અજય દેવગનનાં પ્રેમમાં પાગલ હતી આ અભિનેત્રી, ૪૮ વર્ષની ઉંમરમાં પણ હજુ છે કુંવારી

જીગર, દિલવાલે, સુહાગ, ગંગાજલ જેવી અનેક ઉત્તમ ફિલ્મોમાં અભિનવ આપી ચુકેલા બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણનો થોડા દિવસ પહેલા જન્મદિવસ હતો. ઘણી જબરદસ્ત ફિલ્મો સાથે ચાહકોના દિલમાં રહેલો અભિનેતા અજય દેવગન હંમેશા તેના ચાહકોનો પ્રિય રહ્યો છે. અજય દેવગનની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ તો વર્ષ ૧૯૯૧ માં તેણે ફિલ્મ જગતમાં પગ મૂક્યો.

તેની પહેલી ફિલ્મ “ફૂલ ઔર કાંટે” હતી, જે ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. અજય દેવગનની પહેલી ફિલ્મ સુપરહિટ હતી અને અહીંથી જ અજય દેવગનની જબરદસ્ત ફિલ્મ કારકીર્દિની શરૂઆત થઈ હતી. અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે લગ્ન કર્યા.

અજય દેવગણના જીવનમાં પણ ઘણા પ્રકારનાં કંટ્રોવર્સી છે. એક સૌથી રસપ્રદ કંટ્રોવર્સી તબુ સાથે સંકળાયેલ છે. તમને જણાવી દઈએ કે ૪૮ વર્ષીય તબ્બુએ લગ્ન કર્યા નથી. અને તેઓ તેનું કારણ અજય દેવગનને જણાવે છે. હંમેશા મીડિયા દ્વારા અજયને તબ્બુ સાથેના તેના લગ્ન વિશે વારંવાર પૂછે છે. અજય અને તબ્બુની ફિલ્મ “દે દે પ્યાર દે” ગયા વર્ષે જ મોટા પડદે આવી હતી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ઘણી વખત લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ સવાલના જવાબમાં અજય દેવગને કહ્યું કે – તબ્બુને હંમેશા મારા જેવો છોકરો જોઈતો હતો. પરંતુ કમનસીબે તેને આજ સુધી મારા જેવો છોકરો મળ્યો નથી. તેથી તે હજી કુંવારી છે. આ પહેલા અજય દેવગને કહ્યું હતું કે – મારી પત્ની કાજોલને પણ આ ખબર છે અને જણાવી દઉં કે કાજોલને તેમાં કોઈ સમસ્યા નથી. તેમણે પોતાની પત્ની કાજોલની ફિલિંગ પણ જણાવી. અજયે જણાવ્યુ હતું કે, કાજોલ કહે છે કે – આ એક સામાન્ય માનવીય સંવેદનાઓ છે. આ નોર્મલ ફિલિંગ છે. મને વાંધો નથી.

અજય સાથે લગ્નને લઈને તબ્બુએ શું કહ્યું

તબ્બુએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, હું અજય દેવગનને લગભગ ૨૫ વર્ષથી જાણું છું. અજય મારા કઝીન સમીર આર્યનો ખૂબ જ ગાઢ મિત્ર છે અને તેઓ હંમેશાં સાથે રહેતા હતા. આવી પરિસ્થિતિમાં, જ્યારે હું નાની હતો, ત્યારે આ બંને મારા પર ખૂબ નજર રાખતા હતા. જેથી હું ક્યાંય બહાર જઇ ના શકું, કે ના કોઈ છોકરાને મળી શકું. જો હું કોઈ છોકરાને મળતી તો આ બંને તેને માર મારતા હતા. તબ્બુ કહે છે કે અજય અને મારો કઝીન સમીર પોતાના સમયના મોટા ગુંડાઓ હતા.

તબ્બુએ ઘણા ઇન્ટરવ્યુમાં અજય દેવગન વિશે આવા રસિક ઘટસ્ફોટ કર્યા છે. તબ્બુએ બીજા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું- દરેક બીજા દિવસે હું અજય દેવગન સાથે તેના લગ્ન વિશે વાત કરું છું. અને તેને કહું છુ કે મારા માટે મારા પોતાના જેવો કોઈ છોકરો શોધી આપે. પછી તે હસતાં હસતાં કહે છે કે – જોકે હું આવું હું વારંવાર કરું છુ, કારણ કે અજય અને હું ખૂબ સારા મિત્રો છીએ.

તબ્બુ કહે છે કે જો મારા માટે પુરુષ અભિનેતાઓમાંથી કોઈ મહત્વનુ છે, તો તે માત્ર અજય દેવગન છે. તબ્બુ અને અજય દેવગનના વર્કફ્રન્ટ્સની વાત કરીએ તો બંનેએ ૯૦ ના દાયકાથી લઈને આજ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં વિજયપથ, હકીકત, દ્રશ્યમ અને ગોલમાલ અગેન જેવી ઘણી જબરદસ્ત ફિલ્મો છે.