અજય દેવગન સાથે લગ્ન કરતાં પહેલા કાજોલ આ સુપરસ્ટારનાં પ્રેમમાં પાગલ હતી, અજય દેવગન માટે તેને સાથ છોડી દીધો

Posted by

અજય દેવગન અને કાજોલની જોડી બોલીવુડની પાવર કપલનાં લિસ્ટમાં સામેલ થાય છે. તેમના લગ્નને ૨૨ વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. બંને વચ્ચે ગજબની તાલમેલ જોવા મળે છે. વળી હકીકત પણ એવી છે કે અજય અને કાજોલ બંને જ એકબીજાનાં જીવનમાં આવેલો પહેલો પ્રેમ નથી. કાજોલ સાથે લગ્ન કરવા પહેલા અજય દેવગને રવીના ટંડન અને કરિશ્મા કપુર સાથે પ્રેમની પતંગ ઉડાવી હતી. તો જ્યારે કાજોલના જીવનમાં કાર્તિક નામનો બોયફ્રેન્ડ હતો. એટલું જ નહીં કાજોલનું નામ તેમના પહેલા હીરો કમલ સદાના સાથે પણ જોડાયું હતું.

એક સમય હતો જ્યારે બોલીવુડની ગલીઓમાં કમલ અને કાજોલની નજદીકીનાં કિસ્સા ખુબ જ જાણીતા હતા. કહેવાય છે કે કાજોલે અજય દેવગન માટે કમલ સદાનાને દગો આપી દીધો હતો.

૯૦નાં શરુઆતી સમયમાં પડદા પર એક્શન હીરો ફિલ્મોની બોલબાલા હતી. સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને અજય દેવગન જેવા કલાકાર પોતાના દમદાર એક્શન અવતાર બતાવીને સિલ્વર સ્ક્રીન પર રાજ કરતા હતા. તે સમયમાં એક ચોકલેટી ચહેરાવાળો હીરોએ પોતાનો રોમેન્ટિક અંદાજ બતાવીને દર્શકોના દિલ જીત્યું હતું. આ હીરોનું નામ હતું કમલ સદાના.

ડાયરેક્ટર રાહુલ રવેલે પોતાની ક્રાઇમ એક્શન ડ્રામા “બેખુદી” દ્વારા કમલને બોલીવુડમાં બ્રેક આપ્યો હતો. કમલની અપોઝિટ હતી માંજરી આંખોવાળી કાજોલ. ફિલ્મ સફળ રહી હતી પરંતુ આ ફિલ્મથી કમલ સદાના અને કાજોલની પ્રેમ ગાડી ફાસ્ટ સ્પીડમાં ચાલી પડી હતી. ખાસ વાત એ છે કે “બેખુદી” માં કમલ સદાનાએ સૈફ અલી ખાનને રિપ્લેસ કર્યા હતા. જી હા “બેખુદી” માં પહેલા કાજોલની અપોઝિટ સૈફ અલી ખાન ડેબ્યુ કરવાના હતા. પરંતુ સૈફનાં અનપ્રોફેશનલ વ્યવહારથી પરેશાન થઈને રાહુલ રવેલે સૈફનું પત્તું ફિલ્મથી કાપીને  કમલ સદાનાને સાઈન કર્યા હતા.

પહેલી જ ફિલ્મમાં કામ કરવા દરમ્યાન જ કાજોલ કમલનાં ચાર્મથી બચી શકી નહીં. બંનેનાં ઇશ્કનાં કિસ્સા તે સમયે મેગેઝીન થી ભરેલા રહેતા હતા. બંનેની લવ સ્ટોરી હંમેશા ચર્ચાઓમાં રહેતી હતી. પરંતુ અફસોસ આ પ્રેમ કહાની બે વર્ષથી વધારે ચાલી શકી નહીં. કમલનું દિલ કાજોલે તોડી દીધું હતું, તે પણ અજય દેવગન માટે.

બે વર્ષ પછી ફિલ્મ “હલચલ” નાં સેટ પર કાજોલની મુલાકાત અજ્ય સાથે થઈ હતી. શરૂઆતમાં અજય અને કાજોલ એકબીજાને જરા પસંદ કરતા ન હતા. પરંતુ અજયનો સારો નેચર કાજોલને એવો ગમી ગયો કે તે કમલ સદાનાનાં પ્રેમને ભુલાવી બેઠી.

આશ્ચર્યની વાત એ હતી કે જે દિવસે કાજોલ અને અજયનો પ્રેમ પરવાન ચઢી ગયો તે સમયે અજયનાં જીવનમાં કરિશ્મા કપુર હતી. અજય દેવગને કાજોલ માટે કરિશ્માનું દિલ તોડ્યું, તો કાજોલે અજય માટે કમલ સદાનાનો સાથ છોડ્યો. ત્યારબાદ કમલનાં જીવન માંથી કાજોલનાં નામનું ચેપ્ટર હંમેશા માટે બંધ થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *