હિન્દી સિનેમામાં પગલાં રાખતા પહેલા અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને દક્ષિણ ભારતીય સિનેમાથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વળી તેના પહેલા તે મિસ વર્લ્ડ રહી ચુકેલી હતી. વર્ષ ૧૯૯૪માં તેમણે આ ખિતાબ જીતીને પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કર્યું હતું.
મિસ વર્લ્ડ બન્યા બાદ એશ્વર્યા માટે ફિલ્મી દુનિયાના રસ્તા ખુલી ગયા હતા. તેની પહેલી ફિલ્મ ‘ઈરુવર’ હતી. વર્ષ ૧૯૯૭માં આવેલી આ દક્ષિણ ભારતીય ફિલ્મનું નિર્દેશન મણીરત્નમે કરેલું હતું. ત્યારબાદ તેણે એજ વર્ષે હિન્દી સિનેમામાં પગલાં રાખ્યા અને ‘ઔર પ્યાર હો ગયા’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ‘જીન્સ’ ફિલ્મમાં નજર આવી હતી.
એશ્વર્યાને ખાસ અને મોટી ઓળખ વર્ષ ૧૯૯૯માં આવેલી અજય દેવગન અને સલમાન ખાનની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ થી મળી હતી. ત્યારબાદ તેણે ક્યારેય પણ પાછળ વળીને જોયું નથી. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું અને બોલીવુડની સૌથી શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ.
એશ્વર્યા રાયના અંગત જીવન વિશે એક વાત કરવામાં આવે તો અભિનેત્રી સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ બની. એશ્વર્યાએ અમિતાભ બચ્ચનના દિકરા અને બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી ૨૦૦૭માં બંનેએ સગાઈ કરી લીધી હતી અને ત્યારબાદ એપ્રિલ ૨૦૦૭માં આ જોડી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ.
લગ્નના લગભગ સાડા ચાર વર્ષ બાદ અભિષેક અને ઐશ્વર્યાના ઘરમાં કિલકારીઓ ગુંજી હતી. એશ્વર્યા નવેમ્બર ૨૦૧૧માં માં બની હતી. તેણે દીકરીને જન્મ આપ્યો હતો. બચ્ચન પરિવારે દીકરીનું નામ આરાધ્યા રાખ્યું હતું. આરાધ્યા હવે ૧૧ વર્ષની થઈ ચુકી છે. ભાગ્યે જ આરાધ્યા પોતાના માતા પિતાની સાથે નજર આવે છે.
બચ્ચન પરિવારની લાડલી દીકરી આરાધ્યા ઉપર બધા જ લોકો પ્રેમ વરસાવે છે. આરાધ્યા બધા લોકોની મનપસંદ છે. ફેન્સ પણ તેની માસુમિયત અને ક્યુટનસ ઉપર દિલ હારી જાય છે. ૧૧ વર્ષની થઈ ચુકેલી આરાધ્યા હાઈટની બાબતમાં પોતાની માં એશ્વર્યા જેટલી થઈ ગઈ છે. અવારનવાર માં ની સાથે નજર આવતી આરાધ્યા ને ફરીથી એક વખત એશ્વર્યા ની સાથે જોવામાં આવેલ છે.
હાલમાં જ એશ્વર્યા પોતાના પતિ અભિષેક અને દીકરી આરાધ્યાની સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. એશ્વર્યા તો હંમેશા ની જેમ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી, પરંતુ ફેન્સની નજર આરાધ્યા ઉપર ટકી ગઈ હતી.
અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા હાલમાં જ ઉસ્તાદ અમજદ અલી ખાનનાં કોન્સર્ટમાં સામેલ થયા હતા. આ કોન્સર્ટ મુંબઈમાં આયોજિત કરવામાં આવેલ હતું જેમાં અભિષેક એમ્બ્રોઇડરી કુર્તા પાયજામા માં નજર આવેલ. વળી એશ્વર્યાએ બ્લુ રંગનું હેવી એમ્બ્રોઇડરી સુટ પહેરેલું હતું. જ્યારે આરાધ્યા સફેદ સલવાર સુટમાં નજર આવી હતી. તેને સફેદ દુપટ્ટો પણ રાખેલો હતો.
સોશિયલ મીડિયા પર આરાધ્યા નાં લુકની ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. તેની ક્યુટનેસ અને સાદગી પાછળ પણ ફેન્સ કાયલ બની ગયા છે. અમુક લોકો આરાધ્યાને “પરી” તો અમુક લોકો “અપ્સરા” કહી રહ્યા છે.