હોટેલમાં લોકોનાં એઠાં વાસણ સાફ કરીને જીવન પસાર કરતો હતો આ એક્ટર, આજે છે બોલીવુડનો નંબર-૧ સુપરસ્ટાર

Posted by

સમય ક્યારે બદલી જાય તેની ખબર નથી હોતી. ક્યારેક દુઃખને સુખમાં બદલી દે છે તો કયારેક સુખને દુઃખમાં. કહેવાય છે કે નસીબનો કોઈ ભરોસો નથી, ક્યારે આકાશ પરથી જમીન પર લાવી દે અને ક્યારેક જમીન પરથી આકાશ પર પોહોચાડી દે. મહત્વપુર્ણ છે કે વ્યકિતએ કયારેય પણ હિંમત હારવી જોઈએ નહીં. કારણ કે જ્યારે નસીબ આપણા પક્ષમાં હોય છે તો જીવનની ઘણી સમસ્યાઓનો અંત થઈ જાય છે. હકીકતમાં આજકાલ જે પણ વ્યક્તિ મોટો બની ગયો છે, જરૂરી નથી કે તે હંમેશાથી તેવો હોય. ફિલ્મ જગતમાં ઘણા એવા લોકો છે જે આજે જરૂરથી કરોડપતિ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ એક-એક પૈસાનાં મોહતાજ હતા.

હિન્દી ફિલ્મ જગત ખુબ જ મોટું છે. દરરોજ સેંકડો લોકો અહીં પોતાનું સપનું લઈને આવે છે, પરંતુ ફિલ્મ જગતમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું બધાનાં હાથમાં હોતું નથી. આવડતની સાથે સાથે સારી કિસ્મતનું હોવું પણ આવશ્યક છે. ફિલ્મ જગતમાં ઘણા એવા કલાકાર રહ્યા છે, જેમણે ટેલેન્ટનાં દમ પર જ દુનિયામાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ કલાકાર માંથી એક મિસ્ટર ખેલાડી નાં નામથી ચર્ચિત અક્ષય કુમાર છે, જેમની ફિલ્મો લોકોને ખુબ જ પસંદ આવે છે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ભલે આજે ફિલ્મ જગતનાં સુપરસ્ટાર છે. પરંતુ આ જગ્યા સુધી પહોંચવા પહેલા તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમારને હોટલમાં વેઇટરનું કામ પણ કરવા પડ્યું હતું. તે બેંગકોકમાં માર્શલ આર્ટ શીખવા ગયા હતા, તો તેમની પાસે કોઇ કામ ન રહેતું હતું. આ કારણથી તેમણે વેઇટર, સેલ્સમેન જેવી જોબ ત્યાં કરવા પડી હતી.

જોકે પછી અક્ષય કુમાર એક સ્કુલમાં માર્શલ આર્ટ ટીચર બની ચુક્યા હતા. જ્યારે અક્ષય કુમાર બાળકોને માર્શલ આર્ટની ક્લાસ આપી રહ્યા હતા ત્યારે એક બાળકનાં ફાધરે તેને મોડેલિંગમાં હાથ અજમાવવા માટે સલાહ આપી હતી. બસ તે દિવસ હતો અને આજનો દિવસ છે. આજે અક્ષય કુમાર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેમસ થઇ ચુક્યા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે દર વર્ષે તેમની ૩ થી ૪ ફિલ્મો આવી જાય છે. જો વાત  કમાણીની વાત કરવામાં આવે તો તે દર ૧ મિનિટે લગભગ ૧૮૬૯ રૂપિયા કમાય છે. અક્ષય કુમાર પોતાને ફિટ રાખવા માટે પણ ઘણી મહેનત કરતા રહે છે. એજ કારણ છે કે ૫૦ ની ઉંમર પાર કરવા છતાં પણ તે ખુબ જ યુવાન દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *