અજય દેવગનની ગાડી નીચે બાળક આવી ગયો હતો, અજયને મારવા માટે ઉમટી પડી હતી ભીડ, જાણો સમગ્ર કિસ્સા વિશે

Posted by

બોલિવુડનાં સિંઘમ અજય દેવગન આજે પરદા પર પોતાના કડક મિજાજ માટે જાણીતા છે. તેમણે પડદા પર દરેક પ્રકારનાં કિરદાર નિભાવેલ છે. જેમાં એક્શન કિરદારમાં તે ખુબ જ હિટ એક્ટર રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલાં રાખતા જ તેના જબરજસ્ત સ્ટંટ અને એક્શન  દરેકના દિલને સ્પર્શી જતાં હતા અને દર્શક તેમની આ સ્ટાઇલને જોવા માટે ઉમટી પડતા હતા. પરંતુ બોલીવુડમાં આવતા પહેલાં આ સ્ટંટ તેમના પર તે દરમ્યાન ભારે પડી ગયો હતો, જ્યારે તે હીરોગીરી બતાવવાના ચક્કરમાં માર ખાઈને આવતા હતા.

અજય દેવગને શોમાં કર્યો ખુલાસો

ફિલ્મી પડદા પર એક્શન અને સ્ટંટનાં મહારથી વીરુ દેવગનનાં દીકરા છે. અજય દેવગન, કે જેઓ પિતાના નામથી ઘરની બહાર ધાક જમાવવામાં પાછળ રહ્યા નથી. કોલેજના દિવસોમાં તેમની લડાઇ હંમેશા મિત્રો સાથે થતી હતી. ક્યારેક તે માર પણ ખાતા હતા તો ક્યારેક એક્ટર મારીને પણ આવતા હતા. પરંતુ અજય સાથે એક ઘટના તો એવી થઈ હતી, જ્યારે ૨૫-૩૦ લોકોનો ટોળું તેમને મારવા માટે ઉમટી પડ્યું હતું. આ કિસ્સાનો ખુલાસો અજય દેવગને જાતે શો “યાદો કિ બારાત” માં કર્યો હતો.

જ્યારે બાળક ગાડી નીચે આવી ગયો હતો

જણાવી દઇએ કે અજય દેવગને આ શોમાં કહ્યું હતું કે, “એક્ટર બનતા પહેલા હંમેશા મારો લોકો સાથે ઝઘડો થતો રહેતો હતો. ઘણા લોકોને મારતો પણ હતો અને ઘણા લોકોથી માર પણ ખાધો છે. એકવાર તો ૨૦-૨૫ લોકોએ મળીને માર્યો હતો.” આ શોમાં હોસ્ટ અજય દેવગન સાથે સાજીદ ખાન પણ ત્યાં હાજર હતાં. તેવામાં અજય દેવગન સાજીદને આગળની સ્થિતિ વિશે જણાવે છે.

સાજીદે બતાવ્યું કે જ્યારે અમે લોકો અજય દેવગનની સફેદ ગાડીમાં બેસીને ફરવા જઈ રહ્યા હતા. ત્યારે એક બાળક પતંગ પકડવાનાં ચક્કરમાં અમારી ગાડી નીચે આવી ગયો. અજયે તરત જ બ્રેક લગાવી દીધી. જો કે બાળકને કોઈ પણ જાતની ઈજા થઈ હતી નહીં. પરંતુ આ ઘટનાની પાસે ઉભેલા પડોશી અમારી તરફ તુટી પડ્યા અને અમારા પર ગુસ્સો કરવા લાગ્યા.

આગળ બંનેએ જણાવ્યું કે “બાળક ઘણો ગભરાઈ ગયો અને રડવા લાગ્યો. તેવામાં પાડોશી લોકો જ્યારે અમને સમજાવી રહ્યા હતા ત્યારે ખબર નહીં ક્યાંથી એટલા લોકોનું ટોળું આવી ગયું અને અમને લોકોને ઘેરી લીધા. પછી શું હતું તે લોકો માનવા તૈયાર જ ન હતા.”

સાજીદે જણાવ્યું કે, “૧૦ મિનિટ સુધી તે લોકો અમારા લોકોની પીટાઈ કરતા રહ્યા. ત્યાં સુધી અજય દેવગનનાં પિતાને આ ઘટનાની જાણ થઈ ચુકી હતી. તે લગભગ ૧૫૦ ફાઈટર સાથે પોતાના દીકરાને બચાવવા આવ્યા.” આ રીતે તે ભીડથી સાજીદ, અજય અને તેમના મિત્રોનાં જીવ બચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *