અજય દેવગને ફરીથી પોતાના ૩૦ વર્ષ જુના સ્ટંટનું પુનરાવર્તન કર્યું, સ્ટંટનો જોરદાર વિડીયો કર્યો શેર

Posted by

અજય દેવગન નવા વીડિયોમાં સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. બે ટ્રક ઉપર એક ખતરનાક સ્ટંટ કરી રહેલ અજય દેવગનનો આ વિડીયો વાઇરલ થવા લાગ્યો છે. આ વીડિયોને શેર કરીને તેમણે કેપ્શન માં લખ્યું છે કે, “૩૦ વર્ષ જુના સ્ટંટ નું એકવાર ફરીથી પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે.” સાથોસાથ તેમણે નવા પ્રોજેક્ટ વિશે આપતાં લખ્યું હતું કે આ વખતે મનોરંજન ની ગેરંટી સાથે કંઈક નવું લાવવાના છે. વધારે જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. અજય દેવગન ૧૫ સપ્ટેમ્બરનાં રોજ તેના વિશે વધારે જાણકારી આપશે.

અજય દેવગનની નવી ફિલ્મ ને લઈને અનુમાન

અજય દેવગનનાં આ વિડીયો ની સાથે તેમના નવા પ્રોજેક્ટને લઈને પણ ઘણા પ્રકારની વાતો થઇ રહી છે. અમુક લોકોનું કહેવું છે કે બેયર ગ્રીલ્સ ના શો નું તેઓ એલાન કરી શકે છે.

ફુલ ઓર કાંટે ની સિક્વલ?

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


વળી અમુક લોકોનું કહેવું છે કે અજય દેવગન પોતાની નવી ફિલ્મનું એલાન કરશે. વળી અમુક લોકોને એવું પણ લાગી રહ્યું છે કે અજય દેવગન પોતાની ફિલ્મ ફુલ ઓર કાટે ની સિક્વલ લઈને આવી રહેલ છે.

૪૦૦ કરોડની ફિલ્મનું થશે એલાન?

અજય દેવગન ને લઈને હાલમાં જ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ૪૦૦ કરોડની ફિલ્મનું નિર્દેશન કરવાના છે. આ પ્રોજેક્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ જણાવવામાં આવેલ છે. જોકે તેને લઈને હજુ સુધી કંઈ એલાન કરવામાં આવ્યું નથી.

દીકરાની સાથે વેકેશન ઉપર

હાલના દિવસોમાં અજય દેવગન પોતાની તમામ ફિલ્મોમાંથી બ્રેક લઈને દીકરા યુગ નો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે રજાઓ ગાળવા માટે નીકળી ગયા છે. તેમણે વેકેશન સાથે જોડાયેલી પોતાના દીકરા યોગ સાથેની તસવીરો પણ પોસ્ટ કરી હતી.

બેયર ગ્રીલ સાથે આવશે નજર

હાલનાં દિવસોમાં સતત સમાચાર આવી રહ્યા છે કે “મેન વર્સીસ વાઇલ્ડ” શો માં અજય દેવગન નજર આવશે. રજનીકાંત, અક્ષય કુમાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવી મશહુર હસ્તીઓ બાદ હવે અજય દેવગન બેયર ગ્રીલ્સ ની સાથે તેમના શોમાં નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *