ઐશ્વર્યાને લઈને યુઝરે અભિષેકને કહ્યું – તારી સુંદર પત્ની જોઈને ઈર્ષા થાય છે, અભિષેક બચ્ચને આવી રીતે કરી દીધી બોલતી બંધ

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનાં દિકરા અભિષેક બચ્ચન ખુબ જ સમજદાર અને શાંત સ્વભાવનાં વ્યક્તિ માનવામાં આવે છે. વળી જોવા જઈએ તો અભિષેક બચ્ચનને વિવાદોમાં ખુબ જ ઓછા જોવામાં આવે છે. ભલે અભિષેક બચ્ચન સરળ અને સમજદાર છબી વાળા વ્યક્તિ છે. પરંતુ જ્યારે કોઈ વાત તેમને પસંદ ન આવે તો તેનો વિરોધ પણ કરતા નજર આવે છે અને જોરદાર જવાબ આપે છે.

જેમ કે આપણે લોકો જાણીએ છે કે અભિષેક બચ્ચને બોલિવુડની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે અને તે ૧૪ વર્ષથી પોતાના લગ્ન જીવનને આનંદથી પસાર કરી રહ્યા છે. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની એક સુંદર દીકરી પણ છે, જેનું નામ આરાધ્યા છે. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એશ્વર્યા જેવી સફળતા અભિષેક બચ્ચન પ્રાપ્ત નથી કરી શક્યા.

કદાચ એજ કારણ છે કે ઘણીવાર અભિષેક બચ્ચનને તેમના અભિનય માટે ટ્રોલ પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા અભિષેક બચ્ચનની ફિલ્મ “ધ બીગ બુલ” આવી હતી. તેનું ટ્રેલર લોન્ચ થવા પર એક વ્યક્તિએ અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચનને લઈને થોડી અંગત કોમેન્ટ કરી હતી. જેના પર અભિષેક બચ્ચને જોરદાર જવાબ આપતા બોલતી બંધ કરી દીધી હતી.

હકીકતમાં અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ “ધ બીગ બુલ” નું ટ્રેલર ટ્વીટ કર્યુ હતું. જેના પર એક ટ્રોલરે પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું કે, “તું કોઈ કામમાં સારો નથી મિત્ર, માત્ર તારી એક વસ્તુ છે. જેનાથી મને ઈર્ષા થાય છે અને તે છે તારી સુંદર પત્ની. અને  વળી તો તું એ પણ ડીઝર્વ નથી કરતો.” આ વ્યક્તિ ની કોમેન્ટ જ્યારે અભિષેક બચ્ચને જોઈતો તેમના ગુસ્સાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે પોતાના અંદાજમાં જોરદાર જવાબ આપી દીધો હતો.

અભિષેક બચ્ચને જવાબમાં એ લખ્યું હતું કે, “પરંતુ હું તો એ જાણવા માટે આતુર છું કે તમે  કોના વિશે વાત કરી રહ્યા છે. કારણ કે તે તો ઘણા બધાને ટેગ કર્યા છે. હું જાણું છું કે ઇલિયાના ડિક્રુઝ અને નિક્કીનાં લગ્ન નથી થયા અને પછી બચ્યો હું, અજય, કુકી અને સોહમ. લાગે છે ડિઝની પ્લસનું વિવાહિત સ્ટેટસ ચેક કરવું પડશે.” અભિષેક બચ્ચનનાં જવાબ પર લોકોની ઘણી પ્રતિક્રિયા આવી. લોકોએ તેમના જવાબને ઘણો પસંદ કર્યો અને ઘણા યુઝર્સે અભિષેક બચ્ચનનાં વખાણ પણ કર્યા.

જોકે આ પહેલીવાર નથી કે અભિષેક બચ્ચનને ટ્રોલ કરવામાં આવ્યા હોય. આ પહેલા અભિષેક બચ્ચને પોતાના પાપા અમિતાભ બચ્ચન સાથે તુલના કરવા માટે અને એક્ટિંગને  લઈને ઘણી વાર ટ્રોલ થઈ ચુક્યા છે. થોડા મહિના પહેલાં એક સોશિયલ મીડિયા યુઝર્સે અભિષેક બચ્ચન જેવા દેખાવા એક ખેડુતની ફોટો શેર કરતા અભિષેક બચ્ચન હોવા પર સવાલ ઉઠાવ્યો હતો. તેણે તે ફોટો શેર કરતા લખ્યું હતું કે, “જો અભિષેક “બચ્ચન” નાં  હોત…?” આ પહેલા પણ ઘણી વાર અભિષેક બચ્ચનને ટ્રોલ કરવાની કોશિશ થઈ ચુકી છે.

તમને જણાવી દઈએ કે એકવાર તો યુઝરે અભિષેક બચ્ચન પર કટાક્ષ કરતા લખ્યું હતું કે, “શું તમને નથી લાગતું કે તમને ફિલ્મોમાં કામ માત્ર અમિતાભ બચ્ચનનાં દિકરા હોવાના કારણે મળે છે ?” તો તેના પર અભિષેક બચ્ચને જવાબ આપતા લખ્યું હતું કે, “કાશ કે જે  તમે કહી રહ્યા છે, તે સાચું હોય. વિચારો કેટલું કામ મળ્યું હોત મને.” એટલું જ નહીં પરંતુ એક વાત અભિષેકની ખરાબ એક્ટિંગ જોઇ બિગ બીની એક ફેને તેમને થપ્પડ મારી દીધી હતી. અભિષેકે જાતે એક ઇન્ટરવ્યું દરમિયાન આ વિશે જણાવ્યું હતું.

અભિષેક બચ્ચન અનુસાર વર્ષ ૨૦૧૨માં તેમની ફિલ્મ “શરારત” આવી હતી. અભિષેક દર્શકોનો રિસ્પોન્સ જાણવા માટે એક થિયેટરની બહાર ઉભા હતા. તેની વચ્ચે ફિલ્મ જોઈને આવેલી એક મહિલાએ ઇન્ટરવલ દરમિયાન અભિષેક બચ્ચનને થપ્પડ મારી દીધી. એટલું જ નહીં પરંતુ તે મહિલા જતાં જતાં એ પણ કહી ગઈ કે “તું તારા પરિવારનું નામ ખરાબ કરી રહ્યો છે. તેમને શરમાવી રહ્યો છે. એટલા માટે એક્ટિંગ કરવાનું બંધ કરી દો.” જ્યારે અભિષેક બચ્ચને તે મહિલાની હરકત જોઈ તો તે ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનનાં શરૂઆતનાં ૪ વર્ષોમાં તેમની ૧૭ ફિલ્મો ફ્લોપ સાબિત થઇ હતી.

જો અમે અભિષેક બચ્ચનનાં અંગત જીવન વિશે વાત કરીએ તો અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયનાં લગ્ન ૨૦ એપ્રિલ, ૨૦૦૭માં થયા હતા. આ લગ્ન બચ્ચન પરિવારના બંગલા પ્રતીક્ષામાં સંપન્ન થયા હતા અને રીસેપ્શન તાજ હોટલમાં કરવામાં આવ્યુ હતું. લગ્ન દરમિયાન અભિષેક બચ્ચનની ઉંમર ૩૧ વર્ષની હતી, વળી એશ્વર્યા રાય ૩૩ વર્ષની હતી. લગ્ન પછી નવેમ્બર ૨૦૧૧માં ઐશ્વર્યા અને અભિષેક એક સુંદર દીકરી આરાધ્યાનાં માતા-પિતા બન્યા.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગ્ન પહેલા આ બંને કુલ ૬ ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. ઢાઈ અક્ષર પ્રેમ કે (૨૦૦૦), કુછ ના કહો (૨૦૦૩), બંટી ઓર બબલી (૨૦૦૫), ઉમરાવજાન (૨૦૦૫), ધુમ-2 (૨૦૦૬) અને ગુરુ (૨૦૦૭) જેવી ફિલ્મો આ બંને એ એક સાથે કરી છે. પરંતુ આ બધી ફિલ્મોમાંથી ગુરુ ફિલ્મને જ સફળતા પ્રાપ્ત થઈ હતી. વળી બંટી ઓર બબલી ફિલ્મમાં એશ્વર્યા રાય માત્ર આઈટમ ડાન્સમાં દેખાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *