ઐશ્વર્યા કરતાં પણ વધારે સુંદર છે વિવેક ઓબેરોયની પત્ની, તસ્વીરો જોઈને ઐશ્વર્યાને ભુલી જશો

Posted by

બોલીવુડનાં જાણીતા અભિનેતા વિવેક ઓબરોય પોતાની ફિલ્મો અને પૈસા જીવનથી વધારે photપોતાના અંગત જીવનથી લઈને સમાચારોમાં રહે છે. તેમણે બોલીવુડમાં સફળ અને ખુબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે પોતાના રિલેશનને લઈને ઘણા સમાચાર ભેગા કર્યા હતા. સલમાન ખાન સાથે બ્રેક-અપ પછી એશ્વર્યાનું દિલ વિવેક માટે ધડક્યું હતું, પરંતુ આ રિલેશન વધારે લાંબો ચાલી શક્યો નહીં.

જણાવવામાં આવે છે કે વિવેક અને ઐશ્વર્યનો રિલેશન સલમાનને કારણે તૂટ્યો હતો. મતલબ એકવાર વિવેકે એક પ્રેસ-કોન્ફરન્સ આયોજિત કરી હતી અને તે દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે એમની પાસે સલમાન ખાનનાં ધમકી ભર્યા ફોન આવે છે અને તેમને  એશ્વર્યા થી દુર રહેવાની સલાહ આપી હતી. ત્યારબાદ ઐશ્વર્યાએ પણ વિવેક થી અંતર જાળવી રાખવાનું યોગ્ય સમજ્યું. એશ્વર્યા સાથે બ્રેકઅપથી વિવેકને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ એશ્વર્યા સાથે રિલેશન સમાપ્ત થવાના થયા બાદ વિવેકનાં જીવનમાં પ્રિયંકાનો પ્રવેશ થયો હતો.

ઐશ્વર્યા સાથે બ્રેક-અપ અને સલમાન ખાન સાથે પંગો લીધા બાદ વિવેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી  થોડા સમય માટે દુર થઈ ગયા હતા અને આ દરમિયાન તેમણે કોઈ બીજી એક્ટ્રેસ સાથે પણ દિલ લગાવ્યું નહોતું. એશ્વર્યા સાથે બ્રેકઅપનાં ઘણા વર્ષ પછી વિવેકે પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા અલ્વા કર્ણાટકનાં પુર્વમંત્રી દિવંગત જીવરાજ અલ્વાની દીકરી છે. વિવેકનાં માતા-પિતા આ રિલેશન થી ઘણા ખુશ હતા.

પરિવારની પરવાનગી પછી વિવેક ઓબેરોયે વર્ષ ૨૦૧૦માં પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કરી લીધા હતા. વિવેકની માતાએ વિવેકને કહ્યું હતું કે, પ્રિયંકા ફ્લોરેન્સમાં છે અને તે તેમને જઈને મળે. પરંતુ વિવેકને પ્રિયંકાને મળવામાં કોઈ દિલચસ્પી ન હતી. વિવેકનું કહેવાનું હતું કે, જો પ્રિયંકા તેમને પસંદ આવે છે તો પહેલાં એક વર્ષ સુધી એને ડેટ કરશે અને પછી બીજે વર્ષે લગ્ન કરશે. દીકરાની વાત માં એ માની લીધી અને ત્યારબાદ પ્રિયંકાને મળવા માટે વિવેક ફ્લોરેન્સ રવાના થયા.

વિવેક પ્રિયંકાને મળવા માટે ગયા તો તે એમના પર દિલ હારી બેસ્યા. વિવેકનાં દિલ પર પ્રિયંકા અલ્વાએ પોતાનો એવો જાદુ ચલાવ્યો કે અભિનેતા એક વર્ષ પણ રાહ જોઈ શક્યા નહીં. તે પહેલાં જ વિવેકે પ્રિયંકા સાથે વર્ષ ૨૦૧૦માં લગ્ન કરી લીધા. જ્યારે બંનેએ વર્ષ ૨૦૧૩માં દીકરા વિવાન વીર ઓબરોય અને પછી દીકરી અમિયા નીરવાના ઓબરોય નાં માતા-પિતા બન્યા. પ્રિયંકા દેખાવમાં ઘણી સુંદર નજર આવે છે.

જણાવી દઇએ કે વિવેક હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સુરેશ ઓબરોયનાં દીકરા છે. વિવેકનો જન્મ ૩ સપ્ટેમ્બર, ૧૯૭૬નાં હૈદરાબાદમાં થયો હતો. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત રામગોપાલ વર્માની ફિલ્મ “કંપની” થી કરી હતી. ફિલ્મ હિટ રહી હતી અને તેના માટે વિવેકને ફિલ્મફેર નો બેસ્ટ ડેબ્યુ મેલ નાં એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિવેકની ફિલ્મી કારકિર્દી ફ્લોપ રહી. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહીં.

છેલ્લીવાર વિવેકને ફિલ્મ “નરેન્દ્ર મોદી” માં જોવામાં આવ્યા હતા. રિપોર્ટ મળી રહેલ છે કે વિવેક હવે હોરર ફિલ્મ “રોઝી: ધ સેફરોન ચેપ્ટર” માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *