ઐશ્વર્યાની સુંદરતા જોઈને હક્કા-બક્કા રહી ગયો હતો આ સુપરસ્ટાર, તેની પાછળ બન્યો હતો પાગલ

Posted by

બોલીવુડ અભિનેતા સંજય દત્તનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. સંજય દત્તે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. થોડા સમય પહેલાં તેમની બાયોપિક ફિલ્મ “સંજુ” રિલીઝ થઈ હતી, જેમાં દર્શકોએ સંજય દત્તની લાઈફને ખુબ જ નજીકથી જોઇ હતી. ફિલ્મમાં સંજય દત્ત ની લવ લાઈફનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે અભિનેતાની એક-બે નહીં પરંતુ ૩૦૦ ગર્લફ્રેન્ડ હતી. અભિનેતાનું દિલ ઘણી અભિનેત્રીઓ પર આવ્યું હતું, જેમાંથી એક વિશ્વ સુંદરી અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન પણ છે. ખુબ જ ઓછા લોકો એશ્વર્યા રાય અને સંજય દત્ત વિશે જાણે છે. આજે અમે તમને સંજય દત્તને એશ્વર્યા રાય સાથે જોડાયેલ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.

કોલ્ડડ્રિંકની જાહેરાતથી થયા પોપ્યુલર

હકીકતમાં આ વાત વર્ષ ૧૯૯૩ ની છે, જ્યારે સંજય દત્તને એશ્વર્યા રાયને એક મેગેઝિન માટે કવર ફોટો શુટ કરવાનું હતું. આ દરમિયાન એશ્વર્યા રાય ફિલ્મમાં આવી ન હતી. તેણે મોડલના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાથોસાથ તે મિસ વર્લ્ડ પણ બની ન હતી. એશ્વર્યા રાયે કોલ્ડડ્રિંક બ્રાન્ડની જાહેરાતમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે ખુબ જ પોપ્યુલર થઈ ગઈ હતી. એડમાં તેની સાથે આમિર ખાન અને મહિમા ચૌધરી પણ હતા.

કોલ્ડ્રીંક વિજ્ઞાપનમાં ઐશ્વર્યાને જોઈને સંજય દત્ત બની ગયા હતા દિવાના

સંજય દત્તને એશ્વર્યા તે ફિલ્મ મેગેઝીન માટે શુટ કરવાનું હતું. વિજ્ઞાપન થયા બાદ એક ઇન્ટરવ્યુમાં સંજય દત્તે એશ્વર્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોલ્ડડ્રિન્કનાં વિજ્ઞાપનમાં એશ્વર્યાને જોઈને તેના હોશ ઉડી ગયા હતા. જ્યારે તેમણે એશ્વર્યાને પહેલી વખત જોઈ તો તેની સુંદરતા જોઈને તેના હોશ ઉડી ગયા હતા. સંજય દત્તે કહ્યું હતું કે આ સુંદર યુવતી કોણ છે.

એશ્વર્યા રાય સાથે સબંધ વધારવામાં સંજય દત્તને રોકવામાં આવ્યા

આ ફોટોશુટ ફિલ્મ મેગેઝિન “સીનેબલિટઝ” માટે હતું. ફોટોશુટ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં સંજયે તે વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે એશ્વર્યાને કોલ્ડડ્રિંકની એડમાં જોઈને હોશ ખોઈ બેઠા હતા. સંજય દત્તે જણાવ્યું હતું કે જ્યારે તેમણે એશ્વર્યાને પહેલી વખત જોઈ તો તેઓ હક્કા-બક્કા રહી ગયા હતા અને બોલ્યા હતા કે “આ સુંદર યુવતી કોણ છે?” સંજય દત્તની બંને બહેનો જાણતી હતી કે સંજય દત્ત એશ્વર્યાને પસંદ કરવા લાગ્યા છે. તેમણે સંજય દત્તને ચેતવણી આપી હતી કે તેઓ ન તો ઐશ્વર્યાને ફુલ મોકલે અને ન તેનો નંબર માંગે.

એશ્વર્યા રાય સાથે સંજય દત્તે કરી બે ફિલ્મો

એશ્વર્યા રાયની સુંદરતાની પ્રશંસા કરતાં સંજય દત્તે જણાવ્યું હતું કે જો રસ્તા પર આ યુવતી ઊભી રહી જાય તો ગાડીઓની લાંબી લાઈન તેની આગળ ઉભી રહી જશે. પરંતુ સંજય દત્તનું માનવું હતું કે જો એશ્વર્યા ફિલ્મોમાં આવે છે તો તેની સુંદરતા ગાયબ થઈ જશે. કારણ કે ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બનીને કલાકાર મેચ્યોર થવા લાગે છે. સંજય દત્તે એશ્વર્યા સાથે બે ફિલ્મો કરી છે જેમાંથી એક “શબ્દ” અને બીજી “હમ કિસી સે કામ નહીં” છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *