એકબીજા સાથે ફિલ્મોમાં કામ ન કરવાની આ સિતારાઓએ કસમ ખાધી છે, એક જોડી તો એકબીજાને ખુબ જ પ્રેમ કરતી હતી

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સેલિબ્રિટી જોડીઓ એવી છે, જે વારંવાર પડદા પર નજર આવે છે અને પ્રેક્ષકોએ પણ આ જોડીઓને ખૂબ પસંદ કરી છે અને પોતાની મનપસંદ જોડીને પણ સિલ્વર સ્ક્રીન પર જોવા માંગે છે. વળી કોઈ એવી પણ જોડીઓ છે, જે બીજી વાર ફિલ્મનાં પડદા પર નજર નથી આવી. જી હાં, આ બોલીવુડ સિતારાઓએ એકબીજાની સાથે કામ ન કરવાની ક્સમ ખાધી છે. તો આજે અમે તમને બતાવીશું કે બોલિવૂડની એ કઈ જોડીઓ છે, જેમણે એકબીજા સાથે ક્યારે કામ ન કરવાનું નક્કી કરી લીધું છે.

સલમાન ખાન – એશ્વર્યા રાય બચ્ચન

ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડીએ ખૂબ રંગ જમાવ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાનનું નામ સમીર હતું, વળી એશ્વર્યાનું નામ નંદિની હતું. આ ફિલ્મ પછી પણ રીયલ લાઇફમાં પણ બંને રિલેશનશિપમાં આવ્યા હતા. પણ પરસ્પર મતભેદને લીધે બંનેના વચ્ચે બ્રેકઅપ થઈ ગયું અને પછી આ જોડી પાછી ક્યારે ફિલ્મનાં પડદા પર જોવા મળી નહીં.

અક્ષય કુમાર – પ્રિયંકા ચોપડા

સામાન્ય રીતે તો અક્ષય કુમારને ખતરો કે ખિલાડીનાં નામથી જાણવામાં આવે છે પરંતુ તે લોકોના દિલથી રમવામાં પણ હોશિયાર છે. એક સમય હતો, જ્યારે અક્ષય અને પ્રિયંકાનાં રિલેશનશીપની વાતો ઘણી ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટસનું માનીએ તો એ દિવસોમાં અક્ષર કુમાર દેશી ગર્લ નામ થી પ્રચલિત પ્રિયંકા ચોપડાને દિલ આપી ચૂક્યા હતા. પણ જ્યારે આ વાતની ખબર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને પડી, ત્યારબાદ તેમણે ક્યારેય અક્ષય કુમારે પ્રિયંકા ચોપડા સાથે કામ કર્યું નહીં.

અજય દેવગન – કંગના રનૌત

સામાન્ય રીતે તો ઇન્ડસ્ટ્રીમાં કેટલાક અભિનેતા અને અભિનેત્રી કંગના રનૌત સાથે કામ કરવા માટે અચકાય છે. અજય દેવગન ઈચ્છે તો પણ કંગના રનૌત સાથે કોઈ દિવસ કામ કરી શકે તેમ નથી કારણ કે, એમને કાજોલ થી અલ્ટીમેટમ મળ્યું છે. જી હાં, કાજોલે અજય દેવગનને કંગનાની સાથે કામ કરવા માટે સખત ના પાડેલી છે. તેનું કારણ એ છે કે અજય અને કંગના એકબીજાની નજીક આવવાની વાતો મીડિયામાં આવવા લાગી હતી. તેથી એના પછી કાજોલે અજયને સખત મનાઈ કરેલી છે.

ઋત્વિક રોશન – કરીના કપુર ખાન

ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ “કહોના પ્યાર હૈ” થી કરીના કપુર પોતાનો બોલિવૂડ ડેબ્યૂ કરવાની હતી. તેના માટે એને કાસ્ટ પણ કર્યું હતું અને તે ફિલ્મની એ શુટિંગ પણ કરી રહી હતી. પરંતુ કેટલાક દિવસો પછી શૂટિંગ પછી કરીના એ અચાનક ફિલ્મ છોડી દીધી. તે વાતથી ઋત્વિક રોશન ઘણો નારાજ થયો હતો અને એને  ક્સમ ખાઈ લીધી કે ફરી કરીના સાથે કામ નહીં કરે. જો કે, ફિલ્મ “કભી ખુશી કભી ગમ” માં આ બંને પાછા સાથે જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ બંને એક સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યા નહીં.

શાહરુખ ખાન – પ્રિયંકા ચોપડા

રોમાન્સનાં રાજાનાં નામથી મશહૂર શાહરુખ ખાન પત્ની ભક્તિઓ માંથી એક ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી ખાનનાં હુક્મનો ગુલામ છે. પરંતુ ડોન ફિલ્મનાં શૂટિંગ વખતે શાહરૂખ અને પ્રિયંકાનાં પ્રેમસંબધની ખબર આવી, ત્યારે શાહરૂખ ખાને નક્કી કરી લીધું કે હવે પછી એ પ્રિયંકા સાથે ક્યારે પણ સ્ક્રીન શેર નહીં કરે.

રણવીર કપુર – સોનાક્ષી સિંહા

આ લિસ્ટમાં રણવીર અને સોનાક્ષીનું નામ સૌથી વધારે ચોંકાવનારું નામ છે. જણાવવામાં આવે છે કે રણવીર સોનાક્ષીની સાથે સ્ક્રીન શેર ક્યારેય નથી કરવા માંગતા. તેનું કારણ સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. હકીકતમાં સોનાક્ષી પોતાના ફીગર અને દેખાવને કારણથી રણવીર થી ઉંમરમાં ઘણી મોટી લાગે છે, એટલે રણવીરને સોનાક્ષીની સાથે સ્ક્રીન શેર કરવાનું પસંદ નથી.

અમિતાભ બચ્ચન – રેખા

બોલીવૂડની સૌથી વધારે ચર્ચિત જોડીઓ માંથી એક અમિતાભ બચ્ચન અને રેખાની જોડી છે. હાલમાં આ જોડી હંમેશા-હંમેશા માટે તૂટી ગઈ છે. આ બંનેએ છેલ્લી વખત ફિલ્મ “મુકદ્દર કા સિકંદર” માં કામ કર્યું હતું. હકીકતમાં અમિતાભ અને રેખાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી અને તે દિવસોમાં બંનેના અફેરની પણ ખૂબ ચર્ચા થઈ હતી.  એ વાતને લઇને અમિતાભની પત્ની જયા ઘણી ઇનસિક્યોર થઈ હતી ગઇ હતી. તેમણે અમિતાભને કસમ આપી કે એ ફરી ક્યારેય રેખા સાથે કામ નહીં કરે.

સલમાન ખાન – દીપિકા પાદુકોણ

સલમાન અને દીપિકાની જોડી એવી જોડીઓ માંથી એક છે જે ક્યારેય ન જામી. તેનું કારણ ક્યારેય આજ સુધી સામે નથી આવ્યું, પરંતુ બન્નેએ ક્યારેય એકસાથે કામ નથી કર્યું. કેટલાય ફિલ્મી નિર્દેશકોએ દીપિકા અને સલમાનને સિલ્વર સ્ક્રીન પર એક સાથે લાવવાની કોશિશ કરી પણ દીપિકાએ સલમાનની સાથે ફિલ્મ કરવાની હંમેશા ના જ પાડી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *