અહિયાં આવેલું છે યમરાજ નું યમલોક, ખુબ જ શાનદાર અને આલીશાન છે યમરાજ નો રાજમહેલ

Posted by

હિન્દુ ધર્મમાં ઘણાં પ્રકારની માન્યતાઓ અને ઘણાં પ્રકારનાં ગ્રંથ અને પુરાણ છે. તેમાંથી સૌથી જાણીતું છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણને ૧૮ મહાપુરાણ માંથી એક માનવામાં આવે છે. લોક અને પરલોકની સાથે જ ગરુડ પુરાણમાં ઘણી મહત્વની જાણકારી આપવામાં આવી છે. આ એકમાત્ર એવું પુરાણ છે, જેમાં નિધન પછીની સ્થિતિઓનું પણ વર્ણન આપવામાં આવ્યું છે. વ્યક્તિનું નિધન થઇ જાય છે, તો તમામ લોકો ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરાવે છે. કહેવામાં આવે છે કે નિધન થયાંનાં ૧૩ દિવસો સુધી આત્મા તે ઘરમાં રહે છે.

આ બધી વાતો સિવાય પણ આ મહાપુરાણમાં એવી તમામ વાતો બતાવવામાં આવી છે, જે સર્વસાધારણને ધર્મના રસ્તા પર ચાલવાની ચાલવાની પ્રેરણા આપે છે. જેના કારણે આત્માને ગરુડ પુરાણનો પાઠ સંભળાવવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિને યમરાજનાં દંડ માંથી મુક્તિ મળે છે અને સદગતિ મળે છે. આ સાથે જ તેને સાંભળવાથી અન્ય લોકોને પણ ધર્મનાં માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. વ્યક્તિનાં કર્મનાં આધાર પર ગરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્ક લોક મળવાની વાત કહેવામાં આવી છે.

મનુષ્યનાં પ્રાણ કેવી રીતે નીકળે છે, નિધન પછી આત્માનું શું થાય છે, આત્મા ક્યારે અને કેટલા સમય માટે યમલોકમાં રહે છે, આ બધા સવાલોના જવાબ સરળતાથી ગરુડ પુરાણમાં પ્રાપ્ત થાય છે. એટલા માટે આજે અમે તમને મૃત્યુનાં દેવતા યમરાજનાં નિવાસ્થાન યમલોક વિશે અમુક તથ્ય બતાવવાના છે.

ગરુડ પુરાણ અને કઠોપનિષદમાં યમલોકના વિશે ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે મૃત્યુલોકની ઉપર દક્ષિણમાં ૮૬ હજાર યોજનનાં અંતર પર યમલોક બનેલું છે. જેના કારણે દક્ષિણ દિશાનો દિપક યમરાજ ને સમર્પિત કરવામાં આવે છે. યોજન પ્રાચીનકાળમાં અંતર માપવાનું એક યંત્ર હતું. એક યોજન ૪ કિલોમીટર ની બરાબર હોય છે.

શાસ્ત્ર પ્રમાણે યમરાજનાં રાજ મહેલનું નામ “કાલીત્રી” છે અને તે વિચાર ભુ નામના સિંહાસન પર વિરાજમાન રહે છે. યમરાજ પોતાના રાજમહેલમાં “વિચાર ભુ” નામના સિંહાસનમાં બેસે છે. આ સાથે યમરાજનાં મહેલમાં ચાર દ્વાર છે. કર્મ પ્રમાણે અલગ અલગ દ્વારથી લોકોનો પ્રવેશ થાય છે. પાપી લોકો દક્ષિણ દિશાથી જાય છે, તો દાન-પુણ્ય કરવા વાળા લોકોનો પ્રવેશ પશ્ચિમથી થાય છે. વળી સત્યવાદી અને માતા-પિતા તથા ગુરુજનોની સેવા કરવાવાળા લોકો ઉત્તર દિશાથી જાય છે.

વળી ઉત્તર વાળા દ્વારને સ્વર્ગનું દ્વાર માનવામાં આવે છે. અહીં ગંધર્વ તથા અપ્સરા આત્માનું સ્વાગત કરવા માટે રહે છે. તમને જણાવી દઈએ કે યમરાજના સેવકોને યમદુત કહેવામાં આવે છે. મહંદ અને કાલ પુરુષ તેના બે રક્ષક હોય છે. ત્યાં વૈદ્યયત દ્વારપાળ હોય છે. ત્યાં બે કુતરા યમલોક હોય છે. ચિત્રગુપ્ત નો નિવાસ પણ યમલોકમાં હોય છે. ચિત્રગુપ્ત મહારાજ લોકોનાં કર્મોનો હિસાબ પોતાની પાસે રાખે છે. ચિત્રગુપ્તનાં ભવનથી ૨૦ યોજનનાં અંતર પર યમરાજનો મહેલ હોય છે. યમરાજનાં ભવનનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું છે. યમરાજની સભામાં ઘણા ચંદ્રવંશી અને સુર્યવંશી રાજા હાજર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *