એરહોસ્ટેસ ની સાથે પેસેન્જર કરે છે આવી હરકતો, અંદરનાં સીક્રેટ જાણીને હેરાન થઈ જશો

Posted by

એરહોસ્ટેસની નોકરી બધાને ખૂબ જ ગ્લેમરસ લાગે છે. લોકો વિચારે છે કે એર હોસ્ટેસ નોકરી ખૂબ જ સારી હોય છે. જોકે એ વાત સાચી પણ છે. પરંતુ ઉપરથી ગ્લેમરસ દેખાવા વાળી આ જોબની હકીકતથી લોકો અજાણ રહેલા છે. તમને જણાવી દઈએ કે દૂરથી ઇન્ડસ્ટ્રીથી જેટલી જાકજમાળ થી ભરેલી છે, અંદરથી તેટલી જ ખોખલી છે. તમે જાણીને હેરાન થઈ જશો કે આ એર હોસ્ટેસને સૌથી વધારે ખરાબ અનુભવમાંથી પસાર થવું પડે છે. પાછલા દિવસોમાં થયેલા એક સર્વેમાં ખુલાસો થયો હતો, જેમાં એરલાઇન્સ ઇંડસ્ટ્રીની અમુક હકીકતો સામે આવી હતી. આ સર્વેમાં એર હોસ્ટેસની જિંદગી તથા તેમની લાઈફ સાથે જોડાયેલ હેરાન કરી દેવાવાળા પાસાં સામે આવ્યા હતાં.

ફ્લાઈટને ઘર સમજીને ઉતાર્યા કપડાં

પોતાના અનુભવોને શેયર કરતાં એક એરહોસ્ટેસે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વધારે શરાબ પી લેવાથી પેસેન્જર તેને પોતાનું ઘર સમજવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે તેઓ યાત્રા કરી રહ્યા છે. અમુક લોકોને સૂતા સમયે પોતાના બધા કપડા ઉતારી નાખવાની આદત હોય છે અને આ લોકો ફ્લાઈટમાં પણ આવું કરતા હોય છે. શરાબ પીને તેઓને યાદ નથી રહેતું કે તેઓ ફ્લાઇટમાં છે અને સુતા સમયે ફ્લાઇટને પોતાનું ઘર સમજીને કપડા ઉતારવા લાગે છે. તે ખુબજ શરમજનક પરિસ્થિતિ હોય છે. આ પ્રકારની હરકતો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં માન્ય હોતી નથી, તેમ છતાં પણ પેસેન્જર આવી શરમજનક હરકતો કરતા હોય છે.

ખોળામાં બેસી ચૂસવા લાગી અંગૂઠો

સર્વે દરમિયાન એક એરહોસ્ટેસે જણાવ્યું હતું કે એક મહિલા પેસેન્જર ભાગતી ભાગતી તેમની પાસે આવી અને તેમના ખોળામાં ચડીને બેસી ગઈ. પહેલા તો એરહોસ્ટેસને લાગ્યું કે તે બાથરૂમ જઈ રહી છે, પરંતુ મહિલા યાત્રીની આ હરકત થી તે હેરાન થઈ ગઈ હતી. તે તેના ખોળામાં કોઈ બાળકની જેમ બેસીને અંગૂઠો ચૂસવા લાગી. બાદમાં જાણવા મળ્યું કે મહિલાએ ગભરાટની દવા ખાય છે અને તે દિવસે તે લેવાનું ભૂલી ગઈ હતી.

પેસેન્જરે ફોન પર કહ્યું ટોયલેટ

વળી એક એરહોસ્ટેસે પોતાનો કિસ્સો શેયર કરતા જણાવ્યું હતું કે એક પાગલ પેસેન્જરે ઇન્ટરકોમ પર ટોયલેટ કરી દીધું હતું. જ્યારે તેણે વાત કરવા માટે ફોન ઉઠાવ્યો હતો તે ગુસ્સાથી લાલચોળ થઇ ગઈ હતી.

સેન્ડવીચ ની ચોરી

એરહોસ્ટેસે વધુ એક ઘટના શેયર કરતા જણાવ્યું હતું કે જ્યારે એક પેસેન્જરે તેની ખાધેલી સેન્ડવીચ ચોરી કરી લીધી હતી. તેણે આ સેન્ડવીચ એરપોર્ટ થી ચોરી કર્યું હતું. તેણે સેન્ડવીચને અડધી ખાઈને રાખી દીધી હતી. તે તેને બાદમાં ખાવાની હતી, પરંતુ તે પહેલા એક પેસેન્જરે તે સેન્ડવીચને ચોરી લીધી અને ખાવા લાગ્યો. જોકે એરહોસ્ટેસ ની નજર તેના પર પડી ગઈ અને તેણે કહ્યું કે તમે લિપસ્ટિક લાગેલું સેન્ડવીચ થઇ રહ્યા છો, તો તેણે કહ્યું કે તેને ભૂખ લાગી હતી.

હાડકું તૂટી ગયું

એક એરહોસ્ટેસનું તો હાડકું તૂટી ગયું હતું. તેણે જણાવ્યું હતું કે ખરાબ વાતાવરણને કારણે વિમાનનું બેલેન્સ બગડી રહ્યું હતું અને તેના કારણે તે બે વખત સીલીંગ સાથે અથડાઇને જમીન પર પડી હતી. તેની ઉપર ટ્રોલી આવીને પડી, જેના લીધે તેના પગમાં ફ્રેક્ચર આવી ગયું.

ફ્લાઈટમાં યોગા

અમુક પેસેન્જર તો એવી મજેદાર હરકતો કરતા હોય છે કે જેને જોઈને હસવાનું રોકી શકાતું નથી. એરહોસ્ટેસે જણાવ્યું હતું કે અમુક પેસેન્જર તો જમીન ઉપર બેસીને યોગા કરવા લાગે છે, જેનાથી ક્રૂ મેમ્બર્સને અને યાત્રીઓને ખૂબ જ પરેશાની થાય છે. એરહોસ્ટેસે જણાવ્યું હતું કે એક પેસેન્જરે તો પોતાના કાંગારૂઓને પોતાની સાથે લઇ જવા ઇચ્છતો હતો.

એરલાઇન્સ કસ્ટમર સર્વિસ એજન્ટ નો અનુભવ

એક મજેદાર કિસ્સા માં એક એરલાઇન્સ કસ્ટમર સર્વિસ એજન્ટે જણાવ્યું હતું કે એક કસ્ટમરે તેના ચહેરા પર ફક્ત એટલા માટે સોડા ફેંકી કારણકે ફ્લાઇટ ભરાયેલી હોવાને કારણે તેને ટિકિટ મળી શકી ન હતી. વળી ફ્લાઈટમાં ચેકિંગ દરમિયાન એક એરહોસ્ટેસને લેડીઝ કસ્ટમરના બેગમાંથી મરેલો કૂતરો મળ્યો જેને યોગ્ય રીતે પેક કરવામાં આવેલ હતો.

કુલ મળીને આ સર્વેમાં એવા આશ્ચર્યજનક કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા. જેને સાંભળીને એહસાસ થયો કે બહારથી ગ્લેમરસ દેખાતી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું સરળ હોતું નથી. ખાસ કરીને એરહોસ્ટેસની સાથે તો દરરોજ આવી અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *