જન્મ ૪ જાન્યુઆરી, ૧૯૬૫માં મુંબઈમાં થયો હતો. આદિત્યએ વર્ષ ૧૯૮૬માં લગ્ન કર્યા હતા. આદિત્ય અને ઝરીના બે બાળકોના માતા-પિતા છે. બંનેનો દીકરો સુરજ તો બોલીવુડમાં પગલાં પણ રાખી ચુક્યો છે, જ્યારે કપલની દીકરીનું નામ સના પંચોલી છે.

આદિત્ય પંચોલી અને ઝરીનાની દીકરી સના પંચોલી ચર્ચામાં રહેવાનું પસંદ કરતી નથી. જોકે હાલમાં તો વાત તેની જ થઈ રહી છે. સના નો જન્મ વર્ષ ૧૯૯૦માં થયો હતો. તે લગભગ ૩૧ વર્ષની થઇ ચુકી છે અને દેખાવમાં ઘણી સુંદર નજર આવે છે. એમની સુંદરતા કોઈ બોલીવુડ અભિનેત્રી કે કોઈ મોડલ થી ઓછી નથી.

સના ને પોતાના માતા-પિતા અને ભાઈની જેમ અંગત રૂપથી બોલીવુડથી કોઈ સંબંધ નથી. તે ફિલ્મોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી, પરંતુ વાત બની શકી નહી અને પછી એમણે હોટલ અને રેસ્ટોરન્ટ તરફ પ્રયાણ કર્યું.

ફિલ્મી દુનિયામાં વાત ન બનવાને કારણે સના પંચોલીએ ગોવામાં એક શાનદાર ડાઇનિંગ રેસ્ટોરેન્ટ ખોલ્યું. તે હવે અહીં કામ કરી રહી છે અને તે એક આ કામથી સારા એવા પૈસા કમાઈ લે છે. બતાવી દઇએ કે સના અને સુરજ બંને ભાઈ-બહેનમાં સના મોટી છે. સના  પોતાના પરિવારની ઘણી નજીક છે.

માતા-પિતા સાથે જ સના ભાઈ સુરજ પંચોલી સાથે પણ ખાસ બોન્ડિંગ ધરાવે છે અને એક મજબુત રિલેશન શેર કરે છે. સના ની ઘણી બધી ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ છે, જેમાં તે પોતાના ભાઈ સાથે નજર આવી રહી છે. બંને હંમેશા સાથે ફોટો ક્લિક કરતા રહે છે.

હંમેશા જોવામાં આવે છે કે સના પંચોલી અને સુરજ પંચોલી સાથે હેંગ આઉટ કરતાં નજર આવે છે. સુરજ હંમેશા પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થી મોટી બહેન સાથે ફોટો પોસ્ટ કરે છે. એમને ઇન્સ્ટાગ્રામ પર ૧૬ લાખથી પણ વધારે લોકો ફોલો કરે છે.

સનાએ એકવાર પોતાના ઈન્ટરવ્યુમાં પોતાના અને પિતા આદિત્ય પંચોલી તથા ભાઈ સુરજ પંચોલી વિશે વાત કરી હતી. તેમણે બતાવ્યું હતું કે સુરજ ઘણા સમજદાર અને શાંત છે. જ્યારે તે એમનાથી એકદમ વિરુદ્ધ છે. સના પ્રમાણે તે પોતાના પિતા આદિત્ય પંચોલીની જેમ છે. તે ઘણી જલદી ગુસ્સે થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *