અહિયાં પ્લાસ્ટિક પ્રોટેક્ટિવ સ્ક્રીનની અંદર કેદ થઈને અભ્યાસ કરે છે બાળકો, તસ્વીરોમાં જુઓ સ્કુલનાં કડક નિયમો

કોરોના વાઇરસને કારણે સમગ્ર દુનિયા અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. અર્થવ્યવસ્થાની હાલત ખૂબ જ પાતળી છે. વળી ઉપરથી બાળકોનાં અભ્યાસને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જ્યારે કોરોના શરૂઆતમાં આવ્યો હતો, ત્યારે લગભગ બધા દેશોમાં સખત લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જોકે આ વાયરસની વેક્સિન બનાવવામાં સમય લાગશે, જેના કારણે હવે ધીરે ધીરે છૂટછાટ આપવામાં આવી રહી છે. જોકે આ છૂટછાટ દરમિયાન પણ અમુક નિયમ અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન બધાએ કરવાનું રહેશે. હવે પૂર્ણ રૂપથી લોકોના હાથમાં છે કે તેઓ તેનો યોગ્ય રીતે પાલન કરશે, તો કોરોનાનાં નવા મામલામાં ઘટાડો કરી શકાશે. ઉદાહરણ રૂપે થાઇલેન્ડની આ સ્કૂલને જોઈ લો.

થાઈલેન્ડમાં જુલાઈ મહિનાથી સ્કૂલ ખુલી ચુકેલ છે. દિલચસ્પ વાત એ છે કે બાળકોના સ્કૂલે આવ્યા બાદ પણ અહીંયા એક પણ નવો કોરોના પોઝિટિવ મામલો આવ્યો નથી. તેનું મુખ્ય કારણ આ સ્કૂલોમાં લાગુ કરવામાં આવેલ કડક નિયમ છે.

દરેક ક્લાસમાં અહીંયા ૨૫ બાળકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. સ્કૂલના દરવાજા ડેસ્ક અને બાકીના એરિયાને વારંવાર સેનિટાઈઝ કરવામાં આવે છે.

બાળકોએ દરેક સમયે માસ્ક પહેરી રાખવું અનિવાર્ય છે. ખાસ કરીને કિંડરગાર્ડનનાં બાળકોને કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી. તેઓ અભ્યાસ, રમત-ગમત અને અન્ય કાર્ય દરમ્યાન માસ્ક પહેરી રાખે છે.

સ્કૂલ કોરોના વાયરસથી બચવા માટે એક નવો આઈડિયા પણ લાવ્યું છે. તેમણે દરેક બાળકોને ડેસ્ક પર એક પ્લાસ્ટિક સ્ક્રીન લગાવી દીધી છે. બાળકોએ અભ્યાસ દરમિયાન આ પ્રોટેક્ટિવ સ્ક્રીનની અંદર રહેવાનું હોય છે.

બાળકો ચંચળ સ્વભાવના હોય છે. તેમણે પરસ્પર એકબીજાથી મળતા રોકવા માટે આ પ્લાસ્ટિક પ્રોટેક્ટિવ સ્ક્રીન ખૂબ જ કામની છે. તેનાથી યોગ્ય રીતે સામાજિક અંતર જળવાય રહે છે.

ક્લાસરૂમમાં જે ડેસ્ક રાખવામાં આવેલ છે. તેની વચ્ચે પણ યોગ્ય અંતર રાખવામાં આવેલ છે. આવી રીતે કોરોના ફેલાવવાનો ખતરો બિલકુલ રહેતો નથી.

જણાવી દઈએ કે થાઈલેન્ડમાં માર્ચ મહિનાથી સ્કૂલ બંધ હતા, તેવામાં હવે તેને જુલાઈ મહિનાથી ખોલવામાં આવેલ છે. તો કંઇક આ પ્રકારની તૈયારી કરવામાં આવેલ છે.

સ્કૂલ દ્વારા દરેક ક્લાસની બહાર એક વોશબેસિન પણ લગાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને ક્લાસમાં આવતા પહેલા અને ક્લાસમાંથી બહાર નીકળતા સમયે પોતાના હાથ ધોવા પડે છે.

જે નાના બાળકો છે તેમને જમાડતી વખતે પિંજરામાં રાખવામાં આવે છે. આ પીંજરુ તેમના માટે એક પ્રકારનાં શિલ્ડ નું કામ કરે છે.

જણાવી દઈએ કે આ કડક નિયમોને કારણે થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં ફક્ત ૩,૩૫૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાંથી પણ ૩,૧૬૦ દર્દીઓએ કોરોનાને હરાવીને સ્વસ્થ થઇ ચૂક્યા છે. વળી આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં કુલ ૨૮ લોકોનાં મૃત્યુ થયા છે.

થાઈલેન્ડની સ્કૂલની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જ્યાં એક તરફ અમુક લોકોને આ ઉપાય પસંદ આવી રહ્યો છે, તો અમુક લોકોનું કહેવું છે કે આવી રીતે બાળકોને ટ્રીટ કરવાથી તેમના પર ખરાબ અસર પડે છે. ભારતમાં અમુક લોકોનું કહેવું છે કે જો આપણે સ્કૂલમાં આ પ્રકારના કડક નિયમોનું પાલન કરાવવામાં આવે તો અમે બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છીએ.