ઐશ્વર્યા અને અભિષેકની દિકરી આરાધ્યા બચ્ચને ગાયું “જય સીયારામ” ભજન, વિડીયો લોકોની વચ્ચે છવાયેલો છે, તમે પણ જુઓ

Posted by

બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ની દીકરી આરાધ્યા બચ્ચન નો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આરાધ્યા “જય સીયારામ” ભજન પર પરફોર્મ કરી રહી છે. ૧૬ નવેમ્બરનાં રોજ આરાધ્યા પોતાનો બર્થ ડે પણ સેલિબ્રેટ કરશે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આરાધ્યા બચ્ચન નો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ભજન ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં આરાધ્યા બચ્ચન “જય સીયારામ” ભજન ગાતી નજર આવી રહી છે. તેના આ વીડિયોને એક એક ફેન પેજ ઉપર શેર કરવામાં આવેલ છે. જણાવી દઈએ કે આરાધ્યા નો વિડીયો લેટેસ્ટ નથી પરંતુ જુનો છે. જોકે ફેન્સ હવે તેને ખુબ જ શેર કરી રહ્યા છે, જેના કારણે તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં આરાધ્યા બચ્ચન પેસ્ટલ પિંક કલરનો લેગો પહેરેલી જોવા મળી રહી છે. લાખો લોકો આ પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે પોતાના સંસ્કારોને સાથે લઈને પણ આપણે એક સેલિબ્રિટી બની શકીએ છીએ. ભગવાન હંમેશા તમારું ભલું કરે વળી અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે ખુબ જ સારા સંસ્કાર છે.

પેરેન્ટ્સની ખુબ જ નજીક છે આરાધ્યા

તમને જણાવી દઈએ કે એશ્વર્યા અને અભિષેકની દિકરી આરાધ્યા બચ્ચન ઘણા સ્ટાર્સ કિડ્સની જેમ મુંબઈના ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આરાધ્યા બચ્ચનનાં વિડીયો તેના સ્કુલ નાં કાર્યક્રમ નો હિસ્સો છે. અહીંયા તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ના દિકરા આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ આ સ્કુલમાં અભ્યાસ કરે છે. તે સિવાય ઋત્વિક રોશન નાં દિકરા અને આમિર ખાન નાં દિકરા આઝાદ પણ આ સ્કુલમાં જ અભ્યાસ કરે છે. આરાધ્યા બચ્ચન પોતાના પેરન્ટ્સની ખુબ જ નજીક છે અને તેમની પાસેથી સારી વાતો શીખવાની કોશિશ કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *