ઐશ્વર્યાનાં દુશ્મન છે બોલીવુડનાં આ ૬ મોટા સિતારાઓ, તેનું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતી

Posted by

હિન્દી સિનેમાનાં કલાકારોની વચ્ચે મિત્રતા ની સાથે તેમની દુશ્મની પણ ખુબ જ ચર્ચામાં રહે છે. ઘણા કલાકારોનું એકબીજા સાથે બિલકુલ પણ બનતું નથી. વાત હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓ માંથી એક એશ્વર્યા રાય બચ્ચનની કરવામાં આવે તો બોલીવુડના ઘણાં ચર્ચિત સિતારાઓ તેના દુશ્મન છે. જ્યારે તમે તેમના દુશ્મનોનું લિસ્ટ જોશો તો તમને વિશ્વાસ નહીં થાય. તો ચાલો તમને જણાવીએ કે બોલીવુડનાં કયા સિતારાઓની સાથે એશ્વર્યાને ૩૬ નો આંકડો છે.

કરીના કપુર ખાન

કરીના કપુર ખાન પણ એશ્વર્યાની જેમ ખુબ જ સફળ અને ચર્ચિત થયેલી છે. વળી તે દેખાવમાં પણ ખુબ જ આકર્ષક અને સુંદર છે. જો કે બોલીવુડની આ બે સુંદરીઓની વચ્ચે સંબંધો યોગ્ય નથી. બંનેની વચ્ચે વર્ષોથી સંબંધો બગડેલા છે. બંનેને ઘણી વખત એકબીજા પર કટાક્ષ કરતા પણ જોવામાં આવેલ છે.

રાની મુખર્જી

રાની મુખરજી અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મી કારકિર્દીની શરૂઆત લગભગ સાથે થઈ હતી. હિન્દી સિનેમામાં કામ કરતા રાની ને ૨૫ વર્ષથી વધારે સમય થઈ ગયો છે. જણાવી દઈએ કે એક સમયે રાણી મુખર્જી અને એશ્વર્યા ની વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. બંને એકબીજાની ખુબ જ સારી મિત્ર હતી. પરંતુ ફિલ્મ “ચલતે ચલતે” ને લીધે બંનેના સંબંધોમાં તિરાડ ઉભી થઈ ગઈ હતી. આ ફિલ્મ પહેલા એશ્વર્યાને મળી હતી, પરંતુ બાદમાં રાની મુખર્જીએ એશ્વર્યાને જણાવ્યા વગર તેને સાઈન કરી લીધી હતી. તેના લીધે બંનેની મિત્રતા નો સબંધ દુશ્મની માં બદલાઈ ગયો હતો.

ઈમરાન હાશ્મી

બોલીવુડમાં ઈમરાન હાશ્મી પોતાના કિસિંગ સીનને લીધે ખુબ જ મશહૂર છે. ઈમરાન હાશ્મી સીધો એશ્વર્યા રાય સાથે પંગો લીધો હતો. હકીકતમાં એક વખત ઈમરાન હાશ્મી જ જાહેરમાં કરણ જોહરના શો પર એશ્વર્યાને પ્લાસ્ટિક કહી દીધી હતી. બાદમાં પોતાના ઈન્ટરવ્યુમાં એશ્વર્યાએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. તેવામાં ઈમરાન હાશ્મી પણ એશ્વર્યા નાં દુશ્મનનાં લિસ્ટમાં સામેલ થઈ ગયા.

સોનમ કપુર

અનિલ કપુરની લાડલી એટલે કે અભિનેત્રી સોનમ કપુર પણ એશ્વર્યાની દુશ્મન જણાવવામાં આવે છે. બંનેની વચ્ચે સંબંધો યોગ્ય ન હોવાનું કારણ પણ ખુબ જ રોચક અને અજીબ છે. હકીકતમાં બંનેની વચ્ચે કોઇ વાતને લઇને સંબંધો ખરાબ થયા હતા. બાદમાં સોનમ કપુર એશ્વર્યા રાયને “આંટી” કહી દીધું હતું, તો વાત વધારે બગડી ગઈ. જો કે બાદમાં એશ્વર્યાને સોનમ કપુરની રિસેપ્શન પાર્ટી માં જોવામાં આવેલ હતી.

વિવેક ઓબેરોય

અભિનેતા વિવેક ઓબેરોય પણ એક સમયે એશ્વર્યા રાયનાં ખુબ જ સારા મિત્ર જણાવવામાં આવતા હતા, તો ક્યારેક તેમને તેના બોયફ્રેન્ડ પણ કહેવામાં આવ્યા. એશ્વર્યાએ તો વિવેક સાથે પોતાના સંબંધોને લઇને કહ્યું હતું કે બંને ખુબ જ સારા મિત્ર છે, પરંતુ બંનેના અફેરના ખુબ જ સમાચાર આવ્યા હતા. સલમાન ખાન સાથે સંબંધ ખતમ થયા બાદ એશ્વર્યાએ વિવેક સાથે સંબંધો વધાર્યા હતા. જણાવવામાં આવે છે કે વિવેકને કારણે બંનેના સંબંધોમાં તિરાડ ઉભી થઈ ગઈ હતી.

સલમાન ખાન

અભિનેતા સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનું અફેર હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત અફેરની સાથે જ સૌથી વિવાદિત અફેર પણ માનવામાં આવે છે. બંનેએ અંદાજે ૩ વર્ષ સુધી સંબંધમાં રહ્યા હતા. પરંતુ બાદમાં બંનેનો સંબંધ વાદવિવાદની વચ્ચે ખતમ થયો હતો. હાલમાં તેઓ એક બીજાનો ચહેરો પણ જોવાનું પસંદ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *