એરલાઇન્સ યાત્રાળુઓને બખ્ખા : ત્રણ દિવસનાં સમર- સેલની આકર્ષક યોજના જાહેર : ફક્ત ૯૯૯ રૂપિયામાં કરો હવાઈ મુસાફરી

Posted by

નવી દિલ્હી : ઇન્ડીગો વિમાન કંપનીએ ઘરેલું તથાં આંતરરાષ્ટ્રીય માર્ગો માટે સમર સેલની આકર્ષક સ્કીમ લોંચ કરી છે. ઉનાળુ વેકેશનમાં બહાર ફરવા જવાની તૈયારી કરનાર માટે આ સ્કીમ અફલાતૂન હોઇ વિમાનમાં ઉડવા ઉત્સુક  શોખીનોએ આનો લાભ અને લહાવો લેવાં જેવો છે.

બજેટ વિમાન કંપની ઇન્ડીગોએ ત્રણ દિવસની સમર સેલની જબરદસ્ત ઘોષણા કરી છે. જે સ્કીમ મંગળવારથી ચાલું થઈ ગઈ છે અને 16 મે સુધી જારી રહેશે. એરલાઇન્સે 53 ઘરેલું અને 17 આંતરરાષ્ટ્રીય માર્ગો માટે સસ્તી ટિકિટોની યોજના ઘડી કાઢી છે. એરલાઇન્સનાં જણાવ્યા મુજબ આ યોજના અંતર્ગત યાત્રી 29 મે થી 28 સપ્ટેમ્બર દરમિયાન યાત્રા કરી શકશે. જેમાં 999 થી ભાડું શરૂ થશે. આમાં બધાં શુલ્કનો સમાવેશ થાય છે.

એરલાઇન્સ તરફથી ચાલું કરવામાં આવેલા સ્કીમમાં દિલ્હી- અમદાવાદ, મુંબઈ- હૈદરાબાદ, હૈદરાબાદ – દુબઈ, ચેન્નઈ – કુવૈત, દિલ્હી – કુવાલાલમ્પુર તેમજ બેંગલોર – માલેનો સમાવેશ થાય છે. ઇન્ડીગોનાં મુખ્ય વાણિજ્ય અધિકારી વિલિયમ બાઉલ્ટરે કહ્યું કે, ‘ઉનાળાની રજા દરમિયાન અમે ત્રણ દિવસની વિશેષ વેંચાણ યોજના પ્રસ્તુત કરી રહ્યા છીએ. જે મંગળવારથી ચાલું કરી 16 મે સુધી શરુ રહેશે. આ ઉપરાંત સિઝનને ખાસ બનાવવાં માટે ઇન્ડીગો પ્રીપેડ અતિરિક્ત સામાન અને પ્રીપેડ એક્સપ્રેસ ચેક-ઇન સેવા પર 30% ની આકર્ષક છૂટ અપાશે. નાગર વિમાન મહા નિર્દેશલાયનાં આંકડા મુજબ ઘરેલું યાત્રી બજારમાં ઇન્ડીગોની હિસ્સેદારી લગભગ 44 % છે.

ઉનાળાનાં વેકેશન દરમિયાન રેલવેમાં મુસાફરી કરવાને બદલે રેલવે ભાડા કરતાં વિમાનમાં ઉડવાની તમન્ના લોકોમાં વધારે જોવાં મળે છે. કેમકે, રેલવેમાં ઘણાં સમય પહેલાં ટિકિટ બુક કરવી પડે છે. જ્યારે રેલવે કરતાં થોડાક વધારે પૈસા ખર્ચીને ટુંકા સમયમાં વિમાનમાં મુસાફરી કરી શકાય છે. આમ રેલવે કરતાં થોડું વધારે ભાડામાં વિમાનમાં ઉડવું કોને ગમે નહીં. વિમાની કંપનીઓની ગળાકાપ સ્પર્ધામાં અંતે ફાયદો તો યાત્રાળુઓને થશે.

લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *