એર ઈન્ડિયા બાદ હવે ભારતની આ મોટી બેન્ક પણ વેચાવવા માટે થઈ તૈયાર, જાણો શું છે સરકારનું પ્લાનિંગ

Posted by

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પાછલા અમુક સમય પહેલાં જ એરલાઈન્સ કંપની એર ઇન્ડિયા નું વેચાણ થઈ ચુક્યું છે. વળી હવે તાજા સમાચાર મળી રહ્યા છે કે દેશની સૌથી પ્રખ્યાત બેંક પણ વેંચાવવાની તૈયારીમાં છે. આ બેંક અન્ય કોઈ નહીં પરંતુ આઈડીબીઆઈ બેન્ક છે. જેને વેચવાની તૈયારી માં સરકાર જોડાયેલી છે. આ બેંકનાં વેચાણ માટે વર્તમાનમાં કેન્દ્ર સરકાર દ્વારા અમુક રોડ શોઝ એટલે કે ઓપન ઓફર નું આયોજન કરેલ છે.

આ વાતની જાણકારી વીતેલા સોમવારે સંસદમાં આપવામાં આવી હતી. આ દરમિયાન લોકસભામાં મંત્રી ભાગવત કરાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઇઓઆઈ એટલે કે રુચિની અભિવ્યક્તિ રજુ કરતાં પહેલા ઇન્વેસ્ટર્સ ની રૂચી નું આંકલન કરવામાં આવશે, જેના માટે રોડ શોઝ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શું છે સરકાર નું પ્લાનિંગ?

હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે આ બેંકમાં પોતાની હિસ્સેદારીનાં વેચાણ માટેનું સંપુર્ણ પ્લાનિંગ કરી લેવામાં આવેલ છે અને તેમણે રુચિ પત્ર આમંત્રિત કરવાની યોજના બનાવી લીધી છે. વળી શેર માર્કેટ એટલે કે એનએસઇ પર વિતેલા દિવસોમાં આઈડીબીઆઈ નાં શેર ૪.૪૩ ટકાથી વધીને ૪૪.૭૫ રૂપિયા પર આવી ગયેલ છે.

પોતાની હિસ્સેદારી વેચશે સરકાર

જણાવવામાં આવી રહ્યું છે કે ઇન્વેસ્ટર્સ અને આકર્ષિત કરવા માટે સરકાર પ્રબંધન નિયંત્રણની સાથે સાથે આઈડીબીઆઈ બેન્ક ની પોતાની ૨૬ ટકા હિસ્સેદારી વેચવાનો વિચાર કરી રહેલ છે. આ વેચાણ બાદ સરકાર પોતાની સમગ્ર હિસ્સેદારીને વેચવાનો વિચાર પણ કરી શકે છે. મહત્વપુર્ણ છેકે વિતેલા વર્ષે આર્થિક મામલાની મંત્રીમંડળીય  સમિતિ દ્વારા આઇડીબીઆઇ બેન્ક માં પ્રબંધન નિયંત્રણ અને રણનીતિ વિનિવેશ માટે હસ્તાંતરણ કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી.

કોની પાસે છે કેટલા ટકા હિસ્સેદારી?

જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં એલઆઇસી અને સરકાર ની પાસે આઈડીબીઆઈ બેંક ની લગભગ ૯૪ ટકા હિસ્સેદારી છે. આ હિસ્સેદારી માંથી સરકારનો બેંકની ઇક્વિટીમાં કુલ ૪૫.૪૮ ટકા હિસ્સો છે. વળી એલઆઇસી પાસે વર્તમાન સમયમાં આઈડીબીઆઈ ની ૪૯.૨૪% ટકા હિસ્સેદારી છે. તે સિવાય અન્ય નોન-પ્રમોટર ની પાસે શેરની હિસ્સેદારી ફક્ત ૫.૨૯ ટકા જ છે. તેવામાં સરકાર હવે પોતાના હિસ્સામાંથી અમુક હિસ્સો વેચવા માટે તૈયાર થઈ ગઈ છે અને તેના આયોજનમાં જોડાયેલ છે. જણાવી દઈએ કે આ પહેલા ભારતની મશહુંર એરલાઇન્સ એટલે કે એર ઇન્ડિયાનું પણ વેચાણ થઈ ચુકેલ છે. જે તે સમયમાં ખુબ જ ચર્ચિત સાબિત થયેલ હતું. તેવામાં હવે જોવાનું રહેશે કે હવે કોની પાસે જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *