ઐશ્વર્યા રાય પણ પોતાની ભાભી ની સુંદરતા આગળ લાગે છે ફિક્કી, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીમાં સામેલ એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની ચર્ચાઓ માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશમાં પણ સાંભળવા મળે છે. એશ્વર્યા પોતાના શાનદાર અભિનયની સાથે સાથે સુંદરતા અને કાતિલ અદાઓથી બધાની પોતાના દિવાના બનાવી દે છે. લગ્ન પછી ભલે ઐશ્વર્યા ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. પરંતુ પોતાની સુંદરતાના કિસ્સાઓ દ્વારા દર્શકોની વચ્ચે હંમેશા સાંભળવા મળે છે. ફિલ્મી લાઈમલાઈટ થી દુર એશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ આજે અહીં અમે તમને એશ્વર્યાની ભાભી શ્રીમા રાઈ વિશે જણાવવાના છીએ. જે પોતાની સુંદરતાથી ઐશ્વર્યાને પણ ટક્કર આપે છે.

લાઇમ લાઇટ થી દુર છે એશ્વર્યા રાયની ભાભી

તમારા માંથી ઘણા બધા લોકો ઐશ્વર્યાનાં પરિવારનાં મેમ્બરો વિશે સારી રીતે જાણતા હશે. પરંતુ આજે અમે તમને તેની ભાભી શ્રીમા રાઇ ની ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. કદાચ તમારામાંથી મોટાભાગના લોકો એશ્વર્યાનાં ભાઈ-ભાભી વિશે નહી જાણતા હોય. જાણકારી માટે બતાવી દઈએ કે એશ્વર્યાનાં મોટા ભાઈનું નામ આદિત્ય રાય છે, જે મર્ચંટ નેવીમાં એન્જિનિયરનાં પદ ઉપર કામ કરી ચૂક્યા છે અને તેમની પત્ની એટલે કે એશ્વર્યાની ભાભી શ્રીમા રાય છે. શ્રીમા ભલે લાઈમ લાઈટથી દૂર રહેતી હોય પરંતુ સુંદરતાના વિષયમાંથી ને પણ ટક્કર આપે છે. તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.

મોડલ થી ઓછી નથી શ્રીમા

અભિનેત્રી એશ્વર્યા રાયની ભાભી એટલી બધી સુંદર છે કે તમે પણ તેને જોઇને તમારી નજરો તેના પરથી નહીં દૂર કરી શકો. શ્રીમા ભલે ફિલ્મી દુનિયા નો ભાગ ન હોય પરંતુ તે કોઈ મોડલ અથવા અભિનેત્રી થી ઓછી નથી. તે સિવાય તે પોતાને અભિનેત્રીઓની જેમ મેન્ટેન રાખે છે. આ વાતની જાણકારી તેમના ફોટો જોઈને તરત જ લગાવી શકાય છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીમા પોતાના પતિ સાથે અમેરિકામાં રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે મંગલોર ની શ્રીમા ફેશન બ્લોગર હોવાની સાથે-સાથે હોમમેકર પણ છે. વર્ષ ૨૦૦૯માં શ્રીમા મીસ ઇન્ડિયા કોમ્પીટીશન ની ફર્સ્ટ રનર-અપ હતી. શ્રીમા અને ઐશ્વર્યાની વચ્ચે એક વાત ખૂબ જ કોમન છે કે બંને જ મોડલિંગ ફિલ્ડ સાથે સંબંધ રાખે છે. એ જ કારણ છે કે બંને નણંદ-ભાભી વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે.

ઐશ્વર્યાને બાળકો ગુલ્લુ ફઈ કહે છે

ઇંસ્ટાગ્રામ ઉપર એકવાર કોઈ ફેન્સે શ્રીમા ને એક સવાલ કર્યો હતો કે કેવી રીતે તે પોતાના બાળકો જણાવે છે કે તેની ફઈ આટલી બધી પ્રસિદ્ધ છે. આ સવાલનો જવાબ આપતા શ્રીમાએ કહ્યું કે મારા ઘરમાં એશ્વર્યાને બાળકો ગુલ્લુ ફઈ કહીને બોલાવે છે. હાલમાં મોડેલિંગની દુનિયા થી દુર શ્રીમા પોતાના પરિવારની સંભાળ રાખે છે. શ્રીમા ને બે દીકરાઓ વિહાન અને શિવાંશ છે. જાણકારી માટે બતાવી દઈએ કે શ્રીમા અને આદિત્યએ લવ મેરેજ કર્યા હતા.

શ્રીમા-ઐશ્વર્યાની બોન્ડીંગ

અભિનેત્રી ઐશ્વર્યા રાયને ભાભી શ્રીમા સાથે ખૂબ જ સારી બોન્ડિંગ છે. એટલું જ નહીં પરંતુ બંને જ મોડેલિંગ અને રેમ્પનાં એક્સપિરિયન્સ અને ટીપ્સ પણ એક બીજાને શેર કરતી રહે છે. એક ઇન્ટરવ્યૂમાં શ્રીમાએ જણાવ્યું હતું કે એશ્વર્યા સુપર સ્ટાર હોવાનો રૂવાબ નથી બતાવતી. સૌથી પહેલા તે મારી નણંદ છે અને અમે બંને સારા મિત્રો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *