અજિંક્ય રહાણે એક પ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર છે, જે પોતાની શાનદાર બેટિંગ અને અસાધારણ નેતૃત્વ ક્ષમતા માટે પ્રસિદ્ધ છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના તેઓ વાઇસ કેપ્ટન પણ રહી ચુકેલ છે. તેનું વિદેશી મેદાનો ઉપર પ્રદર્શન શાનદાર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે બાળપણથી તેનું મોટીવેટર અને સપોર્ટર કોણ હતું? તેના બાળપણની મિત્ર અને પત્ની રાધિકા ધોપાવકર બાળપણથી જ તેની પ્રેરણા અને સમર્થક રહેલ છે. અજિંક્ય રહાણે અને રાધિકાની પ્રેમ કહાની જુની બોલીવુડ ફિલ્મો જેવી છે, જેમાં છોકરો અને છોકરી એક જ સ્કુલમાં અભ્યાસ કરે છે. ત્યાં બંનેના મનમાં પ્રેમના અંકુર ફુટે છે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરવા લાગે છે અને ત્યારબાદ હંમેશા માટે એકબીજાના બની જાય છે.
મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લામાં સ્થિત એક ગામ અશ્વિ ખુર્દ માં ૬ જુન, ૧૯૮૮નાં રોજ જન્મેલા અજિંક્ય રહાણે અને રાધિકા ધોપાવકર એક જ વિસ્તારમાં રહેતા હતા. આસપાસ રહેવાને કારણે બંને અવારનવાર મુલાકાત કરતા હતા. આ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં બદલી ગઈ બંને પરિવારોને તેમની મિત્રતા વિશે તો જાણ હતી, પરંતુ તેઓ જાણતા ન હતા કે તે બંને એકબીજાને પ્રેમ કરે છે. અજિંક્ય રહાણે અને રાધિકા એ પણ પરિવારજનો સામે વધારે દિવસો સુધી પોતાના સંબંધોને સસ્પેન્સ રાખેલ નહીં અને પોતાના સંબંધો વિશે જાણ કરી દીધી હતી.
અજિંક્ય રહાણે અને રાધિકા ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪નાં રોજ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા હતા. જો કે રહાણે પોતાની લગ્નમાં એક એવી ભુલ કરી બેઠા હતા, જેના કારણે તેમણે રાધિકાની સામે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. હકીકતમાં રહાણે પોતાના લગ્નમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને જ મિત્રો અને સંબંધીઓની સાથે રાધિકાના ઘરે પહોંચ્યા હતા. તેને આવા પોશાકમાં જોતાની સાથે જ રાધિકા ગુસ્સામાં તેને જોવા લાગી હતી. અજિંક્ય રહાણે આ ઘટનાને પોતાના જીવનની સૌથી મોટી ભુલ માને છે. રહાણે એ એક શોમાં જણાવ્યું હતું કે તે સમયે તેની પાસે ખરીદી કરવા માટે સમય ન હતો. તેને એવું પણ લાગી રહ્યું હતું કે રાધિકાના પરિવારજનો તેને લગ્ન માટે કપડાં આપશે, પરંતુ આવું થયું નહીં.
રહાણે વિશે વધુ એક વાત ખુબ જ ઓછા લોકો જાણે છે કે તેને કરાટેમાં પણ બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરેલ છે. રહાણે એ ૧૨ વર્ષની ઉંમરમાં જ બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી લીધો હતો. આજે પણ જ્યારે મોકો મળે છે તો તે કરાટે ની પ્રેક્ટિસ કરવાનું ભુલતા નથી. એટલું જ નહીં, રહાણેની ઓળખ ભલે સફળ ટેસ્ટ બેટ્સમેનમાં રૂપમાં થતી હોય પરંતુ તે આઇપીએલ માં ૬ બોલમાં ૬ ચોક્કા લગાવનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે ૨૦૧૨માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી.
અજિંક્ય રહાણે અને રાધિકાએ એક પારંપરિક મહારાષ્ટ્ર લગ્ન સમારોહમાં લગ્ન કરેલા હતા, જેમાં ઘણા પ્રસિદ્ધ ક્રિકેટરો અને હસ્તીઓએ ભાગ લીધો હતો. વર્ષોથી અજિંક્ય રહાણે અને રાધિકા એકબીજાના સપોર્ટ સિસ્ટમ રહેલ છે. બંને સારા અને ખરાબ સમયમાં હંમેશા એકબીજાની સાથે ઊભા રહે છે. અજિંક્ય રહાણે અવારનવાર પોતાની પત્નીને પોતાની સફળતાનો શ્રેય આપે છે અને કહે છે કે તેને નિરંતર સમર્થન અને પ્રોત્સાહન આપીને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરેલી છે. બીજી તરફ રાધિકા હંમેશાથી અજિંક્ય માટે એક તાકાત નો સ્તંભ રહેલ છે. તે હંમેશા તેની સાથે રહેલ છે.
અજિંક્ય અને રાધિકા પોતાની સરળ અને ડાઉન ટુ અર્થ લાઇફ સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. તેઓ અવારનવાર એકબીજા સાથે સમય પસાર કરે છે, યાત્રા કરે છે અને એકબીજાની કંપનીનો આનંદ લેતા જોવા મળી આવે છે. તે ઘણી પરોપકારી ગતિવિધિઓમાં પણ સામેલ રહે છે અને સમાજની ભલાઈ માટે કામ કરેલ છે. અંતમાં અજિંક્ય રહાણે અને રાધિકા ધોપાવકર એક ખુશહાલ અને સફળ વિવાહનું એક આદર્શ ઉદાહરણ છે. તેમણે હંમેશા એકબીજાનો સમર્થન કરેલ છે અને એકબીજા માટે તેમનો પ્રેમ અને સન્માન હકીકતમાં પ્રેરણાદાયક છે.