અજય દેવગનનાં દીકરાનાં જોરદાર સ્ટંટ જોઈને તમે પણ “વાહ” બોલી ઊઠશો, મોદી પણ કરી ચુક્યા છે પ્રસંશા

બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગન અવારનવાર પોતાની ફિલ્મોમાં સ્ટંટ કરતા નજર આવે છે, જેની ખુબ જ પ્રશંસા કરવામાં આવે છે. વળી અજય દેવગણનો દીકરો પણ પોતાના પિતાથી જરા પણ ઓછો નથી. જી હાં, ફક્ત ૧૧ વર્ષની ઉંમરમાં અજય દેવગનનાં દિકરા યુગ એ હીરો બનવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહત્વપુર્ણ છે કે અજય દેવગણના પિતાનો વીરુ દેવગન સ્ટંટની બાબતમાં ધુરંધર હતા. તેવામાં દીકરો અને પૌત્ર વળી કેવી રીતે પાછળ રહી શકે છે.

કહેવામાં આવે છે કે વીરુ દેવગને જ પોતાના દીકરા અજય દેવગનને અલગ-અલગ સ્ટંટ કરવા માટે તૈયાર કરેલ છે. ડેબ્યુ ફિલ્મ “ફુલ ઓર કાંટે” માં મોટરસાયકલ પર ઊભા રહેવા વાળા અજય દેવગનનાં મશહુર સીનને પણ તેના પિતા દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો હતો. તેવામાં યુગ પણ પોતાના દાદા એ બતાવેલા રસ્તા પર ચાલતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુગના ઘણા એવા વિડીયો છે જે માટે શાનદાર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. યુગ આટલી નાની ઉંમરમાં એક હાથ ઉપર ફ્લિપp મારતો જોવા મળી રહ્યો છે, જે મોટા મોટા એક્શન હીરો પણ કરી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

હાલમાં જ અજય દેવગન અને યોગનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક હાથે ફ્લિપ મારતો જોવા મળી રહ્યો હતો. તે સિવાય વીડિયોમાં યોગ ઘણા સ્ટંટ કરતો નજર આવી રહ્યો છે. યુગ પુશ-અપ્સ માં એક્સપર્ટ હોવાની સાથે-સાથે રાફ્ટિંગ અને સ્વિમિંગ નો પણ શોખ ધરાવે છે. તે સિવાય તે ફ્રીસ્ટાઇલ કાર્ટવિલ માં પણ શાનદાર છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

જણાવી દઈએ કે ૧૩ ઓગસ્ટના રોજ યુગ નો જન્મદિવસ હતો. આ દિવસે અજય દેવગને યુગ ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે બોય. હેપ્પી ટાઈમ નો મતલબ છે કે બસ તારી આસપાસ હોવું. યુગ તારા જાગવાનો, મીણબત્તી બુજવવાનો અને કેક કાપવાની રાહ છે.”

એક ઇન્ટરવ્યુ દરમિયાન અજય દેવગને કહ્યું હતું કે ઘણી બાબતોમાં તેના બાળકો તેનાથી આગળ છે. અજયે જણાવ્યું હતું કે તેમના પિતા તેમને વધારે સમય આપી શકતા ન હતા, કારણ કે તેઓ દિવસ-રાત કામ કરતા હતા. જેના લીધે મેં ઘણી બધી ચીજો મિસ કરી હતી. તે હું પોતાના બાળકો માટે ઇચ્છતો નથી. જોકે અજય દેવગનનું કહેવું છે કે જે રીતે તેમનું પાલન પોષણ થયું છે, તેને લઈને તેમના મનમાં કોઈ ફરિયાદ નથી.

અજય દેવગને પોતાના દીકરાને લઇને કહ્યું હતું કે, જો યુગ નારાજ થઈ જાય છે અને જ્યારે તેઓ તેને સમજાવવા માટે જાય છે તો તે કહે છે કે પાપા તમે મને ફક્ત પાંચ મિનિટ આપો, હું ઠીક થઈ જઈશ અને જો આ વાત હું મારા બાપાને કહેતો હતો તો મારી પિટાઈ થઇ જતી હતી. તે સિવાય અજય દેવગન જણાવ્યું હતું કે યુગ ટેકનોલોજીની બાબતમાં પણ ખુબ જ આગળ છે. તે ફોન સાથે જોડાયેલ દરેક સમસ્યાનું સમાધાન જલ્દી કરી નાખે છે.

જણાવી દઈએ કે યુગને પોતાના કામને લીધે પ્રધાનમંત્રી મોદી તરફથી પણ પ્રશંસા મળી ચુકી છે. હકીકતમાં યુગે પોતાના પાછલા જન્મ દિવસ પર વૃક્ષ લગાવ્યા હતા, જેના અમુક ફોટો અજય દેવગન સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “મને આ જોઈને ખુબ જ ખુશી થઈ છે કે તમારા દીકરા યુગે પોતાનો જન્મદિવસ પ્રકૃતિને સમર્પિત કરી દીધો. આ ઉંમરમાં આવી જાગૃતતા પ્રશંસનીય છે.”

જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૯માં અજય દેવગન અને અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૩માં તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ ન્યાસા રાખવામાં આવ્યું છે. ત્યારબાદ દીકરા યુગ નો જન્મ થયો. અજય અને કાજલ ની દીકરી ન્યાસા સિંગાપુરમાં યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે.

જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અજય દેવગન છેલ્લી વખત ફિલ્મ “ભુજ” માં નજર આવ્યા હતા. જણાવી દઈએ કે અજય દેવગન ડિજિટલી ડેબ્યુ પણ કરવા જઈ રહેલ છે. તે ખુબ જ જલ્દી “રુદ્ર” નામના પ્રોજેક્ટ માં જોવા મળશે. તે સિવાય અજય દેવગન આરઆરઆર, મેદાન, થેન્ક ગોડ, ગંગુબાઈ કાઠિયાવાડી અને મેડે જેવી ફિલ્મોમાં નજર આવનાર છે.