અજય અને કાજોલે જણાવ્યુ પોતાની હેપ્પી મેરીડ લાઇફનું રહસ્ય, કહ્યું કે – આજકાલનાં કપલ્સ કરે છે આ ભુલ

Posted by

દરેક વ્યક્તિના મનમાં વિચાર ચાલતો હોય છે કે તેને એક દિવસ પોતાના સપનાનો પરફેક્ટ રાજકુમાર અથવા રાજકુમારી આવશે અને તેની સાથે લગ્ન કરીને તે જીવનભર ખુશી-ખુશી રહેશે. જો કે આ વાત ફક્ત વાર્તાઓમાં સારી લાગે છે, જ્યારે આપણે રિયલ લાઇફની વાત કરીએ છીએ તો ઘણી બધી ચીજો વચ્ચે આવી જતી હોય છે. સૌથી પહેલાં તો પરફેક્ટ લાઇફ પાર્ટનરની જેવી કોઈ ચીજ હોતી નથી. દરેક વ્યક્તિ એકબીજાથી થોડો અલગ હોય છે. તેવામાં તમે તેની સાથે કેવી રીતે એડજસ્ટ કરો છો, તે સૌથી વધારે મહત્વ રાખે છે.

Advertisement

એક હેપ્પી મેરેજ લાઇફ માટે પરણિત દંપતિ એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેનો ખુલાસો બોલિવૂડની સૌથી શાનદાર જોડી કાજલ અને અજય દેવગને કર્યો છે. આ બંનેના લગ્નને ૨૦ વર્ષ થઇ ગયા છે અને હજુ સુધી તેમની વચ્ચે પ્રેમ જળવાયેલો રહ્યો છે. એવામાં ચાલો તેમની પાસેથી જ તેમના સુખી મેરિડ લાઇફના સિક્રેટ જાણીએ.

ફિલ્મ ફેયર માં આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં અજય દેવગને પોતાના સફળ લગ્નજીવનનું રહસ્ય જણાવતાં કહ્યું હતું કે, કાજોલે પોતાની જાતને જરા પણ બદલી નથી અને હું પણ તેવો જ રહ્યો છું જેવા પહેલા હતો, અમે બંને બદલ્યા નથી. એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તે સિવાય અમે એકબીજાના સુખ અને દુઃખ બંનેમાં સાથ આપ્યો છે.

ઘણી વખત કપલ્સ લગ્ન બાદ બદલી જતાં હોય છે અને સામેવાળી વ્યક્તિને પોતાના અનુસાર બદલવાની કોશિશ કરતા હોય છે. તમારે એવું કરવું જોઈએ નહીં. જે વ્યક્તિ જેવું છે તેવું જ રહેવા દો. જો તમે પણ આ વાતનો સ્વીકાર કરી લો છો તમે ખુશ રહી શકશો.

પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં કાજોલે પણ પોતાના સુખી લગ્નજીવનનું રહસ્ય શેયર કરતા કહ્યું હતું કે, મને લાગે છે કે અમારા બંનેનો સંબંધ એટલા માટે ટકી રહ્યો છે, કારણકે હું ખૂબ જ બોલું છું અને તે ચૂપચાપ સાંભળે છે. તો અમારી હેપ્પી મેરેજ લાઇફ નું રહસ્ય જ છે કે અજય વધારે બોલતા નથી અને અમે બેસ્ટ ફ્રેન્ડ છીએ.”

કાજોલે તેનાથી આગળ પણ વધુ જણાવ્યું હતું કે, આજકાલના કપલ્સ શું ભૂલ કરે છે. તેઓએ કહ્યું હતું કે, “મને લાગે છે કે આજકાલના લોકોમાં સહન શક્તિ કમજોર થતી જઈ રહી છે. તેમાં ધીરજ નામની કોઈ ચીજ રહી નથી. તેઓ પોતાના હિસાબે જીવવા માંગે છે અને અન્ય લોકોની સાથે થોડું પણ એડજસ્ટ કરતા નથી. જો કોઈ વ્યક્તિ થી ભૂલ થાય છે તો તેને બીજો અવસર પણ આપવો જોઈએ.

ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે જાણે આપણે પોતાના પાર્ટનરની કોઈ ભૂલ ની રાહ જોઈ રહ્યા હોય. ક્યારેક તે કોઈ ભૂલ કરે અને આપણે તેને બતાવી શકીએ કે, જોયું ! મેં તો પહેલાં જ કહ્યું હતું કે તું ખોટો છે. આવું કરીને તેઓ સંબંધમાં પોતાને સામેવાળા કરતાં વધારે ઊંચા સાબિત કરવા માંગે છે. આ ઇગો તેમના સંબંધોમાં ખટાશ લાવે છે. જો તમે એક સફળ લગ્નજીવન ઇચ્છો છો, તો આ બધી ચીજો છોડી દેવી જોઈએ.”

કાજોલ અને અજય દેવગન બિલકુલ સાચી વાત કહી છે આજકાલના કપલ, અન્ય વ્યક્તિની લાગણીને માન આપી શકતા નથી સાથોસાથ ઘણી બાબતોને શાંતિથી સમજવાને બદલે ગુસ્સાથી કામ લે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.