અજય દેવગન સાથે કરી હતી ફિલ્મી કારકિર્દીની શરૂઆત, આજે ૨ દિકરીઓની માં હોવા છતાં પણ દેખાય છે પહેલા કરતાં વધારે સુંદર

ફિલ્મ એક્ટર અજય દેવગનને તો બધા ઓળખે છે. અજય દેવગને ફિલ્મી કારકિર્દી દરમિયાન સિનેમામાં ઘણી બધી ફિલ્મો કરી છે અને તેના દમ પર આજે તે બૉલીવુડના ટૉપ એક્ટર છે. તમને જણાવી દઈએ કે અજય દેવગને ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ “ફુલ ઓર કાટે” થી કરી હતી. જણાવી દઈએ કે અજય દેવગને વર્ષ ૧૯૯૧માં બોલીવુડમાં પગલાં રાખ્યા. જેમાં તેમની સાથે એક્ટ્રેસ મધુ શાહ દેખાઈ હતી. આજે અમે તમને મધુ શાહ વિશે જાણવવાના છીએ. જેની ઉંમર આજે ૫૨ વર્ષની થઈ ગઈ છે. ચાલો તમને જણાવી દઈએ કે તે કોણ છે અને તેમની ફિલ્મો એ કેવી રીતે ઓળખાણ અપાવી.

હકીકતમાં એક્ટ્રેસ મધુ શાહે પોતાના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેમની પહેલી ફિલ્મનાં સમયે જ્યારે તેમણે ફિલ્મની શુટિંગ ૪ દિવસો સુધી કરી હતી, ત્યારબાદ તેમને જણાવ્યા વગર જ ફિલ્મથી હટાવવામાં આવી હતી. મધુએ આગળ કહ્યું કે, જે રીતે તેમને આ ફિલ્મથી હટાવવામાં આવી હતી, તે સમયે ઘણી તૂટી ચૂકી હતી અને તેનાથી તેમના સેલ્ફ રિસ્પેક્ટ ને ઘણી નુકસાન થયું હતું.

વળી મધુએ કહ્યું કે તેની સાથે સાથે તેમના ફેમિલીનાં સદસ્ય અને થોડા નજીકના મિત્ર પણ આ ઘટનાથી ઘણા દુઃખી થઈ ગયા હતા. જોકે આ ઘટનાને લઈને મધુ તે દિવસોમાં આખી રાત રડતી રહેતી હતી અને આ કારણથી ઘણા દિવસો પછી કોલેજ જતી હતી. અભિનેત્રીએ કહ્યું કે ફિલ્મથી નીકળવાની ખબર ફિલ્મના પ્રોડ્યુસર કે નિર્દેશક દ્વારા નહીં પરંતુ સમાચાર દ્વારા મળી હતી.

જણાવી દઇએ કે આગળ વાત કરતાં મધુએ કહ્યું કે તે જે પણ થયું, પરંતુ આ ઘટના બાદ તે ખુબ જ બદલાઈ ગઈ હતી. આ બધા પછી મધુ પોતાના ભવિષ્યને લઈને ઘણી વધારે ગંભીર થઈ ગઈ અને ત્યારબાદ તેમણે વધારે મહેનત અને ધગશ સાથે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે મધુએ આગળ કહ્યું કે હું આજે જે પણ જગ્યા પર પહોંચી છું, તેમાં આ ઘટનાનો  ઘણો મહત્વનો ભાગ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે મધુ શાહ રિલેશનમાં એક્ટ્રેસ ડ્રીમ ગર્લ હેમા માલિનીની ભત્રીજી છે. મધુ નાં પિતાનું નામ રઘુનાથ છે, જે રિલેશનમાં હેમા માલિનીનાં કઝીન ભાઈ છે. જ્યારે હેમા માલિની સાથે બોલીવુડની એક જાણીતી અભિનેત્રી જુહી ચાવલા સાથે પણ મધુ શાહ  સંબંધી લાગે છે. મધુ શાહની વાત કરીએ તો તેણે આનંદ શાસન સાથે લગ્ન કર્યા છે, જે સંબંધમાં અભિનેત્રી જુહી ચાવલાનાં પતિ જય મહેતાનાં ક્ઝીન ભાઈ લાગે છે. તેવામાં જુહી ચાવલા રિલેશનમાં મધુ શાહની ભાભી થઈ ગઈ છે.

મહત્વપુર્ણ છે કે આ બધા સિવાય પણ જો અભિનેત્રી મધુ શાહનાં કામની વાત કરવામાં આવે તો તેમણે પોતાના ફિલ્મી જીવનનાં સમયે ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે એલાન, પ્રેમ યોગ, જાલિમ, દીયા ઔર તુફાન, હથકડી, દિલજલે અને પહેચાન જેવી શ્રેષ્ઠ ફિલ્મો મધુનાં ફિલ્મી સફરમાં ગણવામાં આવે છે.